________________
શારદા સિદ્ધિ
૧૮૫ થડા સમયમાં તે ફરીને પરણ્ય. એ સ્ત્રી ખૂબ રૂપાળી હતી. ચોર એના રૂપમાં ઘણે મુગ્ધ હતે. એને એક પુત્ર થશે. એ પત્ની પણ જાણી ગઈ કે આ બધું ધન લાવીને કૂવામાં નાંખે છે પણ એનામાં આસક્ત હોવાથી એને મારી નાંખવાનું મન થતું નથી. એને દીકરો આઠ વર્ષને થયો. એક દિવસ તે નિર્દોષ ભાવે રમતો હતો. તેને જોઈને ચોરને વિચાર આવ્યો કે મેં મહાસક્ત બનીને સ્ત્રીને જીવતી રાખી તે મોટી ભૂલ કરી. મારે તે તે બંનેને મારી નાંખવા જોઈએ. વિચાર કરીને બારણું બંધ કરીને પત્નીની છાતી પર ચઢી બેઠે, એટલે સ્ત્રીએ ચીસ પાડી તે મઢામાં ડુચો ભરાવી એનું ગળું દબાવીને મારી નાંખીને તરત કૂવામાં ફેકી દીધી. આ દશ્ય જોઈને છોકરે ધ્રૂજી ઊઠ. પિતાની માતાને આ રીતે મારી નાંખવાથી રડતા રડતે ભયભીત બનીને ઘરની બહાર નીકળી ગયો ને દૂર જઈને જોરજોરથી ચીસ પાડીને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યું.
બાળકનું કરુણ રુદન સાંભળી રસ્તે આવતા જતા લોકે એને ઘેરી વળ્યા ને પૂછવા લાગ્યા કે, “છોકરા ! તું શા માટે આટલું બધું રડે છે?” બાળકે બધી વાત કરી કે, મારા બાપે મારી માને મારીને કૂવામાં નાખી છે. આથી લોકેએ પોલીસને જાણ કરી. સૌ ભેગાં થતાં ચેર પકડાયો. કૂવામાં તપાસ કરતાં મરેલી સ્ત્રી અને અગાઉ મરેલાંનાં હાડકાં નીકળ્યાં, પછી બીજા કૂવામાં તપાસ કરી તે અઢળક ધનના ઢગલા નીકળ્યા. એટલે ચોર પાકે ગુનેગાર ઠર્યો. બધું ધન રાજાના સિપાઈઓએ જપ્ત કરી લીધું અને ચારને મુશ્કેટાટા બાંધીને રાજાની સમક્ષ હાજર કર્યો. ધનને માટે ચારે કેટલા જીવોની ઘાત કરી. રાજાએ ચેરનું બધું ધન જપ્ત કર્યું અને માલના સાચા માલિકેની તપાસ કરાવી તેમને તેમનું ધન સુપ્રત કર્યું અને ચોરને કડક શિક્ષા કરી કે રજ પાંચસે કેરડાના માર મારે. ખૂબ માર માર્યો ને રીબાઈ રીબાઈને જીવ ગયે, અને છેવટે તે નરક ગતિમાં ચાલ્યો ગયો. બંધુઓ! પરિગ્રહે કેવો અનર્થ કર્યો? પાપ કરીને ધન ભેગું કર્યું પણ શું એ ધન ભોગવી શકે ? અહીં ભયંકર દુખ ભોગવ્યા ને મરીને નરકમાં ગયો. ત્યાં પણ એને કરેલાં કર્મોનાં ફળરૂપે ભયંકર દારૂણ દુઃખો ભોગવવાં પડયાં. આટલા માટે જ્ઞાની પુરુષો પડકાર કરીને કહે છે કે, હે ભવ્ય જીવો! ધનની તૃષ્ણને ત્યાગ કરી ધર્મની આરાધના કરે. સદાચારનું સેવન કરે.
એક તત્વચિંતકે ત્રણ બોલ લખ્યા છે: ૧. ભલાઈ કર. ૨. બૂરાઈથી બચ. ૩. કુસંગતિથી દૂર રહે. તત્ત્વજ્ઞ પુરુષે શું કહે છે? હે જીવ! વહેલા કે મેડા એક દિવસ તો તારે આ બધું છોડીને જવાનું છે તે આ મળેલા મનુષ્યભવમાં જેમ બને તેમ પરોપકાર, દયા, સેવા આદિ દ્વારા કેઈનું ભલું કરે. જે બની શકે તે કોઈને માર્ગમાં, ફૂલ બનીને પથરાઈ જજે પણ કંટક કદી બનશે નહિ. બનવું હોય તે પુલ બનજે, સેય બનશે શા. ૨૪