________________
૧૭૦
શારદા સિદ્ધિ કરી નાખે છે. આ ક્રોધ શ્રેયસ્કર નથી પણ ક્રોધ પ્રીતિને નાશ કરનાર, દુર્ગતિને વધારનાર અને સંતાપને વધારનાર છે, માટે આપ એવા અનિષ્ટના વધારનાર કોઇને સર્વથા પરિત્યાગ કરી દે. ચિત્તમુનિના આવા પ્રકારને હિતકર ઉપદેશ સાંભળીને સંભૂતિમુનિને કેપ શાંત થઈ ગયે એટલે તેમણે તેજુલેસ્યાનું સંહરણ કરી લીધું. તેથી સનતકુમાર ચકવતિ મુનિને વંદન કરી અપરાધની ક્ષમા માંગી નગરજને સાથે પાછા નગરમાં ચાલ્યા ગયા, પછી ચિત્ત અને સંભૂતિ મુનિએ વિચાર કર્યો કે આપણે મા ખમણના તપસ્વી તે છીએ. હજુ પારણું કર્યું નથી. પારણા માટે ગૌચરી ગયા તે આવી કદર્થના થઇને? આપણે વારંવાર તિરસ્કારને પાત્ર બનીએ છીએ. તે હવે આપણે અનશન–સંથારે કરે એ ઉચિત છે. આ વિચાર કરીને બંને મુનિરાજોએ અનશન કરવાને પ્રારંભ કર્યો. - સનતકુમાર ચક્રવતિએ હસ્તિનાપુરમાં જઈને વિચાર કર્યો કે આવા પવિત્ર મુનિરાજની મારી પ્રજામાંથી કોણે અશાતના કરી હશે કે એમને આ ક્રોધ આવ્યો? એની મારે તપાસ તે કરવી જોઈએ. આમ વિચારીને તપાસ કરી તે ખબર પડી કે નમુચિપ્રધાને જ આ બધું કરાવ્યું છે, તેથી સનતકુમાર ચક્રવતિ નમુચિ પ્રધાન ઉપર ખૂબ ગુસ્સે થયા. હવે તેને કેવી શિક્ષા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. કે ચરિત્ર :- દેવે જિતારી રાજા ઉપર પ્રસન્ન થઈને આંબે વાવ્યો હતો ત્યારથી ‘દેવના વચન મુજબ છ ફળે ઉતરતા હતા, પણ દૈવગે તે આંબા ઉપરથી આજે પાંચ આમ્રફળ ઉતર્યા હતા. દરરોજ બંને ભાઈઓની દાસીઓ ફળ લેવા માટે આવતી. વનપાલક બંનેને ત્રણ ત્રણ ફળ આપી દેતે, પણ આજે તે છને બદલે પાંચ જ કેરીઓ ઉતરી એટલે વનપાલક મનમાં મૂંઝાતે કેરીઓ લઈને બેઠે હતે. ડીવારમાં બને દાસીઓ ફળ લેવા માટે આવી. ભીમસેન રાજાની દાસીનું નામ યશોદા હતું ને હરિસેનની દાસીનું નામ કુંતી હતું. વનપાલકને એ મૂંઝવણ હતી કે ત્રણ ફળ કને દેવા ને બે કેને દેવા? એટલે તેણે પાંચે ફળ રાજાની દાસી યશોદાને આપીને કહ્યું કે તમે બંને વહેંચી લેજે. યશોદાએ ત્રણ ફળ પિતાની પાસે રાખ્યા ને કુંતીને કહ્યું કે હું મહારાજા ભીમસેનની દાસી છું માટે ત્રણ ફળ લઈશ પણ
તૂ દાસી હરિસેણ દાસકી, કીમત હીન કમીન,
લે જા દો ફલ એંઠ ગઈ તે, યહ ભી લૂંગી છીન, હે કુંતી ! તું તે યુવરાજની દાસી કહેવાય. રાજા આગળ યુવરાજ તે દાસ જ કહેવાય ને? દાસની કિંમત કંઈ ન હોય માટે તું બે આમ્રફળ લઈજા. જે બહુ બકવાદ કરીશ તે એ પણ ઝૂંટવી લઈશ. એમ કહી કુંતીને ધુત્કારીને તેની સામે બે આમ્રફળ ફેંકયા. આથી કુંતીને ખૂબ ગુસ્સો આવ્યો કે તું એમ કહેનારી કોણ? શું તારી રાણી ત્રણ કેરી ખાય ને મારી રાણીને બે જ મળે? મારે તે ત્રણ જ ફળ જોઈએ? બંને દાસીઓ વચ્ચે મેટ ઝઘડે થ.