________________
શારદા સિદ્ધિ
૧૫૫ હોય છે, એટલે માતા સુરેશને પ્રેમથી ઉછેરતી હતી. વિજય બાવીસ વર્ષનો થયે એટલે એને કઈ સારા ઘરની સંરકારી કન્યા સાથે ખૂબ ધામધૂમથી પરણ. કન્યાનું નામ સુનંદા હતું. જેવું એનું નામ હતું તેવા જ એના ગુણ હતા. સુનંદા બહુ ડાહી ને ગંભીર હતી. બેલે તે જાણે એના મુખમાંથી અમી ઝરે, પણ એને પતિ વિજય ખૂબ ક્રોધી હતું. તેને નાનો ભાઈ સુરેશ તે પહેલેથી જ ગમતું ન હતું, પણ જ્યાં સુધી માતા બેઠી હોય ત્યાં સુધી એનું શું ચાલે? આ બે દીકરાથી દીકરી મટી હતી. એ તે એના પિતાજી જીવતા સાસરે ગઈ હતી, તેનું નામ શર્મીલા હતું. એને પણ નાનો ભાઈ ગમતું ન હતું. માતા બધું સમજતી હતી કે હું છું ત્યાં સુધી આ છેકરાને પાળીશ પછી આ ભાઈ કે બહેન એને પાળે તેવી આશા નથી. સુરેશ બિચારે બેલી શક્તો ન હતો, કંઈ સાંભળતું ન હતો પણ અંદરથી બધું સમજતો હતે. માણસના મુખ જોઈને એ બધું સમજી જતા કે આને મારા ઉપર પ્રેમ છે કે નહિ!
વહુને ભલામણ કરતા સાસુ” - મોટાભાઈ કે મેટી બહેન સુરેશ તરફ કદી પ્રેમભરી દૃષ્ટિથી જોતા ન હતા કે કદી એક લેહીની સગાઈની લાગણી વ્યક્ત કરતા ન હતા. બહેન તે ક્યારેક આવતી પણ ભાઈ તે ઘરમાં રહેતા એટલે બિચારે રાંક પશુ જે સુરેશ વિજયની મુખાકૃતિ જોઈને ધ્રુજી ઉઠતે. જેમ પારેવું બિલાડીને જોઈને ફફડે તેમ એ ફફડતે હતે. સુનંદા પરણીને આવ્યા પછી મહેમાનો બધા પિતાપિતાને ઘેર વિદાય થયા. વિજય કામધંધા માટે બજારમાં ગયે એટલે સાસુ-વહ અને સુરેશ ત્રણ જણ ઘરમાં હતા. સાસુજી જમીને સૂતા ત્યારે વિનયી વહુ સુનંદા સાસુજીના પગ દાબવા ગઈ ત્યારે સાસુએ ખૂબ નમ્રતા અને મીઠાશથી કહ્યું બેટા સુનંદા! તું ખૂબ સંસ્કારી ને ડાહી છે, વળી શ્રીમંત ઘરની છે એટલે તારામાં ઉદારતા પણ ઘણી છે. મને તે તારું મુખ જોઈને એમ જ લાગે છે કે તું મારા ઘરની કુળદેવી છે. બેટા! હું તારી પાસે એક વચન માંગુ છું. ઘરમાં લક્ષ્મીનો તૂટો નથી, બધી રીતે સુખ છે પણ મારા પૂર્વકર્મના ઉદયથી આ મારે સુરેશ જન્મથી મૂંગે ને બહેરે છે. બિચાશે પશુ જેવું છે. એને ખાવા આપીએ તે ખાય ને પાણી પીને એક ખૂણામાં બેસી રહે છે. હું જીવું છું ત્યાં સુધી તે કઈ ચિંતા નથી પણ આ જિંદગીનો શું ભરોસો છે? મારા અંતિમ સમયે કદાચ હું બેભાન હઉ, કદાચ ભાનમાં હોઉં ને બોલી ન શકું તે તમને ભલામણ કરવાની રહી જાય તેથી અત્યારથી તારી પાસે વચન માંગુ છું. તું મારા સુરેશને સાચવજે. એની ખબર લેજે, નહિતર એની હાલત કૂતરા જેવી થઈ જશે. બેટા! લોકે મૂંગા પશુઓની દયા કરે છે, એને પાળે છે ને પિષે છે. તે આ એક પશુ જેવા ગરીબ બાળકને તું પાળજે. ભગવાન તને સુખી કરશે. બાકી મારો વિજય કે શમલા તે એના સામું જોવે તેવા નથી, તેમાં પણ વિજય તે એને પશુખાનામાં મૂકી આવશે. એને જરા પણ દયા નથી. આટલું બોલતાં સાસુનો કંઠ રૂંધાઈ ગયે ને આંખમાંથી બોર બોર જેવા આંસુડા સરી પડયા.