________________
૧૯૨
શારદા સિદ્ધિ માટે જ્ઞાની પુરુષે કહે છે કે મુમુક્ષુ આત્માઓએ સર્વ પ્રથમ સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને ચારિત્ર એટલે કે આચરણમાં ઉતારવું જોઈએ. જે જ્ઞાનને આચરણમાં ઉતારવામાં નહિ આવે તે તે પ્રાપ્ત કરેલું જ્ઞાન વ્યર્થ છે. જેમાં તિજોરીમાં ધન ભરેલું છે પણ તેની ચાવી ખવાઈ ગઈ છે તે તે ધન શા કામનું ? એવી રીતે આચરણ વિનાનું જ્ઞાન પણ વ્યર્થ છે, માટે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય તે પ્રમાણે આચરણ કરીને જ્ઞાન અને ચારિત્ર દ્વારા મુક્તિને પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
સજ્ઞાન અને સચ્ચારિત્રને માર્ગ બતાવનાર મહાવીર પ્રભુની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. ચિત્ત અને સંભૂતિ એ બે મુનિરાજે સંથારે કરવાની તૈયારી કરતા હતા ત્યાં નમુચિ પ્રધાનને ગાઢ બંધનેથી બાંધીને દૂતની સાથે સનતકુમાર ચક્રવતિએ મોકલ્યા. આ જોઈને કરુણાવત મુનિઓનું હદય દ્રવી ઊઠયું. એમને ખબર પડી કે અમને જેણે માર મરાવ્યું હતું એ જ આ માણસ છે, છતાં મુનિના દિલમાં કષાયને કણિયો ન આવ્યો કારણ કે હવે એમને રેષ ઓલવાઈ ગયો હતો. છત્મસ્થ દશામાં કષાય આવી ગઈ પણ પછી કષાયને નાબૂદ કરી. કષાયને નાબૂદ કરવા માટે ઉપશમભાવ જરૂરી છે. જેટલા પ્રમાણમાં ઉપશમભાવ
આવે તેટલા પ્રમાણમાં આત્મામાં સુખને અનુભવ થતો જાય છે, અને સંપૂર્ણ કષાયના કે નાશથી આત્મા વિતરાગ બને છે. રાગ દ્વેષથી થતાં નુકસાનને વિચાર આવે તે ક્ષપશમ
ભાવ આવતા વાર નહિ લાગે, અથવા જ્યારે દ્વેષ કરવાને પ્રસંગ આવે તે વખતે વ્યક્તિમાં રહેલા ગુણને એકાદ ઉપકારને વિચાર કરવામાં આવે તે શ્રેષનું જેર નહિ ચાલે. આ વાતને સમજવા માટે વિક્રમ રાજાના જીવનને એક પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું.
વનની વાટે કષ્ટમાં સપડાયેલા રાજા” :-એક વખત વિક્રમ રાજા જંગલમાં કરવા ગયેલા. ફરતા ફરતા ઊંધે રસ્તે ચઢી જવાથી રાજા અને એમના સાથીદાર એકબીજાથી છૂટા પડી ગયા, રાજા સાચો રસ્તો શોધવા માટે આમથી તેમ ભમવા લાગ્યા, પણ નથી મળતે માર્ગ કે નથી મળતે માર્ગ બતાવનાર કઈ માણસ. હવે શું કરવું? સમય જતાં રાજાને ખૂબ ભૂખ તરસ લાગવાથી રાજાનું મન આકુળવ્યાકુળ થયું ને પાણીની શોધ કરવા લાગ્યા પણ વાવ કે સરવર કંઈ દેખાતું નથી. છેવટે એક ઝૂંપડી જોઈ તેથી આશાભેર વિક્રમરાજા ઝૂંપડી પાસે પહોંચ્યા પણ ભૂખ તરસની પીડાથી ચક્કર આવવાથી ત્યાં બેસી ગયા, એટલે ઝૂંપડીના માણસેએ રાજાને ઠંડું . પાણી આપાને સ્વસ્થ બનાવ્યા, પછી ભેજન બનાવીને સારી રીતે જમાડ્યા, ત્યાર બાદ રાજાએ પિતાની બધી કહાની કહી એટલે ઝૂંપડીના માણસેએ તેમને સાચા માગે ચઢાવ્યા. આથી રાજાના મનમાં થયું કે આ લોકોએ મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. અત્યારે તે ઉપકારને બદલો વાળવા મારી પાસે કંઈ નથી. એટલે વિક્રમ રાજાએ