________________
૧૦૦
શારદા સિદ્ધિ સુભટ ત્યાંથી ચાલ્યા ગયે, અને હરિસેનની આજ્ઞા મુજબ ભીમસેનના મહેલને ફરતી સશસ્ત્ર ચાકી ગોઠવી દીધી ને દરેકને સખ્ત ચેતવણી આપી કે મહેલમાંથી કોઈ બહાર જાય નહિ અને મહેલમાં કોઈ પ્રવેશ કરવા પામે નહિ. એમ કરવામાં જે ભૂલ કરશે તેનું માથું ધડથી જુદું કરવામાં આવશે. સેના નાયકની આવી સખ્ત આજ્ઞા સાંભળીને શ્રા સૈનિકે સાવધાન બનીને મહેલને ફરતી ઝીણી નજરે જોવા લાગ્યા.
સુશીલા બેભાન અને રાજા મૂંઝવણમાં” –આ તરફ ભીમસેને મહેલની બારીમાંથી બહાર દષ્ટિ કરી તે હરિસેનના સૈનિકે ખુલ્લી તલવારે ચેકી કરે છે. આ જોઈને તે ભયભીત બની ગયે. હવે બહાર કેવી રીતે નીકળવું? જે બહાર નીકળીએ તે માથું ને ધડ જુદાં થઈ જાય. હવે શું કરવું? પિતાના મહેલને ફરતી ખુલ્લી તલવારે ચેક કરતા સૈનિકોને જોઈને સુશીલાનું તે હૃદય ચીરાઈ ગયું. એના કેમળ હૃદય ઉપર ભારે આઘાત લાગ્યા. અરેરે.આ મારાં કુમળાં ફૂલ જેવાં બે બાલુડાંનું શું થશે? એમને લઈને હું કેવી રીતે જઈશ? એમનું શું થશે? આ ચિંતામાં સુશીલા બેભાન થઈને પડી ગઈ.
ભીમસેન અને યશોદા ત્યાં જ હતા. ભીમસેને સુશીલાનું માથું પોતાના ખોળામાં લીધું ને યશોદાએ શીતળ જળને છંટકાવ કર્યો એટલે સુશીલા ભાનમાં આવી અને કોળે કલ્પાંત કરવા લાગી ત્યારે ભીમસેને તેને શાંત કરતાં કહ્યું સુશીલા! આમ • રડવાથી શું વળશે? જ્યાં આપણું ભાગ્યે જ પરવારી ગયું ને ગાઢ કર્મને ઉદય થયો
ત્યાં હિંમત રાખે જ છૂટકો છે, ત્યારે સુશીલા રડતી રડતી કહે છે, નાથ ! મને બીજી કોઈ ચિંતા નથી, પણ મને આ મારા બે બાલુડાંની ખૂબ ચિંતા થાય છે. આપણે તે આટલું સુખ ભેગવ્યું પણ બે કુમળાં બાલુડાંને તે આ નાની ઉંમરમાં દુઃખ આવ્યું. એ બિચારા કેવી રીતે ચાલી શકશે? એમ કહીને ખૂબ રડી પણ ભીમસેને તેને સમજાવીને શાંત કરી. ત્યાં યશેદા કહે છે, રાજન ! હવે તમે ઉતાવળ કરે ને જલદીથી રાણું અને કુંવરેને લઈને નાસી જવાની તૈયારી કરે. ભીમસેને કહ્યું-યશોદા ! બહાર તે સખ્ત ચકી પહેરે છે. જવું કેવી રીતે? યશોદા કહે છે, રાજન ! તમે ભંડારમાંથી રને, સેનામહોરે વગેરે કીમતી ચીજે લેવાની હોય તે લઈને ઝટ તૈયાર થઈ જાઓ, પછી બધું થઈ પડશે. ભીમસેન અને સુશીલા જવા માટે તૈયારી કરે છે ને બહાર કી પહેરે ગોઠવ્યો છે. હવે તેઓ કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.