________________
શારદા સિદ્ધિ
૧૪૯ રામ અને સીતાજીની કેવી સેવા બજાવી તે તમે જાણે છે. ભાઈ ભાઈ વચ્ચે કે પ્રેમ હવે જોઈએ તે રામ લક્ષ્મણના જીવનમાંથી જાણવા મળે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે સંભૂતિ મુનિ સંયમ લઈને નિર્દોષ આહારની ગષણ માટે હસ્તિનાપુરમાં ઘરઘરમાં ફરે છે. નમુચિએ તેમને જોયા એટલે ઓળખી ગયો. એમના મનમાં થયું કે આ સાધુ મારા પાપની વાત પ્રગટ કરશે તો મારી પ્રધાનપદવી ચાલી જશે એટલે પિતાના પાપને ઢાંકવા માટે નમુચી પ્રધાને પિતાને દૂત મારફત સંભૂતિ મુનિને પડદા, પાટુ વગેરેને ખૂબ માર મરાવીને નગરની બહાર કાઢી મુકાવ્યા. મુનિરાજ તો માર ખાઈને ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં ગયા પછી પ્રધાનના આવા દુષ્કર્તવ્યના કારણે સંભૂતિ મુનિને ખૂબ કોધ આવી એટલે મુનિના મોઢામાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા, અને એ નગરીમાં છવાઈ ગયા. આ મુનિને ઉગ્ર તપના પ્રભાવે તેજુભેચ્છા પ્રગટ થઈ હતી તેથી એ તેજુલેસ્થાની જવાળાના પ્રકાશથી આખું નગર વ્યાપ્ત થઈ ગયું. હવે એની નગરમાં કેવી અસર થશે, ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- જિતારી રાજાએ પિતાના મોટા પુત્ર ભીમસેનને રાજ્યને કારભાર સેંપી દીક્ષા લીધી. ગુણસુંદરી રાણીએ પણ દીક્ષા લીધી. ઉગ્ર ચારિત્રનું પાલન કરી બંને એકાવતારી બન્યા. આ તરફ ભીમસેન રાજા બન્યા ને સુશીલા રાજરાણી બની. ભીમસેન રાજા ખૂબ ધમપરાયણ અને પાપભીરુ હતા. એમને રાજકાજમાં ઓછે રસ હતો. છતાં નિરસ ભાવથી રાજ્યના દરેક કામ ન્યાય નીતિપૂર્વક કરતા, પણ એમને લાગ્યું કે હું એકલે રાજ્ય કર્યું તેના કરતાં નાનાભાઈ હરિસેનને પણ જે રાજયની
ડી જવાબદારી આપવામાં આવે તે પોતાને ઘણે ભાર હળવો થઈ જાય. આ વિચાર ભીમસેને મંત્રીને જણાવ્યું. મંત્રીઓને આ વાત ગમી એટલે એ વાત સૌએ વધાવી લીધી. પછી શું કર્યું?
સારે દેશ આણ ફિરવાદી, જય જય ભીમ નરેશ,
લધુ બાંધવકે યુવરાજ પદ દીના, પ્રીતિભાવ સુવિશેષ. એક શુભ દિવસે પ્રધાનોએ ભેગા થઈને ભીમસેન રાજાને જયજયકાર બોલાવી દેશદેશમાં એમના નામની આણ ફેરવાવી અને નાનાભાઈ હરિસેનને યુવરાજપદે સ્થાપન કર્યો. બંને ભાઈઓ વચ્ચે રામ લક્ષ્મણ જે પ્રેમ હતું. બંને ભાઈની પત્નીઓ સુશીલા અને સુરસુંદરી વચ્ચે સગી બહેને જે પ્રેમ હતું. બંને ભાઈઓ ખૂબ સારી રીતે રાજતંત્ર ચલાવતા પિતાના મહેલમાં આનંદથી રહેતા હતા. થડા સમયમાં બંને ભાઈઓ પ્રજાને પ્રિય થઈ પડયા અને દેશદેશમાં એમની ખ્યાતિ ફેલાઈ ગઈ હરિસેને રાજ્યનું ઘણું કાર્ય ઉઠાવી લીધું હતું એટલે ભીમસેનને અધી ઉપાધિ ઓછી થઈ ગઈ. બંને ભાઈએ આનંદપૂર્વક સ્વર્ગ જેવા સુખે ભેગવી રહ્યા હતા.