________________
શારદા સિદ્ધિ
૧૬૪ પાળી શકાશે નહિ. રોજ આવી રીતે થાય ને મારી ઉંઘ ઉડી જાય તે કેમ સહન થાય? સવાર પડે એટલી વાર. ભગવાનની પાસે જઈને એમને વેશ પાછે સેંપી દઉં. મનમાં આવા માઠા પરિણામ આવ્યા પણ તમારામાં ને એનામાં ફરક એટલો કે આજે જે કોઈને આવા ભાવ આવે તો ગુરૂને કહેવા પણ ન જાય ને સીધા રવાના થઈ જાય, પણ મેઘકુમારના ભાવ એવા ન હતા. એમણે એક જ વિચાર કર્યો કે જેનું લીધું છે તેનું પાછું આપીને જવું. સવાર પડી એટલે મેઘકુમાર ભગવાનની પાસે ગયા ને હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન તો સર્વજ્ઞ હતા. સમય સમયની, ઘટ ઘટની અને મન મનની વાત જાણે દેખી રહ્યા હતા. એમને ખબર હતી કે મારે મેઘ શા માટે આવ્યું છે? ભગવાન મીઠી વાણીથી કહે છે હે મેઘ ! જરા વિચાર કર. તારા મનમાં આ વિચાર કેમ આવ્યો? તારા જેવા પુરૂષને આ શોભે છે? તું આ સુકુમાલ મેઘ કયાંથી થયે? આવા સુખે કેમ મળ્યા? તારુ પૂર્વ જીવન તો તપાસ. તને મારા સંતોની સહેજ ઠેકર વાગી તેમાં સાધુપણું છોડવા ઉઠ? આટલું તારાથી સહન ન થયું? પણ ગતભવમાં તે કેટલું કષ્ટ સહન કર્યું?
યાદ કર યાદ કર હાથીના તનમાં, સસલું બચાવ્યું શેરબકોરમાં, કેમ મેઘ મનડાએ આવું વિચાર્યું', આજ મને સંતોએ ઠેબું માર્યું.
ભગવાને કહ્યું હે મેઘ ! તારું પૂર્વજીવન તપાસ. તે પૂર્વભવમાં શું કર્યું? તે “હાથીના ભવમાં તારા રક્ષણ માટે એક યોજન પ્રમાણ માંડલું બનાવ્યું હતું. વનમાં ભયંકર દાવાનળ લાગે ત્યારે પશુ પક્ષીઓ પોતાને જીવ બચાવવા માટે માંડલામાં આવીને ભરાઈ ગયા, ત્યારે એક સસલું રહી ગયું. એને માટે જગ્યા ન હતી. બિચાર જીવવાની આશાથી દાવાનળથી બચવા માટે આમતેમ ફાંફા મારતું હતું. એવામાં તને પગમાં ખણ આવવાથી તે પગ ઉંચે કર્યો એટલે સસલું ત્યાં આવીને ભરાઈ ગયું. મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો માણસ કે પશુ જ્યાં સ્થાન મળે ત્યાં પેસી જાય છે પણ એ વિચાર નથી કરતો કે અહીં ઊભા રહેતા કચરાઈ તો નહિ જવાય ને ? એને વિચાર કર્યા વિના સસલું ત્યાં ભરાઈ ગયું. હે મેઘ ! તુ હાથી જે તિર્યંચ પ્રાણી હોવા છતાં તે વિચાર કર્યો કે આ બિચારું સસલું જીવવાની આશાથી અહીં આવીને ભરાઈ ગયું છે. જે હું પગ નીચે મૂકીશ તો એ કચરાઈ જશે. એવી કરૂણાથી દાવાનળ શાંત ન થયે ત્યાં સુધી તે પગ ઊંચે રાખે. અઢી દિવસ પછી દાવાનળ શાંત થયો. પશુપક્ષીઓ સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા પછી તું પગ નીચે મૂકવા જતા પડશે. તે સમયે તારા ભાવ શુદ્ધ હતા. તમ્મર ખાઈને નીચે પડતા તારા પ્રાણ ચાલ્યા ગયા. હાથીના ભાવમાં પોતાના પ્રાણની પરવા કર્યા વિના સસલાની કરૂણા કરીને બચાવ્યું. તેના પ્રભાવે હે મેઘ ! તું આ ભવમાં મગધ સમ્રાટ શ્રેણીક રાજાને પુત્ર બ અને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. હે મેઘ ! એ ભવને તું યાદ કર, ભગવાનના