________________
૧૪૬ .
શારદા સિદ્ધિ વનવગડામાં દુઃખ વેઠે ને હું રાજભવનમાં રહી સુખ ભેગવું એ કદી બને નહિ. જ્યાં વૃક્ષ ત્યાં છાયા તેમ જ્યાં પતિ ત્યાં પત્ની શેભે છે, માટે હું તે આપની સાથે જ આવીશ. આજના જમાનામાં તે કદાચ એમ કહી દે કે તમારે મા-બાપની આજ્ઞાનું પાલન કરવા વનવાસ જવું છે તે શું મારે જુવાની આમ વેડફી નાંખવી? કંઈ નથી જવું. જાય ડેસાડેાસી (હસાહસ) ,
સતી સીતાજી પતિવ્રતા માટે સર્વસ્વ છોડી વનમાં જવા તૈયાર થઈ ત્યારે રામચંદ્રજી એને કહે છે સીતા! વનમાં આવવું સહેલું નથી. ત્યાં તારે ઘણાં કષ્ટો સહન કરવા પડશે. વનમાં જવા માટે રથ નથી, પગે ચાલવું પડશે. રસ્તે ચાલતા ખાડા ટેકરા આવશે, પગમાં કાંટા કાંકરા વાગતા લેહીની ધાર થશે. સૂવા માટે સૂકા ઘાસનું બિછાનું અને શિલાનું ઓશીકું કરવું પડશે. કયારેક ખાવાનું પણ નહિ મળે. વૃક્ષના પાંદડા ખાઈને રહેવું પડશે. આ બધું સહન થશે? ત્યારે સીતાજી હસતા મુખે કહે છે આ દુઃખ મને દુઃખ રૂપ નથી લાગતા. પતિની સાથે રહીને નરક જેવું દુઃખ મને સ્વર્ગ જેવું લાગશે અને પતિના વિયેગમાં સ્વર્ગ સમાન સુખ નરક જેવું લાગશે. મારો ધર્મ મારા પતિની સાથે રહેવામાં છે.
બંધુઓ! આવી મહાન પવિત્ર સતીના શરીરના એકેક અંગમાં મહાન તાકાત છે. મહાભારતને એક પ્રસંગ છે. કૌર અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે દુર્યોધનના
૯ ભાઈ એ યુદ્ધમાં ખતમ થઈ ગયા. એનું સૈન્યબળ, શસ્ત્રબળ, ભુજાબળ બધું ઘટી ગયું. આથી દુર્યોધન હતાશ થઈને પિતાને જીવ બચાવવા યુદ્ધમાંથી છટકીને એક સરોવરમાં ત્રણ દિવસ સુધી સંતાઈ ગયે. એને લાગ્યું કે હવે હું અહીં જ પૂરો થઈ જઈશ. એ વિચારથી ઉદાસ બનીને સરોવરમાંથી બહાર નીકળી એક વૃક્ષ નીચે બેઠે, ત્યારે એના સાગરિતે પૂછે છે મહારાજા ! આપ ચિંતા શા માટે કરે છે ? ત્યારે દુષ્ટ બુદ્ધિ દુર્યોધન કહે છે કે આ પાંડેએ મારા બધા ભાઈઓને મારી નાંખ્યા છે ને એ જીવતા રહ્યા એ મારાથી સહન થતું નથી. પાંડે પર વિજય મેળવવા મારે શું કરવું? એ માટે સાચી સલાહ આપનાર કઈ છે? ત્યારે એના સાગરિતે કહે છે આ દુનિયામાં પોતાના પ્રાણના ભોગે પણ જે કઈ સાચી સલાહ આપનાર હોય તે તે ધર્મરાજા છે. આ સંસારમાં આ બાબત માટે સાચી સલાહ આપનાર બીજું કોઈ નથી. શત્રુઓના મનમાં પણ ધર્મરાજા પ્રત્યે આટલી શ્રધ્ધા અને આત્મવિશ્વાસ હતું કે ધર્મરાજા કોઈ દિવસ છેટું બોલશે નહિ અને ખોટી સલાહ આપશે નહિ. શત્રુઓના દિલમાં પણ આ વિશ્વાસ કયારે બેસે? એ વ્યક્તિમાં કેટલી પવિત્રતા હશે ! આજે તે પત્નીને એના પતિ ઉપર વિશ્વાસ ન હોય અને પતિને પત્ની ઉપર વિશ્વાસ નહિ. બેલો છે. આ વિશ્વાસ? (હસાહસ) જ્યાં પિતાના કુટુંબીજનેને વિશ્વાસ નથી ત્યાં શત્રુની તે વાત જ ક્યાં કરવી?