________________
૧૫૦
શારદા સિદ્ધિ
એક વખત ભીમસેનની પત્ની સુશીલા સુખરૂપે શાંત રાત્રીએ દિવ્ય શય્યામાં સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં અનેક પ્રકારના ઉચ્ચકોટિના વિવિધ રત્નાની કાંતિથી સૂર્યંની પ્રભાને આંખી પાડી દે એવુ દિવ્ય વિમાન જોયુ. સ્વપ્ન જોયા પછી નવકાર મંત્રનું સ્મરણ કરતી ભીમસેનના શયનખંડમાં જઈ મધુર સ્વરે પોતાના સ્વપ્નની વાત જણાવી. આ સાંભળીને ભીમસેન રાજાએ કહ્યુ` પ્રિયે! તને આવેલું સ્વપ્ન ઘણું શ્રેષ્ઠ છે. આ સ્વપ્ન એમ સૂચવે છે કે આપણા કુળને દીપાવે એવા યશસ્વી અને પ્રભાવશાળી પુત્ર રત્નની તને પ્રાપ્તિ થશે. આ સાંભળીને સુશીલા રાણીને ખૂબ આનંદ થયા, ત્યાર પછી સુશીલાને દાન કરવાની, ગુરૂદેવના દર્શન કરવાની શુભ ભાવનાઓ થવા લાગી. રાણીને
શુભ દોહદ થતાં તે રાજા પ્રેમથી પૂરા કરતા હતા. સમય જતાં સવા નવ માસે રાણીએ પુત્રને જન્મ આપ્યા. પુત્રના જન્મ થતાં જ દાસીએ જઈને ભીમસેન રાજાને વધામણી આપી. આ ખુશખબર સાંભળીને રાજાનું હૈયું નાચી ઊઠયુ' ને વધામણી દેવા આવનાર દાસીને હીરાજડિત વીટીની ભેટ આપી. યાચકોને ખૂબ દાન દીધું. બારમા દિવસે કુટુ ખીજનોની હાજરીમાં પુત્રનું નામ દેવસેન જાહેર કર્યું. દેવસેન દેવકુમાર જેવા તેજસ્વી અને રૂપાળા હતા. તે માતા-પિતા તથા અનેક દાસ-દાસીઓના હાથમાં રમતા દિવસે દિવસે મેટો થવા લાગ્યા.
ત્યાર પછી એ વર્ષે ફરીને સુશીલાએ સ્વપ્નમાં સુંદર વિમાન પર રહેલે ઘણા ઊંચા ઈન્દ્રધ્વજ જોયા. રાણીએ રાજાને સ્વપ્નની વાત કરી. ભીમસેને કહ્યુ... દેવી ! આ ૐ સ્વપ્નના પ્રભાવે કુળમાં દીપક સમાન પુત્ર જન્મશે. સમય જતાં તેણે સુંદર લક્ષણૈાથી શેાલતા એવા પુત્રને જન્મ આપ્યા દાસીએ રાજાને આ વધામણી આપી એટલે રાજાએ દાસીને કિમતી રત્નાના હાર ભેટ આપ્યા. દાસી ખુશ ખુશ થઈ ગઈ. ખારમા દિવસે અધા સગા સ્નેહીએની હાજરીમાં બાળકનુ નામ કેતુસેન પાડયુ. અને બાળકો એક ખીજા સાથે પ્રેમથી રમતા હતા. આ બંને બાળકોને ભીમસેન કયારેક બગીચામાં તે કયારેક ધર્મસ્થાનકમાં ફરવા લઈ જતા.
ભીમસેનના રાજમહેલથી થાડે દૂર એક બગીચો હતા. એ બગીચો અનેક પ્રકારના ફળ-કુલેથી સુશાભિત હતા. તેની વચમાં દેવે વાવેલા એક આંખા હતા, એ આંબા ઉપર દરરાજ છ ફળ આવતા હતા ને બંને ભાઈઓને ત્રણ ત્રણ ફળ આપવામાં આવતા, આ આંબાના કારણે બને ભાઈઓના સુખમય સ’સારમાં કેવી આગ ચંપાશે તેના ભાવ અવસરે.