________________
વ્યાખ્યાન નં. ૧૯ શ્રાવણ સુદ ૯ ને બુધવાર
તા. ૧-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ સંસાર મહાન વિરાટ છે. આ વિરાટ વિશ્વમાં જીવ વિવિધ ગતિઓમાં ને વિવિધ યોનિઓમાં અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આપણું આત્માએ અનંતકાળથી
રાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં મહાન પુણયને સંચય થતાં આજે માનવભવ પ્રાપ્ત કર્યો છે. આ જીવન અણમેલ છે. કઈ પણ વ્યક્તિ લાખ કે કરેડો રૂપિયા આપીને અથવા ચક્રવતિ જેવા સમર્થ પુરુષે પિતાનું છ ખંડનું રાજ્ય અને પિતાનું સર્વસ્વ આપીને પણ માનવજીવન ખરીદી શક્તા નથી, એટલે આ માનવ ભવને મહિમા અપરંપાર છે. દેવેનું વૈભવથી છલકતું જીવન પણ માનવ જીવનની તેલ આવી શકતું નથી, કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિથી વિચાર કરતા અને વિતરાગ પ્રભુના વચનેને વાળતા સમજાય છે કે આત્મિક સુખની ચરમસીમા સુધી વિકાસ માત્ર મનુષ્ય કરી શકે છે. જો કે મનુષ્ય કરતાં દેવેનું સુખ અનેકગણું અધિક છે પણ જ્યારે આત્મસાધના અને આત્મસિદ્ધિની વાત આવે છે ત્યારે દેવે પાછળ હટી જાય છે કારણ કે દેવે વધુમાં વધુ શું ગુણસ્થાનક પામી શકે છે. જ્યારે આત્માની અનંત શક્તિને ઉપગ કરવામાં સમર્થ એ મનુષ્ય ચૌદે ચૌદ ગુણસ્થાનેને પાર કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે કહ્યું છે ને કે ઘર્થ કામ શેક્ષrrH મુમુજ સેવા ધર્મનું, ધનનું, કામ અને મોક્ષ પ્રાપ્તિનું સાધન આ માનવ શરીર છે. આ ઉત્તમ માનવ જન્મ પામીને જે મનુષ્ય અન્યાય, અનીતિ, દગાપ્રપંચ આદિ પાપકર્મો કરીને ધન ઉપાર્જન કરે છે તે આત્મા મરીને કયાં જાય છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે,
"जे पावकम्मेहिं धणं मणूसा, समाययन्ती अभई गहाय । વહાર તે વાસ પદ્દિા નો, વેણુદ્ધા ના વેતિ છે.” અ. ૪. ગા. ૨
જે મનુષ્ય દુબુદ્ધિના ચક્કરમાં ફસાઈને ખેતી, વહેપાર આદિમાં અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત આદિ પાપકર્મો કરીને ધન ઉપાર્જન કરે છે, ધન કમાય છે તે પુત્ર કલત્રાદિ રૂપબંધમાં જકડાઈ રહે છે અને આ સંસારમાં વૈરને અનુબંધ કરતાં કરતાં અંતે રાગદ્વેષથી સહિત બનીને તે મનુષ્ય ધન, વૈભવાદિ છેડીને મરીને રત્નપ્રભાદિ નરકોમાં ઉત્પન્ન થાય છે ને ત્યાં પાપકર્મના ફળરૂપે પારાવાર વેદના ભેગવે છે.
બંધુઓ! ખરેખર, આ સંસારમાં ધન અનર્થનું કારણ છે, છતાં મનુષ્ય પોતાની પત્ની, પુત્રપરિવાર, સગાંવહાલાંને રાજી કરવા અને સમાજમાં માનપ્રતિષ્ઠા મેળવવા