________________
શારદા સિદ્ધિ એમાં માત્ર એક વર્ષ બગડે છે પણ જે મનુષ્ય જન્મરૂપી અથાણું બગડી જાય તે જન્મોજન્મ બગડી જાય, માટે તત્વજ્ઞ પુરુષો કહે છે કે કુસંગતિને ત્યાગ કરીને સજ્જનને સંગ કરે. સજજનને સંગ પાપીમાં પાપી માનવને પવિત્ર બનાવે છે ને ક્રરમાં ક્રર માનવીને કરુણાવંત બનાવે છે. તે એક દષ્ટાંત આપીને સમજાવું.
અન્ય ધર્મમાં ઉગ્રાનંદ નામના એક પવિત્ર સંત થયા છે. દયા, ક્ષમા અને બીજાનું હિત કરવાની પરંપકાર ભાવના–એ ત્રણ ગુણે જેનામાં હોય તે સાચે સંત છે. આવા ગુણે જેનામાં હોય તે સંસારી હોવા છતાં સાધુ જેવું છે. આ ઉગ્રાનંદ સ્વામી પ્રત્યેક આત્મામાં પરમાત્માનું દર્શન કરનારા ઉચ્ચ કેટિના પવિત્ર સંત હતા. તેમની પાસે જે કઈ આવે તેને ધર્મને ઉપદેશ આપી તેના જીવનમાં ધર્મના સંસ્કારનું સિંચન કરતા. એક વખત ઉગ્રાનંદ સ્વામી કોઈ એક ગામની બહાર એકાંત સ્થાનમાં જઈ એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી આત્માનંદની મસ્તીમાં ઝૂલતા હતા. તે જ રાત્રે એ ગામમાં વસતા એક ખેડૂતને બળદ કઈ ચેરી ગયું.
ખેડૂતને મન બળદ એની મૂડી છે. ૫૦૦ રૂપિયાની બળદની જેડી હતી. બળદ નહિ જડવાથી ખેડૂત આકુળવ્યાકુળ થઈ ગયે. બધા શોધવા નીકળ્યા. શોધતા શોધતા
જ્યાં ઉગ્રાનંદ સ્વામી પ્રભુને ધ્યાનમાં લીન બનેલા હતા ત્યાં આવ્યા ને બોલવા લાગ્યા, કે, આ સાધુઓ જ આપણું બળદ ચરી ગયે લાગે છે. બળદને કયાંક સંતાડીને પ્રભુની ભક્તિ કરવા બેસી ગયો છે. એમને ઢંઢોળીને કહે છે, એ સાધુડા ! અમારા બળદ કયાં ગયા? જલદી અમને કહે, નહિ આપે તે તને બતાવી દઈશું, પણ આ તો ક્ષમાના સાગર કઈ બોલતા જ નથી, એટલે પેલા ખેડૂતો ઉગ્રાનંદ સ્વામીને મારવા લાગ્યા કેઈએ લાકડીને માર માર્યા, કેઈએ પગની લાતોથી માર માર્યો. એવા માર્યા કે એમના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, છતાં સ્વામીજીએ ખૂબ ક્ષમા રાખી. મનથી પણ ક્રોધ ન કર્યો. મનમાં એક જ વિચાર કર્યો કે આ તો મારી કસોટીને પ્રસંગ છે કે હું કેટલા અંશે ક્રોધને જીત્યો છું. આમ સમજીને એક શબ્દ પણ બોલ્યા નહિ.
ખેડૂતો બોલવા લાગ્યા કે આ તો પાકે ઠગ છે. બળદ લઈ ગયું છે એટલે બોલતો નથી માટે એને કેથળામાં પૂરીને થાણેદાર પાસે લઈ જઈએ એટલે બોલશે. એમ વિચાર કરીને એક મેટો કેથળે લાવીને ઉગ્રાનંદ સ્વામીને કેથળામાં પૂરી દીધા. છતાં એક શબ્દ બોલતા નથી. તેઓ એમ માનતા હતા કે આ લોકોને હું ગમે તેમ કહીશ છતાં સમજવાના નથી. મારા કર્મને ઉદય છે તો સમભાવે સહન કરી લઉં. કોથળામાં પૂરીને સવાર પડતાં પોલીસના થાણુમાં લઈ ગયા, થાણેદારના મનમાં થયું કે આ લોકે કેથળામાં શું લાવ્યા હશે ? એમણે કોથળામાંથી ઉગ્રાનંદ સ્વામીને બહાર કાઢ્યા. સ્વામીને જોઈને થાણેદાર તો એમના ચરણમાં પડી ગયે, કારણ કે થાણેદાર ઉગ્રાનંદ સ્વામીને ભક્ત હતો. એના મનમાં થયું કે આવા પવિત્ર મહાત્માની આવી દશા કેમ