________________
વ્યાખ્યાન નં.-૧૬ શ્રાવણ સુદ ૬ ને રવીવાર “માનવતાની મહેંક” તા. ર૯-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આગમના આખ્યાતા, વિશ્વના વિખ્યાતા અને નિર્વાણ પંથના નેતા એવા તીર્થકર ભગવંતે ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાનની જોત પ્રગટાવી. કેવળજ્ઞાનના પ્રકાશમાં જગતના છને શુભાશુભ કર્મો પ્રમાણે અનેકવિધ સુખ-દુઃખ ભેગવતા જોયા. શુભ કર્મના ઉદયથી જ ભૌતિક સુખમાં મગ્ન બની આનંદ કિલેલ કરે છે અને અશુભ કર્મના ઉદયથી જીવે એવા દુખે ભગવે છે કે જે જોતાં પણ આપણાં હૃદયમાં કંપારી છૂટે છે, ત્યારે જ્ઞાની પુરૂષો કહે છે હે જીવાત્મા! એમાં હર્ષ કે ખેદ કરવા જેવું નથી, કારણ કે કર્મ બાંધતી વખતે આત્મા કાંઈ વિચાર કરતા નથી. કર્મના બંધ ડગલે ને પગલે જીવને બંધાતા હોય છે. જેવા પ્રકારના કર્મો જીવે બાંધેલા હોય તેવા તેને ભેગવવા પડે છે. કર્મરાજાની સત્તા કેઈની શરમ ભરે તેમ નથી.
“૬ વારિણં પુત્રમાણિ જ, તમેવ વાછરુ સંપITI” સૂય. સૂત્ર
જ્ઞાની કહે છે કે પૂર્વભવમાં જીવે જેવા કર્મો કર્યા હોય તેનું ફળ જીવને આ ભવમાં કે કોઈ ભવમાં ભેગવવું પડે છે, પછી કર્મ કરનારા રાજા હોય કે રંક હોય પણ કર્મો કોઈને છેડતા નથી. ત્યાં કોઈની લાગવગ કે લાંચ રૂશ્વત ચાલે તેમ નથી. ખુદ તીર્થકર ભગવાનને પણ કમેન છેડયા છે? “ના, તે પછી આપણા જેવા પામર જીની વાત કયાં કરવી ! આ સંસારમાં જીવને ડગલે ને પગલે જાણતાં અજાણતાં કર્મો બંધાતા જાય છે. તેમાં ઘણાં તે એવા જ હોય છે કે જાણીબૂઝીને ઈરાદાપૂર્વક કર્મો બાંધે છે અને પાછા પિતાના કરેલા પાપની પ્રશંસા કરે છે. જોયુને હું કેટલે બધે હોશિયાર છું, કે બહાદુર છું. વળી પાછા આવું પાપ કરવાની બીજાને અનુમોદના આપે છે, શાબાશી આપે છે પણ એને ખબર નથી કે મારા કરેલા કર્મો મારે જ ભેગવવા પડશે. તે વખતે કોઈ છેડાવનાર કે ભાગ પડાવનાર નથી. જેમ આપણને કોઈ રેગ થયે તે પીડા આપણે ભેગવવી પડે છે ને ? ઘરના માણસે ડેકટર લાવે, દવા કરે, સેવાચાકરી કરે પણ વેદનામાં ભાગ પડાવવા કોઈ સમર્થ થાય છે ? કોઈ નહિ. માટે સમજો. આ સંસારમાં જીવ એકલે આવ્યું ને એકલે જવાનું છે. યાદ રાખજે, કર્મ બાંધીને ભેગી કરેલી રિદ્ધિ-સિદ્ધિ સાથે આવવાની નથી, અને નાહકના કર્મબંધન કરી અનંતા જન્મ મરણ વધે છે. ચોર્યાશી લાખ જીવાયેનિના લાયસન્સ લેવા પડે છે. કર્મસત્તા એવા સ્થાનમાં એવી ગતિમાં જીવને ધકેલી દે છે કે પછી એના દુઃખને આરે આવતો નથી, માટે જ્ઞાની પુરૂષો વારંવાર જીવને ટકોર કરે છે કે હે જીવ ! કર્મ બાંધતા પહેલાં તું ખૂબ વિચાર કર. એક સામાન્ય વાતમાં પણ જીવને