________________
શારદા સિદ્ધિ
૧૪૭ દુર્યોધનને આ વાત ગળે ઉતરી એટલે તે પાંડવોની છાવણી પાસે આવ્યો. એને આવતે જોઈને ધર્મરાજા વિચારે છે કે ૯ ભાઈએ લડાઈમાં મરી જવાથી દુર્યોધન નિસહાય થઈ ગયું છે તેથી સંધિ કરવા આવ્યા લાગે છે. તે આપણે સંધિ કરી લેવી. આપણને પાંચ ગામ આપશે તે પણ ચાલશે. આપણે તે પાંચ ગામની માંગણી કરી હતી પણ તે આપવા તૈયાર ન થયું ત્યારે યુદ્ધ કરવું પડયું ને? હવે જે સંધિ કરવા માંગે તે આપણે લડવું નથી. એમ નક્કી કરીને દુર્યોધનને અંદર બેલાવીને ધર્મરાજા એને ભેટી પડયા ને આંખમાં હર્ષના આંસુ આવ્યા. તેને પાસે બેસાડીને આવવાનું પ્રયોજન પૂછ્યું, ત્યારે દુર્યોધને કહ્યું કે આપની હાર થાય ને અમારી જીત થાય એ માટે શું કરવું તે સલાહ લેવા આવ્યો છું. આ સાંભળીને ધર્મરાજાએ કહ્યું ભાઈ! તમે કંઈ ભાંગ તે નથી પીધી ને? ના..ના.....ભાંગ નથી પીધી. હું ખરા અંતઃકરણથી સાચી સલાહ માંગુ છું, આ સંસારમાં આપના સિવાય સાચી સલાહ આપનાર કેઈ નથી. ધર્મરાજા કેટલા પવિત્ર હશે કે શત્રુને પણ શ્રદ્ધા છે કે ધર્મરાજા કોઈ દિવસ ખોટું નહિ બોલે. બોલો, હવે ધર્મરાજા શું કરે સલાહ આપે કે ન આપે? તમે શું કરે?
ધર્મરાજા વિચાર કરે છે કે ભલે મારી જીત થાય કે હાર થાય પણ સારો માર્ગ બતાવ એ મારો ધર્મ છે. એમ વિચારીને કહે છે ભાઈ ! અમને જીતવાને ઉપાય તે તમારા ઘરમાં છે. ત્યાં દુર્યોધન કહે છે શું ક ઉપાય? મને જલદી બતાવે. ભાઈ! તારી માતા ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્ર સિવાય કેઈનું મુખ જોયું નથી. ભૂલેચૂકે પતિ સિવાય બીજા કોઈ પુરૂષનું મુખ જોવાઈ ન જાય તે માટે આખી જિંદગી આંખે પાટા બાંધી રાખે છે, એટલે એમના સતીત્વમાં એવી શક્તિ પ્રગટ થઈ છે કે એ પાટો ખેલીને જેના દેહ ઉપર દષ્ટિ નાંખે તેનું શરીર વજાનું બની જાય, તો તમે વસ્ત્રો ઉતારી નગ્ન બનીને તમારી માતા સામે જઈને ઊભા રહે અને માતા ગાંધારી આંખેથી પાટો બોલીને તમારા સમસ્ત શરીર ઉપર દષ્ટિ ફેરવે તો તમારું શરીર વજ જેવું બની જાય, પછી અમારા જેવા પાંચ તો શું, પાંચ પાંડવોને હરાવવા એ તમારા માટે રમત વાત છે. તમારા શરીરને કોઈપણું શસ્ત્ર વાગશે નહિ. આ વાત સાંભળીને દુર્યોધનના આનંદને પાર ન રહ્યો. હર્ષભેર માતા પાસે જવા દે.
આ તરફ કૃષ્ણજી પાંડેને મળવા માટે જતા હતા ત્યાં દુર્યોધન ઉતાવળો જતો સામે મળ્યો. એના મુખ ઉપર આનંદને પાર ન હતો, કૃષ્ણજી પૂછે છે દુર્યોધન ! આજે તારા મુખ ઉપર આટલો બધે આનંદ કેમ છે? ને ઉતાવળો કયાં જઈ રહ્યો છે? ત્યારે દુર્યોધને કહ્યું કે તમે તો પાંડને પક્ષ લીધે છે. અમારે કયાં લીધું છે? તમે તો મહાકપટી છે. તમારા જેવા કપરીને વાત નહિ કરું, પણ કાલે યુદ્ધભૂમિ ઉપર બતાવી આપીશ. કૃષ્ણજીએ કહ્યું ભાઈ! હું કોઈને પક્ષ લેતો નથી પણ મને