________________
૧૯૮
શારદા સિદ્ધિ
સજ્જ થયા. બંને બાળકોને ખને જણાએ તેડી લીધા અને યશેાદાએ એક મશાલ સળગાવીને હાથમાં લીધી અને બધાં મહેલના ગુપ્ત ભેાંયરામાં થઈને અશ્વશાળામાં આવ્યા. અશ્વશાળામાંથી ગુપ્ત સુર`ગ નગર બહાર જતી હતી. અંદર જઈ ને યશેાદાએ સુર'ગની કળ દબાવી એટલે સુરંગનું દ્વાર તરત ખૂલી ગયું. સૌ સુરગમાં ઊતર્યાં એટલે યશોદાએ સુરગનું દ્વાર ખધ કરી દીધુ' અને મશાલ પકડીને સૌની આગળ ચાલવા
લાગી.
“રાજપરિવાર સુરંગની વા’:-ચાલતાં ચાલતાં ભીમસેને કહ્યુ', યશોદા ! અત્યાર સુધી મને તે આ સુર`ગની વાત કેમ ન કરી? અને સુરગ છે એ તને શી રીતે ખખર પડી ? યશોદા વિનયપૂર્વક ખેલી–મહારાજા ! કેટલીક ખાખતા એવી ગૂઢ હાય છે કે તેની કાઈને ખખર કહેવાની હાતી નથી, સમય આવે ત્યારે જ તેના પ્રકાશ કરવાના હેાય છે. આજે એવા સમય આવ્યો ત્યારે મેં તમને આ સુર`ગ ખતાવી. મારી માતાએ મરવા પહેલાં થેાડા દિવસ અગાઉ મને એક દિવસ આ ગુપ્ત સુરંગ બતાવી હતી, અને આ દ્વાર ખોલવાની કળ કેવી રીતે દબાવવી, દ્વાર કેમ ખાલવુ' ને ખંધ કરવુ. અધું શીખવાડીને કહ્યુ' હતુ કે કટોકટીના પ્રસંગ આવે ત્યારે આ સુરંગ રાજાને ખતાવજે, એટલે આજ સુધી આ સુરંગની વાત આખા રાજમહેલમાં મારા સિવાય કોઈ જાણતુ' નથી. આમ વાત કરતાં કરતાં એ ત્રણ ચેાજન જેટલો પથ ઝડપભેર કાપી નાંખ્યા, પછી યશોદાએ કહ્યુ', મહારાજા ! હવે મારે પાછા ફરવું જોઈએ. તમને આવી રીતે અસહાય દશામાં છેડીને જતાં મારુ' મન માનતું નથી. મારું હૈયું હાથ રહેતું નથી. અંતર વલોવાઈ જાય છે પણ મારે ગયા વિના છૂટકા નથી. હવે તમે અહીથી અર્ધા ચેાજન જેટલુ ચાલશો એટલે સુરગ પૂરી થશે ને ગાઢ જ ́ગલ શરૂ થશે. એ જંગલ પસાર કરતા એક ગુફા આવશે. એ ગુફા પસાર કરીને બહાર નીકળશો એટલે વસ્તો આવશે. ત્યાંથી તમે ઠીક લાગે ત્યાં ચાલ્યા જજો.
“રડતી આંખે યશાદાએ છેલ્લે કહેલા શબ્દો ” :- મહારાજા સાહેબ ! મારા પાપે આપને આ દુ:ખ ભાગવવાનુ આવ્યુ છે. હુ' તે એક દાસી છું. તમને વધારે કહેવાના અધિકાર નથી પણ લાગણીવશ કહેવાઈ જાય છે કે આપ ખૂબ હિંમત રાખજો ને મારા રાણીમા તેમ જ આ ખ'ને કુમળાં બાળકેાની તમે ખૂબ સભાળ રાખજો. ધર્માંનું જતન કરો. નવકારમંત્રનુ' નિરંતર સ્મરણ કરો. તેના પ્રભાવથી સૌ સારાં વાનાં થશે, આટલું ખેલતાં ખેલતાં યશાદા ચૈાધાર આંસુએ રડી પડી. સુશીલા અને ભીમસેનની આંખામાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં. જતાં જતાં સુશીલાને ગળે વળગીને ખૂબ રડી, ત્યારે ભીમસેને તેને એક સેાનામહેાર આપવા માંડી પણ યશેાદાએ ન લીધી અને રડતી આંખે તેણે બધાને વિદાય આપી. રાજારાણી દેખાતા બંધ થયા ત્યાં સુધી એ મશાલ ધરીને ઊભી રહી, પછી તરત ઉતાવળી ગતિએ પાછી ફરી અને