________________
શારદા સિદ્ધિ
ભીમસેન રાજા આ વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા. તે વિચારવા લાગ્યા અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! મારો સગો ભાઈ મને મારી નાંખવા તૈયાર થયું છે. સ્ત્રીમાં મોહાંધ બની આજે તે વિવેક અને ભાન ગુમાવી બેઠે છે. આ બધી કર્મની વિચિત્રતા જ છે ને ? નહિતર સગે ભાઈ આજે આવું અકાર્ય કરે ખરે? ખરેખર, કર્મ જીવને ભાન ભૂલાવે છે ને ન કરવાનાં કામ કરાવે છે. હરિસેન પણ કર્મને વશ થઈને આજે આવું દુષ્કૃત્ય કરવા તૈયાર થયા છે. મારે હવે સાવધ બનીને મારી રાણીના તેમ જ બંને કુમારોના જાનમાલની રક્ષા કરવી જોઈએ, કારણ કે જે હું જીવતો હઈશ તો આ રાજસંપદા પાછી મેળવી શકીશ. આમ વિચારીને ભીમસેને પિતાના એક વિશ્વાસુ અને અંગત અનુચરને બોલાવીને પવનવેગી રથ તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી અને રાણી તથા કુંવરોને સાથે લઈને જવા માટેની તૈયારી કરવા લાગ્યા. આ તરફ ભીમસેન પિતાના પ્રાણ બચાવવાની તૈયારી કરે છે ત્યારે હરિસેન તેના મહેલમાં ભીમસેનના પ્રાણ લેવાની તડામાર તૈયારી કરી રહ્યો હતો.
શયનરૂમમાં હરિસેનને ચેતવતી રાણી ”—બીજી તરફ હરિસેન પિતાના શયનરૂમમાં જઈને ભીમસેનને તેની રાણું અને બે પુત્રે સહિત કેવી રીતે મારી નાંખે તેની વિચાર કરતા હતા ત્યાં સુરસુંદરીના મનમાં વિચાર થયો કે અમે જે વાત કરી તે કઈ સાંભળી તો નહિ ગયું હોય ને! એ વિચાર આવતાની સાથે હરિસેન પાસે આવીને કહેવા લાગીઃ સ્વામીનાથ ! મારા મનમાં એમ થાય છે કે આપણી વાત કઈ સાંભળી તે નહિ ગયું હોય ને ? કદાચ કોઈ સાંભળી ગયું હોય ને જઈને ભીમસેનને વાત કરી દે તે જરૂર એ નાશી જશે, અને કદાચ નાસી ન જાય તો તમારા ઉપર હુમલો કરે ને યુદ્ધ કરે. જે કે મને તે તમારા બળ અને પરાક્રમ ઉપર પૂરો વિશ્વાસ છે, છતાં શત્રુને તે ઊગતે ડામી દેવું જોઈએ. જેથી તે કદી માથું ન ઊંચકી શકે, માટે તમે હમણાં જ ભીમસેનના રાજમહેલને ફરતે ચેકી પહેરો ગોઠવી દે. જેથી તે કઈ નાશી છૂટે નહિ. તમે આ રીતે કરશે તે મારા મનોરથ પૂરા થશે. પત્નીને શબ્દો સાંભળી હરિસેન ખુશ થઈને બોલી ઊઠઃ સુરસુંદરી ! તારી બુદ્ધિને ધન્ય છે. તે મને યાદ કરાવ્યું તે ઠીક થયું. હું હમણાં જ તે માટે પ્રબંધ કરું છું.
“ભીમસેનના બંગલા ફરતી ખુલ્લી ચોકીઃ—સુરસુંદરીની વાત સાંભળી હરિસેને અનુચરને-લશ્કરના મુખ્ય સુભટને બોલાવી લાવવા હુકમ કર્યો. યુવરાજની આજ્ઞા થતાં તરત સુભટ હાજર થયો ને હાથ જોડીને બોલ્યા : રાજન ! ફરમાવે, શી આજ્ઞા છે? હરિસેને કહ્યું જુઓ, અત્યારે ને અત્યારે આપણું સશસ્ત્ર ટુકડીને લઈને તમે ભીમસેનના મહેલને ફરતી સખ્ત ચોકી ગઠવી દે. મારી આજ્ઞા વિના એ મહેલમાંથી કેઈને બહાર જવા દેશે નહિ તેમ જ કોઈને અંદર પ્રવેશ કરવા દેશે નહિ. જે એમ કરતાં કોઈ પણ માણસ નજરે પડે છે ત્યાંને ત્યાં તેને વધ કરી નાંખજે. જેવી આજ્ઞા, એમ કહીને