________________
શારદા સિદ્ધિ
૧૯૩
કહ્યું, “ભાઈ! તમે મારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે. તમે જ્યારે ઉજજૈની નગરીમાં આવે ત્યારે મારી પાસે જરૂર આવજે. અરે, ત્યાં તે વિક્રમ રાજા રહે છે. ભાઈ! તે જ હું છું.” આ સાંભળીને બધાને ખૂબ આનંદ થશે. આજે અમારા ભાગ્ય જાગ્યા. આપના પુનિત પગલાં અમારે ત્યાં થયા. રાજાને ફરીને તકલીફ ન થાય તે માટે એક
મિ આપ્યો. ભોમિયાની સાથે રાજા જંગલમાંથી પોતાની નગરીમાં આવી ગયા. એક વખત ઝૂંપડીમાં રહેનારો માણસ કઈ કામ પ્રસંગે ઉજજૈની નગરીમાં આવ્યો. તેના મનમાં થયું કે આવ્યો છું તે રાજાને મળતું જાઉં. આમ વિચાર કરીને તે રાજદરબારમાં આવ્યું.
ઉપકારીના ગુણ ગાતા રાજા”:- વિક્રમ રાજા તેને ઓળખી ગયા એટલે તેનું સન્માન કર્યું અને પિતાની સભામાં સભાસદ તરીકે રાખી લીધો. તેને રહેવા માટે સુંદર મકાન આપ્યું, આ માણસ દરરોજ સભામાં જાય છે ને રાજા જે કાર્ય કરવાનું કહે તે બરાબર કરે છે. રાજા પણ અવારનવાર સભામાં આ માણસના ગુણ ગાતા ને કહેતા કે આ માણસે ભયંકર અટવીમાં મારો જીવ બચાવીને મારું રક્ષણ કર્યું હતું. આમ ભરસભામાં રાજા વારંવાર પ્રશંસા કરતા. આથી પેલા માણસને વિચાર આવ્યો કે મારી પ્રશંસા માત્ર શબ્દના આડંબરથી છે કે હદયથી તે પરીક્ષા કરવી જોઈએ. આ વિચાર કરીને એક દિવસ રાજાના નાના કુંવરને છાને માને ઉપાડી પિતાના મકાનમાં સંતાડી દીધે.
કુંવરની થતી શેધ” – આ તરફ થોડી વાર કુંવર નહિ દેખાવાથી શોધાશોધ થઈ. તપાસ કરતા કુંવરને પત્તો ન પડવાથી આખી નગરીમાં વાત ફેલાઈ ગઈ કે રાજાના નાના કુંવરને કઈ ઉઠાવી ગયું છે. ઘણા દિવસે ગયા છતાં કુંવરને પત્તો પડતો નથી. આખા રાજ્યમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ, પછી પેલા માણસે રાજકુમારનું એક આભૂષણ નકરને આપીને કહ્યું કે આ દાગીને બજારમાં જઈને વેચી આવ. નેકરે બજારમાં જઈને બે ત્રણ દુકાને દાગીને બતાવ્યો. તેમાં એક વેપારીને આ દાગીને જોઈને શંકા થઈ કે આ રાજાના કુમારને હોય તેમ લાગે છે. એટલે તે નોકરને દુકાને બેસાડી પોલીસને ખબર આપી, તેથી નેકર પકડાઈ ગયો ને તેને રાજા પાસે હાજર કરવામાં આવ્યું. રાજાએ તેને ખૂબ ધમકી આપીને પૂછયું એટલે નોકરે શેઠનું નામ આપી દીધું કે મને શેઠે આ દાગીને વેચવા મોકલ્યું હતું એટલે રાજાએ તેના શેઠને પકડવા માણસો મોકલ્યા.
પોલીસેએ તરત પેલા માણસને પકડીને રાજા પાસે હાજર કર્યો. રાજાએ પૂછયું કે શું હકીક્ત છે? જે હોય તે સત્ય વાત કહી દે. તે માણસ આંખમાં શ્રાવણ ભાદરે વરસાવતો બોલ્યો : હે રાજન! તમારા કુંવરના શરીર ઉપર પહેરાવેલા અલંકાર જોઈને મારી બુદ્ધિ બગડી એટલે કુંવરને હું છાને માને ઉઠાવી ગયો ને લોભને વશ થઈ એના શરીર ઉપરના અલંકારો ઉતારી લીધા. એટલેથી હું અટકયો નહિ. મારી કુબુદ્ધિના કારણે મારા હાથે કુંવરનું ખૂન થઈ ગયું છે. હવે આપને જે ઠીક લાગે તે
શા, ૨૫