________________
૧૫૪
શારદા સિદ્ધિ બંધુઓ ! આવું સાંભળ્યા પછી મહારાજાને કેવી રીતે છતાય, કર્મબંધન કેવી રીતે છૂટે, ડગલે પગલે બંધાતા કર્મોથી આત્મા કેવી રીતે મુક્ત બને તે માટે કેવી તૈયારી કરવી પડશે તેને વિચાર કરજે. બાકી મહરાજા તેફાન કરવામાં બાકી રાખતું નથી. મહારાજાએ તે ઘણાં ઊંચે ચઢેલાને પાડી નાંખ્યા છે. ભલભલાના ગેટલા અને છેતરા કાઢી નાખ્યા છે. જેમાં મહારાજાની મહાસેના જેઈને ડર્યા નહિ, પાછા પડ્યા નહિ, ગમે તેવી મુશીબતે સામે નીડર રહીને ધર્મરાજાને શરણે જઈ તેમનું શરણ સ્વીકાર્યું તે આત્માએ અનંત સુખના ભક્તા બની ગયા. જે મારે ને તમારે પણ એવા સુખના ભક્તા બનવું હોય તે જ્ઞાની કહે છે કે,
એવી કદી ન કરીએ મોજ, પાછળથી આવે કર્મની ફોજ, ખબરદાર તે કરે સાચી ખેજ, એમાં બને દિવાના રોજ હે આત્મા! તું હરાજાને તાબે થઈને મોજમઝા ઉડાવવામાં ભાન ન ભૂલીશ. આ સ્થાન તે એવું છે કે સહેજ ભાન ભૂલ્યા તે પાછળ કર્મરાજાની મોટી ફોજ તારી પાછળ ઉભેલી છે તે તને એવી ઘેરી વળશે કે એમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડશે. જેને કર્મરાજાની ફોજમાંથી મુક્ત થવાની લગની લાગી છે એ તે સતત સાવધાન બનીને આત્માની બેજ કરે છે. . આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનની વાત ચાલે છે. નમુચિ પ્રધાને સંભૂતિ મુનિને ખૂબ માર માર્યો એટલે મુનિના દિલમાં ક્રોધાગ્નિએ પ્રવેશ કર્યો. સમતારૂપ રૂપ જળ બળી ગયું. ભયંકર ક્રોધ આવવાથી તેજુલેશ્યાના કારણે મુનિના મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા ને હસ્તિનાપુરમાં વ્યાપી ગયા. જેમ અગ્નિના ભડકા બળતા હોય તેવી ગરમી લાગી, તેથી નગરજનો ડરથી આમતેમ નાસભાગ કરવા લાગ્યા. શા માટે આમ બન્યું છે તેની કેઈને ખબર નથી. આ કેઈ દૈવી કોપ થયો છે એમ સમજતા હતા. આ તે અગ્નિનો ભય છે પણ ઘણી વખત માણસનો કોઇ એવો ભયંકર હોય છે કે માણસ ધ્રુજી ઊઠે છે, પણ આ તે “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી તે ઘણું રત્નોને ધારણ કરનારી છે. એમાં કંઈક છે કોધી હોય છે તે કઈ ક્ષમાશીલ હોય છે. તેમને માથે ગમે તેવા સંકટ આવે છતાં ક્ષમા છેડતા નથી. અંતે એની ક્ષમા અને શીતળતા રૂપ પાણું આગળ કોધાગ્નિને ઠરી જવું પડે છે. એને પુરા આપતી એક કહાની તમને સંભળાવું.
એક માતાને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાનો હતા. મોટા પુત્રનું નામ વિજય અને નાનાનું નામ સુરેશ હતું. પુણ્યોદયે સંપત્તિ ખૂબ હતી પણ સંતાનોને મૂકીને પિતા સ્વર્ગવાસ થયા. વિજ્ય અને સુરેશ વચ્ચે દસ વર્ષનું અંતર હતું. વિજય વીસ વર્ષને થયે ત્યારે સુરેશ દશ વર્ષનો હતો. પાપ કર્મના ઉદયે સુરેશ જન્મથી મૂંગે ને બહેરે હતે પણ ગમે તે દીકરી હોય તે પણ માતાને તે વહાલો