________________
શારદા સિદ્ધિ
૧૯૫ ખૂબ આનંદ થયે. અત્યંત હર્ષોલ્લાસથી પુલકિત થઈને ભક્તિભાવપૂર્વક અંતઃપુરને સાથે લઈને બંને મુનિરાજના દર્શન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા. અત્યંત ભક્તિથી એ બ્રહ્મચારી મુનિરાજના ચરણમાં તેમણે પિતાનું શીર ગૂંકાવ્યું. આ બંને મુનિરાજે શુદ્ધ બ્રહ્મચારી હતા. એમણે છોટી વયમાં દીક્ષા લીધી હતી. પિતે ચાંડાલના પુત્ર હતા પણ એમના મુખ ઉપર બ્રહ્મચર્યના તેજ ઝળકી રહ્યા હતા. મહાપુરુષોએ બ્રહ્મચર્યને મહાન મહિમા ગાયો છે.
એક ગામમાં મધ્યમ સ્થિતિનું કુટુંબ વસતુ હતું. તેમને એક દીકરી હતી. પિતાની સમાન કક્ષાના કુટુંબના દીકરા સાથે દીકરીનું સગપણ કરેલું પણ થોડા સમય પછી છેકરાના માબાપ ખૂબ ગરીબ થઈ ગયા. છોકરી મટી થઈ એટલે એના માબાપે વિચાર કર્યો કે આવા તદ્દન ગરીબને ઘેર દીકરી પરણવીએ તે શું સુખી થાય ? હવે આપણે ત્યાં પરણાવવી નથી. બીજે કયાંક પરણાવી દઈશું. આ વાત કરીને જાણવામાં આવી એટલે છોકરીએ મા-બાપને કહી દીધું કે, તમે જ્યાં મારી સગાઈ કરી છે એ મારે પતિ બની ચૂકી છે. હવે આ ભવમાં મારે બીજે પતિ ન જોઈએ. જે તમારે મને પરણાવવી હોય તે ત્યાં જ પરણું, નહિતર જીવનભર કુંવારી રહીશ. દીકરીને નક્કર નિશ્ચય જાણું માતાપિતાએ ત્યાં જ પરણાવવાનું નક્કી કર્યું. વેવાઈને ત્યાં લગ્ન માટે કહેવડાવ્યું, ત્યારે જમાઈને સમાચાર આવ્યા કે હું જાન જોડીને આવી શકું તેમ નથી. ફક્ત હું એકલો આવીશ.
શુભ દિવસે મુહૂર્ત જેવડાવી લગ્નને દિવસ નક્કી કરવામાં આવ્યું, પણ વેવાઈના ઘેરથી મટી કે નાની જાન આવવાની હોય તો કન્યાને ઘેર ધમાલ દેખાય પણ આ તો ઘરમાં ચેરી બાંધીને પરણાવવાની છે તેથી લગ્ન જેવું લાગતું નથી. હવે બને છે એવું કે કન્યાએ મુરતિયો નથી જે ને મુરતિયાએ કન્યાને નથી જોઈ. બોલો, આજે આમ ચાલે ખરું? (હસાહસ) આ છોકરાનું નામ લોચનદાસ હતું. ખૂબ સીધે, સાદે ને સંસ્કારી હતો. લગ્નના દિવસે કન્યા ગામના પાદર કૂવાકાંઠે પાણી ભરવા ગઈ હતી અને આ તરફથી લોચનદાસ લગ્ન કરવા માટે સાસરે આવી રહ્યો હતો. જેની સાથે આજે રાતના હસ્તમેળાપ થવાને હતો એ જ કન્યાને લોચનદાસે પૂછ્યું, એ બહેન ! આ ગામમાં ફલાણુ ભાઈનું ઘર કયાં આવ્યું? કન્યાએ આંગળી ચીંધીને જ ઘરની પૃચ્છા કરતો હતો તે ઘરને રસ્તો બતાવ્યું. એકબીજાને કદી જોયા ન હતા એટલે કયાંથી ઓળખી શકે ?
રાતના બંનેના લગ્ન થયા. કન્યા પરણીને સાસરે આવી. શયનખંડમાં બંને ભેગા થયા ત્યારે બંનેને એકદમ કંઈક ભૂતકાળનું સ્મરણ તાજું થતું હોય તેમ સ્તબ્ધ બની ગયા. થેડી વાર મૌન રહ્યા પછી નવપરિણીત કન્યાએ મૌન તોડતા કહ્યું, આપ આજે પરણવા માટે આવી રહ્યા હતા તે વખતે કૂવાને કાંઠે મને બહેન કહીને બોલાવી હતી