________________
શારદા સિદ્ધિ
બંધુઓ ! વાત તે ઘણું નાની છે. ફળ તે રાજાની રાણીઓ ખાવાની છે, પણ વગર લેવાદેવાની દાસીઓ ઝઘડી પડી. જે યશોદાએ શાંતિથી કહ્યું હતું કે બહેન ! આજે પાંચ ફળ છે તે હું ત્રણ લઈ જાઉં છું પણ ફરીથી આવું બનશે ત્યારે હું બે લઈ જઈશ ને તું ત્રણ લઈ જજે તે કંઈ ઝઘડો થાત? ભીમસેન રાજાને મન તે શી વાત નાનો ભાઈ છે પણ આ દાસીએ કહ્યું કે હરિસેન તે દાસ છે. એ દાસની તુ દાસી છે માટે તેને બે જ ફળ મળશે. આ શબ્દ કુંતીને હાડહાડ લાગી આવ્યા કે બસ મારા રાજાની ને રાણીની આટલી જ કિંમત ? પોતાના રાજારાણીનું અપમાન એને ખૂબ સાચું એટલે એ બે ફળ ત્યાં ને ત્યાં જ ફેંકી દઈને કોધથી ધમધમતી રડતી રડતી સુરસુંદરી રાણીના મહેલમાં ગઈ. યશોદા તે ત્રણ ફળ લઈને હરખાતી હરખાતી સુશીલાના મહેલે ગઈ. એણે રાણીને કંઈ વાત ન કરી કે અમે બે દાસીઓ વચ્ચે આવે ઝઘડો થયો છે. કોષે ભરાયેલી કુંતી મહેલમાં જઈને રીસાઈને એક ખૂણામાં જઈને સૂઈ ગઈ. રોજ તે કેરી લઈને દોડતી આવતી ને રાણીને આપતી પણ આજે તે આવીને સૂઈ ગઈ એટલે રાણીના મનમાં થયું કે આજે દાસી ફળ લઈને કેમ ન આવી? એને શું થયું છે? લાવ હું એની પાસે જઈને પૂછું એટલે તેની પાસે આવી.
દાસીએ વાવેલા વૈરના બીજ” સુરસુંદરીએ પૂછયું હે કુંતી ! તું .. આવી ગઈ તે કેરી કેમ નથી લાવી? પણ દાસીએ કંઈ જવાબ ન આપે એટલે રાણીએ ફરીથી પૂછ્યું-કુતી! તું આટલી બધી ઉદાસ કેમ છે? તારી આંખમાં આંસુ કેમ છે? તું બગીચામાં ફળ લેવા ગઈ ત્યાં કંઈ થયું છે? ત્યારે દાસીએ રૂઆબથી કહ્યું હુ ઉદાસ ન રહે તે શું હસું ? બા ! હું તો તમારી દાસી છું પણ તમે તે રાજયના દાસી છે, ગુલામડી છે. ચતુર સુરસુંદરી સમજી ગઈ કે નક્કી કંઈક બન્યું છે. રાણી કહે-કુંતી ! શું બન્યું છે. તે મને શાંતિથી વાત કર. બા! કંઈ કહેવાની વાત નથી. આજે તે મને ઝેર ખાઈને મરી જવા દે. આવા અપમાન સહન કરવા કરતા તે ઝેર ખાઈને મરી જવું સારું છે. એમ કહી જેરથી પિતાનું ગળું દબાવી મરવાને ઢગ કર્યો ને રડવા લાગી એટલે રાણીએ કહ્યું આટલું બધું શું છે. જે હોય તે મને તરત કહી દે તે એને ફેંસલો થાય. કુંતીએ જાણ્યું કે હવે બરાબર રંગ જામ્યો છે એટલે મરચું, મીઠું નાંખી વાત બરાબર બનાવીને કરી કે બા ! શું વાત કરું ? કેરી લેવા ગઈ ત્યારે આજે આંબા ઉપર પાંચ ફળ આવ્યા હતા તે વાત કરીને કહ્યું મારું અપમાન કર્યું હોત તે ઠીક પણ આ તે ભેગું તમારું પણ ઘેર અપમાન કર્યું છે. એ યશોદાડી શું સમજે છે? હું એને બરાબર બતાવી આપીશ. એ મારા રાજા અને રાણીનું અપમાન કરનારી કેણ! બા! મેં તે ત્રણ ફળની માંગણી પણ કરી નથી પણ પાંચ ફળ જોઈને યશોદાએ મને રૂઆબથી કહ્યું કે તને આમ્રફળ લેવાને શું હક્ક છે? તું તે અમારા રાજાના દાસની ગુલામડી છે. જ્યારે