________________
૧૮૪
શારદા સિદ્ધિ પાપ કરીને મનુષ્ય ધન કમાઈ લાવે છે. ધનથી પુત્ર પરિવાર બધાં રાજી થશે અને પત્ની કહેશે કે, “વાહ વાહ નાથ! શું તમારી બુદ્ધિ છે! બાપા તે નિર્ધન મૂકીને ગયા હતા પણ આપે તે શૂન્યમાંથી સર્જન કર્યું.” આ સાંભળી પુરુષ હરખાય છે પણ એને ખબર નથી કે આવું ઘોર પાપ કરીને મેળવેલી લક્ષ્મી મને નરકના રૌ સૈ દુઃખ ભોગવવા લઈ જશે, ત્યારે કોઈ છેડાવવા નહિ આવે. અરે, લક્ષમી પણ સાથે નહિ આવે. આટલા માટે જ્ઞાની પુરુષ કહે છે, હે માનવ ! આ ઉત્તમ ભવ પામીને ધન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવાને બદલે પ્રમાદ છેડીને ધર્મ ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. ધનને અતિ લેભ કેવા કર કર્મો કરાવે છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
એક ચેર હતું. તે ખૂબ ઉસ્તાદ હતા તેથી ઘણાં મોટાં ઘરમાં ચોરી કરીને ખૂબ ધન લાવતો. તે કયારેય પકડાતે નહિ. ધન સાચવવા માટે તેણે એક ખાનગી ઢાંકણાવાળે કૂ રાખ્યું હતું. તેમાં તે ધન નાંખતે. કયારે પણ કોઈને ગંધ સરખી આવતી ન હતી. માત્ર તેની પત્ની અને બાળક જાણતાં. એક દિવસ ચેરના મનમાં વિચાર થશે કે, અહે! આ ધન લાવીને કૂવામાં નાખું છું તે વાત આ સ્ત્રી અને છોકરાઓ બધા જાણી ગયા છે તે આટલું કષ્ટ વેઠીને મેં ધન ભેગું કર્યું છે તેને
આ લેકે નાશ કરશે. માટે હું એવું કરું કે “ન રહે વાંસ અને ન વાગે વાંસળી” ' આ કહેવત પ્રમાણે એવું કરું કે કઈ જીવતું ન રહે. આ બધાને મારી નાંખ્યું તે
મારું ધન એ લેકે વાપરી ન શકે. હું એકલે જ બધું ધન ભેગવું. જુઓ ધન કેટલી કુમતિ કરાવે છે? ધનમાં આસક્ત બનેલે ચાર પિતાની પત્ની અને પુત્રોને મારી નાંખવાને વિચાર કરીને એક દિવસ બજારમાં જઈ લાડવામાં ભારે વિષ નખાવીને લઈ આવે ને ઘેર આવીને પત્ની તથા પુત્રોને કહે છે, “લે, હું આજે તમારા માટે બજારમાંથી લાડવા લાવ્યો છું. પેટ ભરીને ખાઓ, એટલે એની પત્ની અને પુત્રો પ્રેમથી લાડવા ખાવા બેસી ગયા. લાડવામાં ભારેભાર ઝેર નંખાવ્યું હતું એટલે લાડવા ખાવા પછી થોડી વારમાં ચોરની પત્ની અને બાળક ઢળી પડયા એટલે તરત ચારે એ બધાંને ઊંચકીને બીજા ખાલી કૂવામાં નાખી દીધા ને કૂવા ઉપર મજબૂત ઢાંકણું ઢાંકી દીધું. એને શાંતિ થઈ કે, હાશ! હવે બધું ધન હું એકલે ભેગવીશ. થોડા દિવસ થયા એટલે આડોશી પાડોશી પૂછવા લાગ્યા કે તમારા બૈરા છોકરાં કયાં ગયાં? ત્યારે કહે છે એ તે પિયર ગઈ છે. થોડા દિવસ પછી એણે વાત બહાર પાડી કે ત્યાં ખાવામાં ઝેરી પદાર્થ આવવાથી બધા મરી ગયાં.
બંધુઓ ! જોયું ને ધનને અતિ લોભ કે અનર્થકારી છે. જે ધન માટે ચાર ચાર જીની વાત કરી તે ધન શું પરકમાં સાથે આવવાનું છે? ના, છતાં જીવને કેટલી મમતા છે. ચોરે લક્ષ્મીના લેભ ખાતર પત્ની અને પુત્રોને મારી નાંખ્યાં. પછી