________________
૧૮૧
શારદા સિદ્ધિ અધિકાર કેટલે? તમે તે ભીમસેનના નેકર છે. નેકરથી શું બની શકે? આથી તમને કહેવું વૃથા છે. પત્નીની વાત સાંભળી હરિસેને કહ્યું, “સુરસુંદરી ! તું આ શું બેલે છે? જરા વિવેક તે રાખ. આવી ગોળ ગોળ વાત કરવા કરતા જે બન્યું હોય તે મને શાંતિથી કહે, પણ મારું લેહી ઊકળે તેવું વચન ન બેલ” એટલે રાણીએ વધારે મસાલો ભેળવીને કહ્યું, સ્વામીનાથ! આપણાં લગ્ન થવાના હતા તે પહેલાં થોડા દિવસ અગાઉ મેં અમારી કુળદેવીની આરાધના કરી હતી ત્યારે કુળદેવી મારા ઉપર પ્રસન્ન થયા ને મને વરદાન માંગવાનું કહ્યું એટલે મેં વચન માંગ્યું કે, મારા લગ્ન પછી બાર વર્ષે મારા પતિને રાજ્ય મળવું જોઈએ. જે બાર વર્ષે મારા પતિને રાજ્ય નહિ મળે તે મારું મસ્તક ઉતારીને તને ચઢાવીશ, ત્યારે કુળદેવીએ મારા પર પ્રસન્ન થઈને મને વરદાન આપ્યું કે, બેટા ! તારે મરવાની જરૂર નથી. બારમા વર્ષે તારા પતિને અવશ્ય રાજ્ય મળશે. સ્વામીનાથ ! એ દિવસો પાકી ગયા છે અને તમે જાણે છે કે દેવ-દેવીઓનું વચન કદી નિષ્ફળ જતું નથી. વળી તમે તે હવે રાજકારભારમાં નિપુણ બની ગયા છે. બધે વહીવટ તમે સંભાળે છે છતાં પણ સુશીલાની તરકડા જેવી દાસી તમને એમ કહે કે એ તે ભીમસેનને દાસ છે, નેકર છે એ મારાથી કેમ સહન થાય? હવે મારાથી આ ગુલામી સહન થતી નથી. આવા અપમાન સહન કરવા અને દાસમાં ગણાવું તેના કરતા તે ગળે ફાંસો ખાઈને મરી જવું શ્રેષ્ઠ છે. મારે, હવે આ કૂતરાના અવતાર જેવું જીવન જીવવું નથી. સુરસુંદરીની વાત સાંભળી અપમાનની દાહક જવાળાથી હરિસેનના રોમેરોમમાં બળતરા ઉપડી. ત્યાં ફરીને રાણીએ કહ્યું, “નાથ ! આપણું લગ્ન થયા ને બાર વર્ષો વીતી ગયાં. આજે દેવીએ વચન આપ્યાને છેલ્લે દિવસ છે પણ હજુ સુધી તમને રાજ્ય મળ્યું નથી. એટલે મારે તે દેવીને મારું મસ્તક ચઢાવવું જોઈએ.”
ભીમસેનને રાજ્યભ્રષ્ટ કરવા ઈચ્છતી સુરસુંદરી : સુરસુંદરીના વચને સાંભળીને હરિસેને કહ્યું, હે પ્રિયે ! હવે તું શાંતિ રાખ. રાજ્યને કર્તાહર્તા તે હું જ છું. નગરજનો મારી આજ્ઞાનું પાલન કરે છે. ભીમસેન તે નામના જ રાજા છે. એમને તે કેઈ ઓળખતું નથી. એ આ રાજ્યમાં કંઈ કરવા સમર્થ નથી, કારણ કે મારી આજ્ઞા વિના નગરમાં પાંદડું પણ હાલતું નથી, માટે તું ચિંતા ન કરીશ. તું તે મારું જીવન છે. તારા વિના હું ક્ષણ વાર ટકી શકું તેમ નથી. તારા સર્વ મનોરથે હું પૂરા કરીશ. તું શ્રદ્ધા રાખ કે આપણા આખા નગરમાં મારી આણ વર્તાય છે ને હું ધારું તેમ કરી શકું છું. નાથ ! તમારી બધી વાત સાચી છે પણ જે રાજગાદીએ બેઠા હોય તે રાજા ગણાય. નેકરની માફક કારભાર કરે તે કંઈ રાજા ન કહેવાય. લોકે રાજાને જેટલું માન આપે તેટલું તે તમને ન જ આપે ને? ભીમસેન રાજા તે કંઈ કામ કરતા નથી. એ તે આ દિવસ રંગમહેલમાં સ્વર્ગના સુખમાં હાલે છે અને