________________
શારદા સિદ્ધિ આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩માં અધ્યયનમાં ચિત્ત અને સંભૂતિની વાત ચાલે છે. એ બંને ભાઈઓને સદ્ગુરૂને સમાગમ થતાં અજ્ઞાન ટળી ગયું ને જ્ઞાનને પ્રકાશ મળે એટલે સંસારને ભયાનક અટવી સમજીને તેમાંથી પાર થવા માટે ગુરૂની પાસે સંયમ લીધે ને ત્યાગ વેરાગ્યના ઝુલણે ઝુલવા લાગ્યા અને આત્મસ્વરૂપનું ચિંતન અને મનન કરવા લાગ્યા કે અહ! આપણો આત્મા તે અજર-અમર છે. આત્મા સિવાયના પ્રત્યેક પદાર્થો જડ છે. ભગવાન કહે છે કે હે જીવ! તું જે કંઈ વાંચે કે સાંભળે તેનું ચિંતન અને મનન કર. મનન કર્યા પછી એનું આચરણ કર. આચરણ કર્યા વિના કર્મને મેલ ઉખડતું નથી. એક ન્યાય આપું.
જેમ કેઈ માણસના પેટમાં મળ જામી ગયા હોય ત્યારે ડેકટર કહે કે ભાઈ! મળ ખૂબ જામી ગયા છે. એને બહાર કાઢવા માટે તમારે દિવેલ પીવું પડશે. તે સિવાય મળ શુદ્ધિ નહિ થાય. અજ્ઞાનીએ વિચાર કર્યો કે પાશેર પીવા કરતા બશેર શરીર ઉપર રેડુ તે મારા મળ નીકળી જશે તેમ સમજી આખા શરીર ઉપર દિવેલ રેડવા માંડયું. આવા દદીને ડેકટર શું કહેશે? મૂર્ખા કે બીજું કંઈ? (હસાહસ) મૂખ. આવી જ રીતે આપણું આત્મા ઉપર અનાદિકાળથી કર્મના મળ જામી ગયા છે તેને સાફ કરવા માટે દિવેલ રૂપ ચિંતન કે મનનની ચિનગારીએ હૃદયમાં ન કંતારીએ, આચરણ ન કરીએ ને માત્ર શબ્દમાં જ રાખીએ તે શું લાભ થાય? કર્મના મળ સાફ થાય? “ના”. કર્મના મળને દૂર કરી આત્મશુદ્ધિ કરવા માટે વીતરાગ વાણીનું શ્રવણ કે વાંચન કરી ચિંતન મનન કર્યા પછી આચરણમાં ઉતારવું જોઈએ.
ચિત્ત અને સંભૂતિ નામના બંને અણગારે ખૂબ જ્ઞાન મેળવી તપ અને સ્વાધ્યાયમાં રમણતા કરતા હસ્તિનાપુરમાં પધાર્યા છે. મા ખમણના પારણુને દિવસે સંભૂતિમુનિ ગૌચરી માટે હસ્તિનાપુરમાં ફરી રહ્યા છે. સાધક આત્મા જ્યારે દીક્ષા લે છે ત્યારે પહેલા જ ગુરૂ સમજાવે છે કે હે સાધક ! તું ઉમંગભેર દીક્ષા લે છે તે તારે જીવનના અંત સુધી દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવું પડશે. દશ પ્રકારના યતિ ધર્મોમાં સૌથી પ્રથમ ધર્મ છે ખંતી. ખંતી એટલે ક્ષમા. સુભાષિતકારે કહે છે કે “સમા તુ તો નારિત” આ દુનિયામાં ક્ષમા જે બીજે કઈ તપ નથી. તે હે સાધક! તું ગમે ત્યાં જાય, ચાહે વિહાર કરતા હોય કે ગૌચરી જતો હોય કોઈ ત્યારે તારું અપમાન કરશે, માર મારશે, અરે, કઈ વધ કરે એવા પ્રસંગે આવશે, સાધુ જીવનમાં ઉપસર્ગો અને પરિષહના ઝંઝાવાતે આવશે ત્યારે તારે ક્ષમા ધારણ કરવી પડશે, જે ક્ષમા નહિ રાખે તે તારા આત્માનું બગડી જશે. સંસારમાં પણ જીવને કેટલી ક્ષમા રાખવી પડે છે. માને કે કઈ ઘરમાં ખાનદાન કુળની દીકરી પરણીને સાસરે આવી છે. વહુ ખૂબ સંસ્કારી અને ડાહી છે, પણ એના એવા જબ્બર પાપકર્મને ઉદય છે કે તે ઘરમાં કેઈને ગમતી નથી. ઘરમાં પતિથી માંડીને બધા હડધૂત કરે છે. ઘરનું