________________
૧૨
શારદા સિિ
કે આલોચના કરી નહિ તેથી તેની આ દશા થઈ છે. સુરેશ ગુરૂના મુખના હાવભાવ ઉપરથી કઈક સમજ્યેા. એની શ્રોતેન્દ્રિય ખુલી ગઈ. કાને સભળાવા લાગ્યું. પેાતે પૂર્વભવમાં ગુરૂની કરેલી અશાતનાનુ' ફળ સાંભળીને મુખેથી પ્રાયશ્ચિત માંગે છે ત્યાં એની વાચા ખુલી ગઈ અને ગુરૂ પાસેથી પોતે કરેલી અશાતનાનું પ્રાયશ્ચિત લીધું. આલોચના કરીને કર્માં ખપાવ્યા. સુનંદા તથા વિજયને ખૂબ આનંદ થયા. સુરેશ સુનંદાના ચરણમાં ઝૂકી પડયેા ને મુખેથી ખોલ્યા ભાભી....ભાભી... તુ' તે મારી મા છે. તું નહાત તે હું જીવતા નહાત. તે... મારે માટે કેટલા કષ્ટો સહન કર્યાં. તારા જેટલો ઉપકાર માનું તેટલો એળે છે. એમ કહીને ચોધાર આંસુએ રડીને માફી માગી. સુન...દાએ કહ્યુ ભાઈ! એમાં મે કંઈ વિશેષ નથી કર્યુ. મે'તા ભાભી તરીકે મારી ફરજ બજાવી છે. એમ કહીને પોતાના લાડકા દિયરને ભેટી પડી, પછી સુરેશે મેાટા ભાઈના ચરણમાં પડીને કહ્યુ મોટાભાઈ ! મારા નિમિત્તે આપને આજ સુધીમાં જે કઈ દુઃખ થયુ. હેાય તેની ક્ષમા માંગુ છું. આપ મને ક્ષમા આપો. વિજય ગળગળે થઈને કહે છે ઓ મારા લાડીલા વીરા ! ક્ષમા તે તારે મને આપવાની છે. મે' તને ખૂબ કષ્ટ આપ્યું છે. મને માફ કર. મેં તને ઓળખ્યા નહિ. તે તે મારુ કઈ અહિત કયુ` નથી. તું તે નિષિ છે એમ કહીને બંને ભાઇએ એકબીજાને ભેટી - પડયા. અરસપરસ માફી માંગી. હર્ષોંના આંસુ વહાવ્યા, પછી સુરેશે કહ્યુ` ભાઈ-ભાભી ! આપ મને ચારિત્ર માર્ગે જવાની રજા આપો. મારા કર્માયે મે' ઘણાં દુઃખ ભેગન્યા. હવે સથા દુઃખથી મુક્ત થવા માટે ચારિત્ર એ જ શ્રેષ્ઠ ઉપાય છે. નાના ભાઈના વૈરાગ્ય જોઈ ને મોટાભાઈ પણ પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવા તૈયાર થયા. સુનંદા તા એક સાધ્વી જેવી જ પવિત્ર હતી. એણે પણ દિક્ષા લેવાના નિર્ણય કર્યો. પોતાની બધી મિલકત દાનમાં વાપરીને ત્રણે પવિત્ર આત્માએ સયમના માર્ગે સિધાવ્યા ને ઉગ્ર ચારિત્ર પાળી આત્માનું કલ્યાણ કર્યું.
આજે મહિનાના ધરના પવિત્ર દિવસ છે. કર્મોના કાટ ઉખેડવા માટે તપની આરાધના કરવા તૈયાર થશે. આજે સમય ઘણેા થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન.
-
૧૭
શ્રાવણ સુદ ૭ ને સેામવાર
તા. ૩૦-૭-૭૯
અનેકાંતવાદ દ્વારા સત્યનુ' સશોધન કરનારા, સ્યાદ્વાદ દ્વારા સનયાને અપનાવી સત્ય ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવનારા, વિશ્વની વિરાટ અને વિરલ વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ માનવજીવન પામી, દિવ્ય જીવન જીવી પરમેશ્વર પદ પ્રાપ્ત કર્યુ.