________________
૧૭૭
શારદા સિદ્ધિ હતી. એમની શક્તિની ખૂબ પ્રશંસા સાંભળીને એક મલ એમની પરીક્ષા કરવા આવ્યા, ત્યારે દયાનંદ સરસ્વતીએ સ્નાન કરીને વસ્ત્ર નિવીને મૂકયું, તેમણે મહલને કહ્યું આપણે કુસ્તી કરીશું તે હાડકા ખાખરા થશે તેના કરતા આ મારા નીચવેલા વસ્ત્રમાંથી પાણી કાઢીશું તે હું માનીશ કે તું મારાથી વધુ બળવાન છે. મલે વસ્ત્ર લઈને નિચવ્યું તે એક ટીપું પાણી ન નીકળ્યું ને દયાનંદ સરસ્વતીએ નિચાવ્યું તે પાણી નીકળ્યું. આ હતી એમના બ્રહાચર્યની શક્તિ. છેવટે મહલ ચરણમાં પડીને ચાલ્યો ગયો.
સ્વામી વિવેકાનંદે અમેરિકા જેવા અનાર્ય દેશની પ્રજાને મુગ્ધ કરી એ શેના પ્રભાવે? શું પૈસાથી ? બાહ્ય ભણતરથી? ના....ના..શુદ્ધ બ્રહ્મચર્યથી. એમનાં વા ભગવાં હતાં. આવા વિવેકાનંદ સ્વામીએ પરદેશી પ્રજાને ગાંડી બનાવી. અમેરિકામાં એમના તેજસ્વી વ્યાખ્યાનેએ અજબગજબને જાદુ કર્યો. તેમના વ્યાખ્યાનેથી પ્રભાવિત થઈને ઘણું અમેરિકન એમના શિષ્યો બન્યા. એમનામાં જે આવી શક્તિ પ્રગટ થઈ હોય તે તે એમના શુદ્ધ બ્રહ્મચર્યને પ્રભાવ હતે. પિતાનું કાર્ય પરિપૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ભારતમાં આવ્યા, ત્યારે તેમના કેટલાક ભાવિ અમેરિકન શિવે પણ એમની સાથે ભારતમાં આવ્યા. એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યો સાથે , જ્ઞાનચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક અમેરિકન શિષ્ય ઊભા થઈને નમ્ર નિવેદન કર્યું ? સ્વામીજી ! ઘણું વખતથી એક વાત પૂછવાનું મન થાય છે, પણ પૂછી શકાતી નથી. અમેરિકાથી છેક ભારત સુધી ખેંચાઈને આવવાનું મારું પ્રયોજન પણ આ જ છે.” અમેરિકન શિષ્યની વાત સાંભળી સૌ તેની સામે જોવા લાગ્યા. સ્વામીની અનુમતિ મળી એટલે શિચે દિલની દાબડી ખોલતા કહ્યું, “સ્વામીજી! હજારે અમેરિકને આપની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા છે. એ સૌના મનમાં એક તીવ્ર જિજ્ઞાસા છે કે જેમનું પોતાનું વ્યક્તિત્વ આવું પ્રભાવશાળી અને તેજસ્વી છે તે એમના ગુરુનું વ્યક્તિત્વ કેવુ ભવ્ય હશે! અમને આપના ગુરુદેવના દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડશે ખરું ?” સ્વામીજી આ શિષ્યની વાત સાંભળી એકીટશે એમના સામું જોઈ રહ્યા, અને પછી મલકાતા મુખડે કહ્યું, “અરે, એમાં શી મોટી વાત છે? ચાલે, અત્યારે જ તમને મારા ગુરુદેવના દર્શન કરાવું,” ત્યારે શિષ્ય પૂછ્યું કે “જતાં પહેલાં એપોઈન્ટમેન્ટ તે લેવી પડશે ને ?” આ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા ને કહ્યું “અમારા ભારતમાં સાધુ સંતોના દર્શન માટે સમયની કઈ મર્યાદા હોતી નથી. વીસ કલાકમાં
જ્યારે ઈચ્છા થાય ત્યારે સંતના દર્શન કરી શકાય છે. સંતેના નિવાસસ્થાનના દ્વારા સૌને માટે સદા ખુલ્લાં રહે છે.
શિષ્ય સ્વામીજી સાથે વાત કરતાં નદી કિનારે રામકૃષ્ણ પરમહંસ દયાનાવસ્થામાં બેઠા હતા ત્યાં આવ્યા. ગુરૂદેવને જોતા સ્વામી વિવેકાનંદ એમના ચરણમાં આળેટી શા. ૨૩