________________
૨૦૨
શારદા સિદ્ધિ વિષના કટોરા જેવા સમજીને એક વખત છેડી દીધા એને મેળવવા અમૂલ્ય તપને લાભ વેચી દે છે? તપ અને સંયમ રૂપી નંદનવનમાં ભેગની આગ લગાડી આત્મબાગ બાળવા ઊઠયા છે? ચારિત્રરૂપી પવિત્ર ગંગાજળને પગ દેવામાં વાપરી રહ્યા છે? કોડી સાટે તમે અમૂલ્ય રત્નને ગુમાવી રહ્યા છે? આ ખોટને ધંધે કોણ કરે? નિયાણું કરવાથી અતિ ઘોર તપ અને સંયમનું જે ફળ મળવું જોઈએ તે નહિ મળે. એનાથી અંતે તે દુઃખના દાવાનળમાં બળવાનું છે, તમે સમજુ થઈને પરમાં શા માટે રમણતા કરે છે? આ તન, રૂપ અને યૌવનમાં મુગ્ધ બન્યા છે તે તમને કયાં લઈ જશે? મારી વાત સાંભળો. “તને અભિમાન છે રૂપનું રે જુવાની તણું, ચમકશે કયાં સુધી ગાલનું ગુલાબીપણું
તમે રૂપ, યૌવન અને રમણીના ગુલાબીગાલ જોઈ તેમાં આસક્ત બની અનંત સુખ આપનાર તપ અને સંયમને વેચી રહ્યા છે પણ વિચાર કરો. આ ચામડીની લાલી કયાં સુધી મનમોહક લાગશે? જ્યાં સુધી શરીરમાં રોગ અને ઘડપણ નથી આવ્યું ત્યાં સુધી. પછી શું? ચામડીના તેજને ઝંખાતા વાર નહિ, જેમ ભર્યા દેહને નખાતા વાર નહિ, ઇન્દ્રિયોના નૂરને હણાતા વાર નહિ, આશભરી આંખડી મીચાતા વાર નહિ,
જેમાં તમે મુગ્ધ બન્યા છે તે ચામડીનું રૂપ ઝાંખું પડી જશે, આ શરીરમાં જે જેમ દેખાય છે તે ઊતરી જશે. ઈન્દ્રિનું નૂર ઝાંખું થઈ જશે, ત્યારે જે સુખમાં મુગ્ધ બન્યા છે તે પણ અપ્રિયકારી લાગશે. વહેલા કે મેડા એક દિવસ શરીર છોડવું પડશે, આંખ મીંચાઈ જશે પણ આ તન, યૌવન અને સૌંદર્યમાં મુગ્ધ બનીને કરેલાં પાપકર્મો તે તમારી સાથે આવશે, એ ભગવતી વખતે કારમાં લાગશે માટે સમજીને નિયાણું ન કરે. આ રીતે ચિત્તમુનિએ સંભૂતિમુનિને ખૂબ સમજાવ્યા છતાં પણ તેઓ એ રાહથી પાછા હટવા નહિ ને તેમણે દઢ સંકલ્પ કર્યો કે “જે મારા તપ અને સંયમનું ફળ હેય તે હું એના પ્રભાવે હવેના ભવમાં ચક્રવતિ બનું.” આ પ્રકારનું નિયાણું કર્યું. આ સમયે ચિત્તમુનિએ સંભૂતિમુનિને કહ્યું કે, તમે નિયાણું કર્યું હોય તે એનું પ્રાયશ્ચિત કરી લો, આલોચના કરે પણ સંભૂતિમુનિ આલેચના કરી નહિ. માનવી ભાન ભૂલે ને પાપ કરે પણ પછી હદયના પશ્ચાત્તાપપૂર્વક જે એ આલોચના કરે તે એ કર્મના ભારથી હળવો બની શકે છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે, હે ભગવંત! માયાથry મને લીધે વિ. નાય? આલોચના કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવતે કહ્યું હે ગૌતમ! आलोयणयाएणं माया नियाण मिच्छादसण सल्लाणं मोक्ख मग्ग विग्धाणं अणंत संसार बन्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्ने यणंजावे अमाई इत्थीवेयनपुंसगवेयं च न बन्धइ ॥ पुव्वबद्धं चणं निज्जरेइ ।।