________________
શારદા સિદ્ધિ.
૨૦૧ તો કરું કે એમનું ધ્યાન કેવું છે? એટલે પાર્વતીજી સોળે શણગાર સજી, પગે ઘૂઘરા બાંધી ભીલડીનું રૂપ લઈને શંકરજી પાસે આવ્યા ને નાચવા લાગ્યા એટલે શંકરજી ધ્યાનમાંથી ચલિત બન્યા ને આમ જોયું ત્યાં ભીલડીને નાચતી જેઈ રૂપરૂપને અવતાર અને ઘૂઘરાને રણકાર કરતી ભીલડીને જોઈને શંકરજીનું ધ્યાન તો હવામાં ઊડી ગયું ને ભીલડીના રૂપમાં મુગ્ધ બન્યા. અહ, આ શું ભીલડી છે! ભીલડીને કહે છે, તું મારે ઘેર ચાલને ! ત્યારે ભીલડી કહે છે, તમારે ઘેર શું આવે? તમારે ઘેર તે જીવતી ને જાગતી શક્ય પાર્વતી બેઠી છે. અરે, તું શા માટે ચિંતા કરે છે? હું પવતીને પિયર મોકલી દઈશ, પણ તું મારે ઘેર ચાલ. ત્યાં પાર્વતીજીએ પિતાનું અસલરૂપ પ્રગટ કર્યું એટલે શંકરજી શરમાઈ ગયા. પાર્વતીજી કહે છે, મેં જોઈ લીધું તમારું ધ્યાન કેવું છે !
અહીં ચક્રવતિની સ્ત્રીરત્નના સ્પર્શથી સુખાનુભવ થતાં સંભૂતિ મુનિનું ચિત્ત ચલાયમાન થયું, અને નિયાણું કરવાની તૈયારી કરવા માંડી. જુઓ, એક જ માતાના જાયા બંને ભાઈ છે પણ બંનેમાં કેટલો ફરક છે. ચિત્તમુનિનું ચિત્ત મોક્ષના સુખ મેળવવા માટે ઝંખી રહ્યું છે ત્યારે સંભૂતિ મુનિનું મન ભૌતિક સુખ મેળવવા માટે ઝંખી રહ્યું છે, તેથી અમૂલ્ય સંયમ અને તપની કરણને વેચવા તૈયાર થયા, ત્યારે ચિત્તમુનિએ પિતાના બંધુ મુનિરાજને કહ્યું–ભાઈ! આવા પ્રકારના દુર્યાનથી, બેટા અધ્યવસાયથી મનને પાછું વાળે. ભેગના સુખ મેળવવાની લાલસામાં તમે તમારા કર્તવ્ય પંથને ભૂલીને આત્માને દુઃખી બનાવવાના પંથે આગળ વધી રહ્યા છે તે સર્વથા નિઃસાર છે. એનું પરિણામ મહાભયંકર છે. વિચાર કરે, ભાઈ! જેમ કિપાક વૃક્ષના ફળ દેખાવમાં મનહર ને સ્વાદમાં મધુર છે પણ એને ખાવાથી પરિણામે મત નીપજે છે તેમ જે કામ ભેગના સુખ મેળવવા તમે આતુર બન્યા છે તે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે માટે તમે ભૂલેચૂકે એવું નિયાણું કરશે નહિ. આપણે સાધુને આચાર શું છે એ તે તમે જાણે છે ને? ભગવાને શું કહ્યું છે તેને વિચાર કરે
लध्धे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए ।
શાયરિયાણં સિવેગા, યુધ્ધા તિg સવા સૂય. અ. ૯ ગાથા ૩ર વીતરાગ પ્રભુને વિદ્વાન સાધુ પ્રાપ્ત થતાં કામોને ગ્રહણ કરવા ઈચ્છે નહિ. તેનું સેવન કરે નહિ, કદાચ તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી ગમનાદિ શક્તિ પ્રાપ્ત થાય તે પણ તેને ઉપગ ન કરે. તે સાચા સાધુને વિવેક ગણાય. શુદ્ધ આચાર ગણાય. તેમ જ ભેગે માટે નિયાણું ન કરે પણ ગુરુવાસમાં ગુરુની પાસે રહીને સદા જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ શિક્ષાગ્રહણ કરતાં થકા સંયમનું પાલન કરે. હે મુનિ! ભગવાનની આવી હિત શિખામણ ભૂલીને તમે શું કરવા ઊઠયા છે? જે કામગોને શ. ૨૬