________________
શારદા સિદ્ધિ
૧૬૭ બધું કામકાજ કરવા છતાં એનું પળે પળે અપમાન કરે છે. એક નોકરાણીનું ઘરમાં માન છે એટલું વહનું માન નથી. કોઈ એને પ્રેમથી બહેન કે બેટા કહીને બોલાવનાર નથી, છતાં એ વહુ વિચાર કરે છે કે મારા જખ્ખર કર્મને ઉદય છે તેથી મને દુઃખ પડે છે, છતાં ઘરમાં રહીશ તે બે પાંચ વર્ષે પણ મારા પુણ્ય જાગશે ને મને સુખ આવશે, પણ જે ઘરમાંથી પગ કાઢીશ તે હું કયાં જઈને રહીશ ? ખાનદાન કુળની દીકરી બધું સહન કરીને હસતે મુખે ઘરમાં રહે છે તે સમય આવતાં એની કદર થાય છે ને એનું દુઃખ ટળી જાય છે, ત્યારે સાધુ તે બધું સમજીને દીક્ષા લે છે તે એમણે કેટલી ક્ષમા રાખવી જોઈએ ! જે સમયે કર્મને ઉદય થાય ત્યારે સાધુએ એ વિચાર કરે જોઈએ કે ભલે મારી કાયાને અત્યારે કષ્ટ પડે પણ મારા કર્મો ખપે છે ને ? જ્યારે મારા બધા કર્મો ખપી જશે ત્યારે મને સુખ જ મળવાનું છે? અનંતકાળથી આત્મા ઉપર જે કર્મો લાગ્યા છે તે કર્મો મને ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. એ કર્મોને ખપાવવા માટે મેં ચારિત્ર લીધું છે. કર્મોને ક્ષય કરાવી, શાશ્વત સુખ અપાવનાર એવા ચારિત્ર માર્ગને હું છોડી દઈશ અર્થાત્ ચારિત્રના વેશમાં હોવા છતાં ચારિત્રના ભાવને છોડીને બાહ્ય ભામાં રમણતા કરીશ તે મારી કઈ દશા થશે? ગમે તેટલું કષ્ટ પડે છતાં ચારિત્ર માર્ગમાં ટકી રહીશ તે મહાન સુખને ભાગી બનીશ. સંયમના ઘરમાં હોઈશ તે મારી ભૂલ થશે તે મારા ગુરૂવ મને ટકોર કરીને મારી ભૂલ સુધારશે પણ જે ક્રોધાવેશમાં આવીને નીકળી જઈશ તે મને સુધારનાર કેશુ? આવું સમજીને પહેલો યતિધર્મ જીવન સાથે જડીને સાધુએ વિચારવું જોઈએ.
બંધુઓ ! ભગવાનને માર્ગ કે ઉત્તમ છે. એને વિચાર કરીએ તે એમ જ થાય કે મોક્ષનું સુખ ત્યાગ માર્ગમાં જ છે. અમારા જેવું સુખ કેઈને નથી. કદાચ સાધુ માર્ગમાં ઉપસર્ગ આવી જાય તે ભગવાન કહે છે તે મારા સાધકો ! શ્રમણે અને શ્રમણીઓ! ઉપસર્ગ આપનાર પ્રત્યે તમે ક્રોધ ન કરે. ઉપસર્ગ કે પરિષહ આવતા દુખ પડે ત્યારે હે જીવ! તું એ વિચાર કરજે કે મારે આત્મા નરકગતિમાં ગયો ત્યાં પરમાધામીએ મને ભાલાની અણીથી વીં, કરવતથી કાપે, ઝાડ ઉપર લટકાવીને નીચે અગ્નિ જલાવીને બાળ્યો, ક્યારેક ભડભડતી અગ્નિમાં નાંખ્યો. આવા ભયંકર દુખે મેં નરક ગતિમાં વેક્યા છે. અહીં ગમે તેવા દુખે પડે પણ તે નરક જેવા તે નથી ને? તે શા માટે ક્રોધ કરે જોઈએ? તિર્યંચ ગતિમાં પણ પરાધીનપણે કેવા દુખે વેડ્યા છે? ત્યાં ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે છતાં કહેવાય નહિ. મૂંગે મોઢે બધું સહન કરવાનું. માલિકે ગજા ઉપરાંત ગાડામાં વજન ભર્યા તે ખેંચીને ચાલી શકાતું નથી. મોઢે ફણ આવી ગયા છે, પગે આંટીઓ વળી જાય છે એટલે પગ ઉપડતા નથી. તે વખતે માલિક લોખંડની તીણુ આર લેકીને લાકડીના માર મારે છે. કવિઓ પણ કહે છે