________________
શારદા તિ
શા માટે? એક વખત હું શ્રીમંત ઘરની શેઠાણી હતી. પૈસાની કમીના ન હતી પણ હવે ગઈ ગુજરી યાદ કરવાથી શું? બાઈનું કરુણ રુદન અને એનું દયામણું મુખ જેઈને નામદેવને દયા આવી. એણે પૂછ્યું-મા! તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે બાઈ રડતી રડતી કહે છે, પિતાની દુઃખની કહાની બીજાને કહેવાથી કંઈ દુઃખ થોડું મટી જવાનું છે? ત્યારે નામદેવ કહે છે, માડી ! હું તારો પુત્ર છું એમ સમજીને મને બધી વાત કર પણ કહેતી નથી, પણ જ્યારે નામદેવે ખૂબ કહ્યું ત્યારે પાલવના છેડે આંસુ લૂછતી બાઈ કહે છે, બેટા ! મારો ભૂતકાળ ઘણે રમ્ય અને ભવ્ય હતું, પણ પેલો નિષ્ફર નામદેવ ડાકુ એક દિવસ અમારે ઘેર ચોરી કરવા આવે ને એણે અમારી લીલીછમ વાડી વેરાન વન જેવી બનાવી દીધી. વૈભવની વાડીની ડાકણ જેવા એ ડાકુએ લૂંટ ચલાવી. એટલેથી પતાવ્યું હોત તે સારું હતું, પણ એટલેથી એ અટકો નહિ. એણે મારા અંતરનાં આધાર અને મારા હૈયાના હાર જેવા એવા મારા પતિને તલવારના એક ઝાટકે મારી નાંખ્યા ને મારા સૌભાગ્ય કંકણને તેડી નાંખ્યું. મારા સેંથીનું સિંદૂર લુછી નાંખ્યું, અને એ હત્યારાએ આ મારા દીપકને નબાપ બનાવ્યો. ઘરનો મોભ તૂટી પડતાં અમે નોધારા બની ગયા. દીકરા! મારે પતિ ચાલ્યા જતાં આવક તે બંધ થઈ ગઈ ને જાવક ચાલુ રહી. ઘરમ હાંલ્લા કુસ્તી કરે છે. એક ટંક પણ ખાવાનું મળી રહે તે ભગવાનની કૃપા માનું છું. આજે તે અમારે અન્ન અને દાંતને વેર ઉખળે છે. હવે આ મારા આ કાળજાની કેર જેવા લાડીલાને મીઠાઈ ક્યાંથી ખવડાવું? આટલું બોલી નેધારી સ્ત્રીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. બાઈની કરુણ કહાની સાંભળીને કઠોર હૃદયને નામદેવ ડાકુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આખું વાતાવરણ કરુણ બની ગયું. એનું રુદન જોઈને પવન પણ જાણે થંભી ગયે હોય એમ લાગતું હતું.
પિતાની કેડે ભરાવેલી કટાર કાઢીને પેલી દુઃખિયારી સ્ત્રીના હાથમાં આપીને કહ્યું, હે માડી ! આ કટાર તારા હાથમાં પકડીને આ દુષ્ટનું મસ્તક ઉડાવી દે. તારી લીલીછમ વાડીને વેરાન વન જેવી બનાવનાર, તારો સૌભાગ્ય ચાંદલો લુછનાર હત્યારો પાપી નામદેવ ડાકુ હું પોતે જ છું. મને જીવવાને હવે બિલકુલ અધિકાર નથી. મને મારીશ તે તેને પુણ્ય બંધાશે અને જીવંત રાખીશ તે પાપનું કલંક તારા કપાળે ચૂંટશે. બૈરની વસૂલાતનું ઝનૂન સેવતી એ દુખિયારી બાઈ આર્યભૂમિમાં જન્મેલી હતી. પિતાની સામે નામદેવને મતની ભીખ માંગતે જોઈને એનું હૃદય પીગળી ગયું. એના અંતરાત્મા અંદરથી બેલી ઊઠશેઃ અહો ! શત્રુને ક્ષમા આપવી એ જ શ્રીરની વસૂલાતની વીરતાભરી વાટ છે. તલવાર ચલાવવાથી શત્રુ મરે છે પણ શત્રુતા વધતી જાય છે. એમ સમજીને એ સ્ત્રી બોલીઃ નામદેવ! તે મને માડી કહીને બોલાવી હવે તું મારો દીકરો અને ? હવે તું જ કહે, માડી દીકરા ઉપર તલવાર ચલાવે ખરી ?