________________
શારદા સિદ્ધિ
૧૦૫
જેનું મન ધનમાં લીન રહે છે તેને નહિ હાં, ભૌતિક સુખની ભૂતાવળ જીવને ધર્મારાધનામાં જોડાવા દેતી નથી. જેના શરીરમાં પારકો પલ્લો પ્રવેશેલા હાય તેને રાત-દિવસ ચેન પડતું નથી. એનુ મન સ્થિર થતું નથી. એના જીવનમાં કોઈ આનંદ કે રસ રહેતા નથી. એને માટે ગમે તેટલા દવા ઉપચારા કરવા છતાં રાગ જતા નથી ત્યારે તમે કહેા છે કે એના શરીરમાં પારકો પલ્લા પ્રવેશેલા છે, તેમ જેના જીવનમાં મેહરૂપી પારકો પલ્લો પ્રવેશેલો છે તે રાત દિવસ ભૌતિક સુખ મેળવવા માટે ભમ્યા કરતા હાય છે. અને ગમે તેટલુ મળે તેા પણ એની ઈચ્છા પૂર્ણ થતી નથી, તેથી રાત દિવસ જ્યાં ને ત્યાં ફાંફા માર્યાં કરે છે. પેલા પલ્લો તે જાય છે પણ મેહરૂપી પારકા પલ્લે કયારે કેડા છેડશે તેની ખબર નથી. એ પલ્લાને કાઢવા માટે જીવને સત્સંગની ખાસ જરૂર છે. સત્સ`ગથી ભય'કરમાં ભયંકર વિષયાના વિષ ઉતરી જાય છે, માહરાજાના તાકાને શમી જાય છે ને આત્મા પવિત્ર બની જાય છે એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
ઉજ્જૈનીના મહારાજાને મનેારમા નામે એકની એક લાડકવાયી પુત્રી હતી. એ મોટી થઈ એટલે એના મા-બાપ વિચાર કરવા લાગ્યા કે કુવરી યુવાન થઈ છે તા હવે એના માટે મુરતીયે શેાધવા જોઈએ. અનાદિકાળથી જીવની દૃષ્ટિ વિષયવાસના તરફ ઢળેલી છે તેથી દીકરી મેાટી થાય એટલે માબાપ મુરતીયા ગોતવાની વાત કરે છે પણ એને દીક્ષા આપવા માટે ગુરૂ-ગુરૂણીની શેાધ કરે છે ખરા ? (હસાહસ) ગુરૂગુરૂણી શેાધવાની વાત તે બાજુમાં રહી પણ એના દીકરા-દીકરી હળુકમી હાય ને દીક્ષા લેવાનું કહે તેા ઉપાશ્રયે જવાનું બંધ થઈ જાય. મનેારમા રાજકુમારી રૂપરૂપના અવતાર હતી. એણે નિર્ણય કર્યો હતા કે જે પુરૂષ સૌથી વધારે રસિક હશે તેની સાથે લગ્ન કરીશ. મનેારમાના રૂપની પ્રશંસા સાંભળી કંઈક રાજકુમારે એની માંગણી કરવા આવ્યા. મનેારમા દરેકની પરીક્ષા કરતી પણ એની રસિકતાને અનુરૂપ કોઈ રસયેાગી ન મળ્યા. સૌ એને નિરસ અને યાંત્રિક જેવા લાગ્યા. આમ કરતાં બે ત્રણ વર્ષો વીતી ગયા પણ મનારમા કોઈને પસ`દ કરતી નથી, આથી રાજા-રાણીને ચિંતા થવા લાગી કે શું આપણી દીકરી કુ'વારી રહેશે ? આ વિપુલ રાજવૈભવને ભગવનાર કેાઈ નહિ રહે ? એકએકથી ચઢિયાતા રાજકુમારો આવે છે છતાં રાજકુંવરી કેાઈ ને પસદ કરતી નથી તેા તેને કેવા રાજકુમાર પસંદ પડશે ? તે મનેારમાને ખૂબ સમજાવવા
લાગ્યા.
મનોરમાના મનમાં થયું કે મારા માતાપિતા મારા માટે ખૂબ ચિ'તાતુર રહે છે તે। હવે હું મારી જાતે જ મુરતીયા શેાધવા જાઉં, એમ વિચાર કરીને મનેરમા પાલખીમાં એસીને બહાર નીકળી. પાલખી રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યાં કોઈ મકાનમાંથી ઘેાડા વાયા એના કણુ પટ પર અથડાયા. સૌથી પ્રથમ તા એ બોલનારના