________________
શારદા સિદ્ધિ
૧૪૫
સ'તાનાના આરોગ્ય ખાતર પેાતાના આરાગ્યની પરવા ન કરનાર એવી વ્યક્તિ જો કોઈ દુનિયામાં હાય તા તે એક માતા છે. મા શબ્દનું ઉચ્ચારણ વિનાનું એક પણ મનુષ્યનું મુખ નિહ હાય. જે મા શબ્દમાં આટલી તાકાત છે તે માતામાં કેટલી શક્તિ હશે ? પણ આજે તે માતાને બદલે મધર કહેતા થઈ ગયા ને માને અદ્ધર ઉડાડતા થયા. અરે.... ુવે તે મધર ગઈ ને મમ્મી આવી. મમ્મી કહેતા થયા ને વાત્સલ્યનું અમી ચાલ્યુ. ગયું.
કૌશલ્યા માતાના દિલમાં પુત્ર પ્રત્યેનો અપાર પ્રેમ હતા એટલે પુત્રના વનવાસ જવાની વાત સાંભળી પારાવાર દુ:ખ થયુ. માતાના હૃદયની વેદના અને માતાના અતરનો પ્રેમ તે સાચા ભક્તિવાન પુત્ર સમજી શકે. આજકાલના પુત્રાને માતાની કિંમત નથી. કળિયુગમાં એવા દીકરાએ પણ હાય છે કે માતાની વેદના કે રૂદન જોઈ ને પણ અંતરમાં યા ઉત્પન્ન થતી નથી. મા પેાતાના માળકોને કેટલા કષ્ટો વેઠીને પાલન પાષણ કરી મેાટા કરે છે. એ તેા જનેતા સિવાય ખીન્નુ* કાણુ સમજી શકે ?
माता यस्य गृह नास्ति, भार्या या प्रियवादनी ।
अरण्यम् तेन गन्तव्यम्, यथा अरण्यम् तथा गृहम् ॥
જેના ઘરમાં જનેતા કે પ્રિયવાદીની પત્ની ન હેાય એ માનવ માટે ઘર પણુ - અરણ્ય સમાન છે. જેને માતા હાય એ ભાગ્યશાળી ગણાય. માતા કૌશલ્યાએ રામને વનમાં ન જવા માટે ઘણા આગ્રહ કર્યાં, ઘણું સમજાવ્યા પણ રામે માતાને ખૂબ પ્રેમથી સમજાવીને રજા મેળવી, અને માતાએ આશીર્વાદ આપ્યા કે બેટા ! તારા પિતાની આજ્ઞાનું પાલન કર. માતાના આશીર્વાદ લઈને રામચંદ્રજી પેાતાના મહેલમાં આવ્યા. અત્યારે સીતાજીને પણ આનંદનો પાર ન હતા કે આજે હું રાજરાણી બનીશ. ત્યાં અચાનક પતિને આવતા જોયા એટલે પ્રેમથી સ્વાગત કર્યુ. પતિને આનતિ અને પ્રસન્ન જોઈ ને અચાનક આગમનનું કારણ પૂછ્યું ત્યારે રામચંદ્રજી બધી હકીકત કહે છે ને કહે છે સાચા પુત્ર તે એ જ કહેવાય કે જે માતા-પિતાના વચન અને આજ્ઞાનુ પાલન કરે. આજે એ અવસર મને પ્રાપ્ત થયા છે. હું વનવાસ જાઉં છું. જો તમારી ઈચ્છા હાય તે। અહી` રહીને સાસુ સસરાની સેવા કરો. સેવા કરવી એ તમારી ફરજ છે. કદાચ પિયર જવાનું મન થાય તે પણ ખુશીથી જો.
પતિના મીઠા મધુરા વચના સાંભળીને સીતાજીને એક તરફ આનંદ અને ખીજી તરફ દુઃખ થયું. માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પતિ સ્વર્ગીય સુખાને છોડીને વનવાસ જાય છે એવા મહાન પતિની પત્ની બનવાનુ` સૌભાગ્ય મળ્યુ છે તેના સીતાજીને આનંદ અને ગૌરવ થાય છે ને અહી રહેવાનુ કહ્યું તેનું દુઃખ થયુ. તે ખોલ્યા કે નાથ ! તમને તમારા ધર્મીનુ` પાલન વહાલુ છે તેમ મને પણ મારે ધમ વહાલો છે. સતી સ્ત્રીના ધર્મ પતિની સાથે રહીને એમની સેવા કરવાના છે, આપ
શા. ૧૯