________________
૧૪૮
શારદા સિદ્ધિ જ્યાં ન્યાય દેખાય તેને પક્ષ લઉં છું, પણ તું કયાં ને શા માટે જાય છે એ તો મને કહે. કૃષ્ણજીએ ખૂબ આગ્રહ કર્યો એટલે દુર્યોધને પોતાના વિજય માટે ધર્મરાજાએ બતાવેલા ઉપાયની વાત કહી. આ સાંભળીને કૃષ્ણજીએ વિચાર કર્યો કે આ ધર્મરાજાએ તો કંઈ બાકી રાખી નહિ, અને ભીમે તો પ્રતિજ્ઞા કરી છે કે હું દુર્યોધનની જાંઘ ચીરું તો પાંડુપુત્ર ભીમ સાચે. તો આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થશે? કૃષ્ણજી તો હતા મહાન બખડજંતર. એટલે કહે છે ભાઈ! તને ધર્મરાજાએ સલાહ તો સાચી આપી પણ એક ભૂલ કરી છે. તેને ગમે તો હું ભૂલ બતાવું.
દુર્યોધન કહે છે હા, બતાવે, એટલે શ્રીકૃષ્ણે કહ્યું બાલપણામાં માતાની પાસે નગ્નાવસ્થામાં હરવું, ફરવું, આનંદવિનેદ કરો એ શરમજનક નથી પણ આજે તું કેટલો મોટો કહેવાય ? સે ભાઈઓમાં તું સૌથી મોટો ભાઈ, તું કેટલા સંતાનને બાપ છે અને તારું શરીર પહાડ જેવું છે. આ અવસ્થામાં નગ્નાવસ્થામાં ઊભા રહેવું એ કેટલું શરમજનક કહેવાય ! અરે, તારી માતાને પણ લાજ આવશે અને એનું ગૌરવ પણ કેવી રીતે જળવાય? માતાનું ગૌરવ જાળવવું એ તો પુત્રને ધર્મ છે, તો ખાલી એક નાનકડી ચડ્ડી પહેરીને માતા સામે ઊભા રહેવામાં શું વાંધે છે? દુર્યોધનને કૃષ્ણજીની વાત સત્ય લાગી. એ તો માતા પાસે ગયો ને બધી વાત કરી. માતાને તો પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે એ તો તમે જાણે છે ને? પિતાના પુત્રને વિજય થાય તે માટે ગાંધારીએ આંખેથી પાટે છેડીને જોયું તે દુર્યોધન એક ચડ્ડી પહેરીને ઊભે છે. ગાંધારીએ તેના સામે દષ્ટિ કરી તો દુર્યોધનનું વસ્ત્ર વિનાનું શરીર વા જેવું થઈ ગયું. ટૂંકમાં જે માતાની આંખમાં પિતાના દીકરાનું શરીર વજ જેવું બનાવવાની તાકાત છે તેના સમગ્ર શરીરમાં કેટલી તાકાત હશે ? એ તાકાત અને શક્તિ સતીવ્રત પાળવાને કારણે છે.
રામચંદ્રજીએ સતી સીતાને વનવાસ નહિ આવવા માટે ખૂબ સમજાવ્યા પણ સીતાજી કંઈ સમજે ? એમણે તો એમના પતિવ્રતા ધર્મનું પાલન કરવાને દઢ નિશ્ચય કર્યો છે. સ્વર્ગ જેવા સુખને લાત મારીને સીતાજી રામચંદ્રજી સાથે વનમાં જવા તૈયાર થયા.
જબ વન જાનેકા રંગ હુઆ, સીતા કા દિલ ભી સંગ હુઆ, સુખ દુ:ખમેં પતિ કે સાથ રહે, બતલા દિયા જનકદુલારીને
સતી ધર્મકા કંકા દુનિયામેં, બજવા દિયા જનકદુલારીને. જગતમાં મહાન વ્યક્તિઓનું અનુકરણ જગતના દરેક માનવીએ કરે છે. આ મહાસતી સીતાજી પણ પિતાના ત્યાગ અને સતીત્વ દ્વારા સ્ત્રીઓને માટે ઉદાહરણ રૂપ છે. સીતાજી રામ સાથે વનવાસ જવા તૈયાર થયા. લક્ષમણજી પણ મોટાભાઈ અને ભાભીની સેવા માટે રાજભવન અને યુવાન પત્નીને છેડીને ગયા હતા. ત્યાં તેમણે