________________
શારદા સિદ્ધિ
૧પ૭
જ્યારથી સાસુજી ગયા ત્યારથી સુન`દા જેમ સાસુ સુરેશને સાચવતી એના કરતાં પણ અધિક સાચવતી હતી. એ ઊઠે ત્યારથી એ ઊંઘે ત્યાં સુધી એની પૂરેપૂરી સભાળ રાખતી ત્યારે વિજય કહેતા સુનંદા ! હવે તું આ મૂ'ગા પશુની મમતા છેોડી દે. તું એની પાછળ કેટલો ભાગ આપે છે. હવે હું એને ઘરમાં રાખવા માંગતા નથી. ખા હતા ત્યાં સુધી હું કંઇ બોલી શકતા ન હતા પણ હવે તેા મારુ' ધાતુ થશે. સુરેશ મોટાભાઈનાં મુખ ઉપરના હાવભાવથી સમજી જતા કે આ શું કહેવા માંગે છે ? ત્યારે સુનદા કહેતી કે નાથ ! આપ આ શુ' બેલો છે ? દુનિયામાં લોકે આવા મૂગા—મહેરા છેકરાઓની યા કરે છે. એમને માટે અનાથાશ્રમ ખેાલીને સેવા કરે છે તે આ તા આપણા ભાઈ છે. શુ તમને તમારા ભાઈની દયા નથી આવતી ? આ શબ્દો તમારા મુખમાં શેલે છે? આપણાં ઘરમાં શુ' દુઃખ છે? રેટલા ભેગા રોટલો ખાય છે ને આટલા મોટા ઘરમાં એક ખૂણામાં સૂઈ જાય છે. જે ખાવા આપીએ તે ખાઈ લે છે. જેવા કપડા પહેરાવીએ તે પહેરી લે છે. એ બિચારા કઇ માંગે છે ? છતાં તમે શા માટે આમ કરે છે ? ત્યારે વિજ્યે સુન દાનૈ ન કહેવાના શબ્દો કહ્યા. ક્રોધ કરીને એને મારી બેસતા, ત્યારે મૂંગા સુરેશ રડી પડતા ને ભાભીને ઇશારાથી સમજાવતા કે ભાભી ! મારા નિમિત્તે તમારે માર ખાવા પડે છે તે મને જવા ધ્ર, મને ભગવાન લઇ જશે ત્યાં જઇશ. સુરેશના ભાવ જાણી ભાભી ખૂબ રડયા. આથી સુરેશ ભાભીને વળગી પડયા. ભાભી વિના એનું કોઇ સગુ' ન હતુ.
દિયર માટે કષ્ટ વેઠતી ભાભી” :- દરરોજ દિવસ ઉગે ને વિજય કકળાટ કરે કે આ સુરેશને હવે અનાથાશ્રમમાં મૂકી દે એ ત્યાં જિંદગી પૂરી કરશે ત્યારે સુનદા કહેતી કે જો તમારે એને મૂકી આવવા હોય તો પહેલા મને મૂકી આવેા. મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એને નહિ મૂકવા દઉં. દરરોજ ઘરમાં કકાસ થતો જોઈને સુરેશ મનમાં મનમાં વિચાર કરતો, અરેરે....ભાભી મારા માટે કેટલું' સહન કરે છે ? મારી પાછળ એણે તો ભેખ લીધેા છે. આ રીતે કલેશમાં ને લેશમાં ત્રણ વર્ષ વીતી ગયા, પછી એક દિવસ સુનંદાની માતા સીરીયસ થઈ ગઈ તેથી તેને પિયર જવુ' પડે તેમ હતુ. એટલે વિજય કહે છે હવે તું આ પશુને શુ' કરીશ ? સુન'દા કહે છે હુ. એને સાથે લઈ જઈશ, ત્યારે કહે છે એ તને ત્યાં હેરાન કરશે, માટે મારું કહ્યું માનીને તું એને અહીં મૂકીને જા. હું એને કયાંય મૂકી આવીશ, ત્યારે સુનંદા ગુસ્સે થઈને કહે છે નાથ ! તમારું કાળજું તો જાણે પથ્થર જેવુ' લાગે છે કે એક લોહીની સગાઇ છતાં ભાઈને માટે તમારા દિલમાં સ્થાન નથી. એમ કરીને ખૂબ રડી. એના પતિને ખૂબ શિખામણ આપી. બીજે દિવસે સુનંદા સુરેશને લઈને પિયર આવી. ત્યાં માતાએ પ્રાણ છેડી દીધા. સુનંદા છાતીફાટ રૂદન કરવા લાગી. અહે પ્રભુ! આ શું કર્યું ? સાસરેથી સ્નેહાળ સાસુજી ગયા ને પિયરમાંથી