________________
૧૯૪
શારદા સિદ્ધિ
શિક્ષા કરો. આ સાંભળતાં ખાજુમાં બેઠેલા સામતાની આંખમાંથી અગ્નિ ઝરવા લાગી. એકે કહ્યું, આવા કૃતઘ્નીને તેા ખરાખર શિક્ષા થવી જોઈએ. એના શરીરના રાઈ રાઈ જેવડા ટુકડા કરી પક્ષીઓને ખલી આપવા જોઇ એ. ખીજો બાલ્યા, આવા માણસને તો કાંટામાં સુવાડીને બાળી મૂકવા જોઈએ. ત્રીજો મેલ્યા કે, આને તે જીવતા જમીનમાં દાટી દેવા જોઈએ. ચોથે ખેલ્યા કે આને તે હાથીના પગ નીચે છૂંદી નાંખવા જોઈ એ. આમ સૌ પાતપેાતાના અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા.
ઉપકારના બદલો વાળતા રાજા'' :–રાજાએ શાંત ચિત્તે ખધુ' સાંભળીને સભા તરફ દૃષ્ટિ કરીને કહ્યું કે, હે સભાજના ! જે બનવાનું હતું તે બની ગયું. હવે એના ઉપર ક્રોધ કે દ્વેષ કરવા તે બિલકુલ ચેાગ્ય નથી, કારણ કે જ્યારે હું' જ*ગલમાં ભૂલો પડયા હતા ત્યારે એણે જ મને પાણી અને ભોજન આપીને જીવાડયા હતા ને નગરીમાં પહેાંચાડયા હતા, માટે એને આ ગુના માફ કરુ' છુ'. એમ કહી સિપાઈ આને કહ્યુ` કે, આને બંધનથી મુક્ત કરી દો. રાજાના હુકમ થતા માણસને બધનમાંથી છૂટા કરવામાં આવ્યું. જે પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. રાજા કેવળ શબ્દના સાથિયા પૂરતા ન હતા પણ હૃદયથી ઉપકાર માનતા હતા. આ માણસે પોતાને ઘેર આવી કુંવરને લઈને રાજસભામાં હાજર થયા. હસતા ખેલતા કુવરને જોઈ ને બધાને આશ્ચય લાગ્યુ કે, આ શું ? એમણે કુંવરને મારી નાંખ્યા હતા ને જીવતા કયાંથી આવ્ચે ? સામતાએ આનું કારણ પૂછયું તે આ માણસે કહ્યુ કે, સાંભળે. રાજા સભામાં વારવાર મારી પ્રશંસા કરતા હતા, તેથી મને થયુ` કે તે મારા સાચા ઉપકાર માને છે કે ખાટા ? એ જાણવા માટે મેં આ પ્રમાણે કર્યું' હતુ.
દેવાનુપ્રિયા ! આ પ્રસંગ ભયંકર ક્રોધ આવે ને દ્વેષ થાય તેવા હતા ને? છતાં વિક્રમ રાજાએ તેના ઉપકાર માનીને તેના ઉપર ક્રોધ કે દ્વેષ ન કર્યાં અને ઉપરથી તેના ગુને માફ કરીને છોડી મૂકયા. આ દૃષ્ટાંત સાંભળીને આપણે તે એટલો જ સાર લેવા છે કે કષાય થાય એવા પ્રસંગે સમતા રાખીને જીવે શુ' વિચારવું જોઈએ ? કે મારા પાપ કના દોષ છે. એમાં ખીજા કોઈના દોષ નથી. ખીજા તા નિમિત્ત માત્ર છે. આ રીતે શુભાશુભ કર્મના ઉદય વખતે શુભાશુભ કર્મની પ્રકૃતિને વિચાર કરીએ તે આપણુને કોઈના ઉપર ક્રોધ કે દ્વેષ આવે નહિ. દરેક જીવા પ્રત્યે પ્રેમ થાય માટે અપરાધી પ્રત્યે પણ ક્ષમા રાખી આત્માને ઉજ્જવળ બનાવવા જોઈએ.
સ`ભૂતિ મુનિને સખત માર મરાવનાર નમુચિ પ્રધાન ઉપર મુનિએએ દ્વેષ ભાવ ન રાખતા તેને બંધનમાંથી મુક્ત કરાવ્યા. નમ્રુચિ છૂટયા એવા ત્યાંથી જીવ લઈ ને ભાગી ગયા, અને મુનિરાજોએ પૂષ્કૃત કર્મના ઉદય જાણી કર્યાં ખપાવવા માટે અનશન કર્યું. આ તરફ સનત્કુમાર ચક્રવતિને ખબર પડી કે સમતાના સાગર મુનિરાજોએ અપરાધીને ખંધનથી મુક્ત કરાવ્યા ને અનશન કર્યું છે. આ સાંભળીને