________________
૧૮૬
શારદા સિદ્ધિ પણ કાતર કદી ન બનશો. પુલ નદીના બે કિનારાને જોડે છે તેમ તમે પણ કેઈના તૂટેલા હૃદયને જોડનાર પુલ બનજે. જેથી કર્મબંધન ન થાય. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી ક્ષમણએ આગલા ભવમાં સહેજ આનંદ ખાતર તાજી મંદી મકેલા હાથે મોરલીનાં ઈંડા પકડયાં. તે ઈંડાને મેંદી રંગ લાગતા મોરલી પિતાના ઇંડાને ઓળખી ન શકી. તેથી સેળ ઘડી સુધી એણે ઇંડાંનું સેવન કર્યું નહિ તે ત્રાહ્મણીને એવું કર્મ બંધાયું કે એને સેળસેળ વર્ષો સુધી પુત્રને વિયોગ પો.
ક્ષ્મણને કેઈને દુઃખી કરવાના ભાવ ન હતા છતાં કર્મ બંધાણું. તે જે જીવે હસી હસીને ઈરાદાપૂર્વક કર્મ બાંધે છે અને તે કેવાં ચીકણું કર્મ બંધાય?
બીજે બોલ છે બૂરાઈથી બચે. જ્ઞાની કહે છે હે માનવ ! તારાથી જે બને તે બીજાનું ભલું કર. ભલાઈના માર્ગે ચાલ. અગર જો તું કેઈનું ભલું ન કરી શકે તે કેઈનું બૂરું તે કદી કરીશ નહિ.
તુ ભલા કિસીકા કર ન સકે તે બરા કિસીકા મત કરના
આજે તે મોટા ભાગે માણસે પોતાના મનરંજન ખાતર કેટલાં પાપ કરે છે. શિકારી લોકે પિતાના મનોરંજન ખાતર ગગનમાં મસ્તપણે ઊડતા નિર્દોષ પક્ષીઓને ગોળીથી વીંધી નાખે છે. પારધીઓ જંગલમાં મસ્તપણે આમથી તેમ કૂદતા હરણ સાદિ પક્ષીઓને તીરથી વીંધી નાંખે છે. એ નિર્દોષ પ્રાણુઓએ એમનું શું બગાડ્યું છે?. બહેને ઘરનાં કાર્યોમાં અસાવધાની રાખે તે કેટલાય ઈની હિંસા થઈ જાય છે. એંઠાં વાસણે રાત્રે મૂકી રાખે છે તેમાં માખી, ફુદા આદિ જીવોની હિંસા થઈ જાય છે, માટે જતના ધર્મને સમજે તે પાપકર્મનું બંધન એવું થશે.
ત્રીજે બેલ છે કુસંગતિથી દૂર રહે. તત્ત્વજ્ઞાની ત્રીજા બોલમાં કહે છે, હે માનવ તું ભલાઈને માર્ગે ચાલ્ય, બૂરાઈથી બચી ગયો પણ જે કુસંગતિને ત્યાગ નહિ કરે તે પરિણામ કેવું આવશે? તે એક ન્યાય આપીને સમજવું. અમારી બહેનના અનુભવની વાત છે. એમને પૂછે. એ જુદી જુદી જાતનાં અથાણાં જુદી જુદી બરણીમાં નાંખે છે. પણ ખાવા માટે તે બરણીમાંથી ડું થોડું કાઢે છે. તે શું લોટવાળા કે એંઠા હાથથી અથવા દાળશાકવાળા એંઠા ચમચાથી કાઢે છે ખરા ? “ના”. એ તે ઊટકેલા સ્વચ્છ ચમચાથી કાઢે છે, કારણ કે જે એંઠા હાથથી કે ચમચાથી કાઢે તે અથાણું બગડી જાય એવી જ રીતે માણસ ઘેડે સમય પણ દુર્ગુણીના સંગમાં રહે તે એને દુગુણ બનતા વાર લાગતી નથી. જેમ કોઈ ચતુર માણસ કાજળની કોટડીમાં ગમે તેટલી સાવધાનીપૂર્વક જાય તે પણ તેને સ્વચ્છ વઓ ઉપર કંઈને કંઈકાજળને ડાઘ લાગે છે એવી રીતે ગુણવાન વ્યક્તિ દુર્ગુણી આત્માના સંગમાં રહીને ગમે તેટલી સાવધાની રાખે છતાં એનામાં કંઈને કંઈ દુર્ગુણ આવી જાય છે, માટે કુસંગતિથી દૂર રહે. લીબું કે કેરીનું અથાણું બગડી જાય તો બીજે વર્ષે નવું બનાવી શકાય છે.