________________
૮૭.
શારદા સિદ્ધિ
દેવાનુપ્રિયે! આ કૌમુદી ક્રોધ અને અભિમાનને વશ થઈને મધરાત્રે ઘર છોડીને ચાલી ગઈ. ત્યાર પછી એને કેવા કેવા દુઃખ સહન કરવા પડયા એ તમે સાંભળી ગયા ને? આ કૌમુદી પિતાના જીવનમાં ક્રોધ અને અભિમાનને કરૂણ અંજામ જીવનમાં અનુભવી લીધા પછી ક્ષમા અને સરળતાની સાક્ષાત પ્રતિમા બની ગઈ હતી. જે કૌમુદી પહેલા ક્રોધને દાવાનળ હતી તે હવે ક્ષમાને સાગર બની ચૂકી હતી. ગમે તેવા પ્રસંગોમાં પણ તે કદી ક્રોધ કરતી ન હતી. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે હવે પ્રાણાંત કષ્ટ થાય તે પણ ક્રોધ કરવાનું કાળું પાપ કદાપિ નહિ કરું. એ હવે તે એવી પવિત્ર બની ગઈ હતી કે એની ક્ષમા અને શીયળની ખુદ દેવલોકના દેવે પણ પ્રશંસા કરતા હતા. આ રીતે ઘણે સમય પસાર થઈ ગયે.
એક વખત એ નગરની બહાર ઉદ્યાનમાં કઈ મહાજ્ઞાની, થાની અને પ્રશાંત મુનિરાજ ધ્યાનમાં ઊભા હતા. તે વખતે કેણ જાણે ક્યાંકથી અચાનક આગ લાગી અને મુનિનું શરીર અગ્નિના દાહથી બળવા લાગ્યું. છતાં મુનિવરનું મન તે વિરાગની મસ્તીના ઝુલણે ઝુલી રહ્યું હતું. મુનિ તે દેહની આસક્તિથી વિરક્ત હતા. આગ ઓલવાઈ ગઈ. મુનિ તો સમભાવે વેદના સહન કરવા લાગ્યા. પણ તેમને કેમ સારું થાય તે માટે શેઠ શૈદરાજને લઈ આવ્યા, ત્યારે વૈદે કહ્યું જે કયાંયથી લક્ષપાક તેલ મળે તો જલ્દી સારું થઈ જાય. લક્ષપાક તેલ ખૂબ મૂલ્યવાન છે. એ કંઈ બધાના ઘરમાં નથી હોતું. આ કૌમુદીને ઘેર લક્ષપાક તેલ છે એ વાત આ શેઠ જાણતા હતા, તેથી શેઠે બે મુનિરાજેને એને ત્યાંથી તેલ વહેરી લાવવાની વિનંતી કરી. બંને મુનિરાજે કૌમુદીને ઘેર લક્ષપાક તેલ લેવા માટે આવ્યા. મુનિરાજેને પિતાને ઘેર આવતા જોઈને કૌમુદીનું હૃદય હર્ષથી વિકસી ગયું ને ઊભી થઈ સાત આઠ પગલા સામી જઈને બોલી પધારે....પધારે.....ગુરૂદેવ ! સંતે પિતાના ઘરમાં આવીને ઊભા રહ્યા એટલે ભાવપૂર્વક કહે છે ગુરૂદેવ ! આપને કઈ ચીજને ખપ છે? જે ખપ હોય તે વિના સંકોચે ફરમાવી મને લાભ દેવા કૃપા કરો. બરાબર આ સમયે દેવલોકમાં ઈન્દ્ર મહારાજા દેવેની સભામાં કૌમુદીની ક્ષમાશીલતાના ગુણગાન કરી રહ્યા હતા. હે દે ! અત્યારે આ પૃથ્વી તલ ઉપર સતી કૌમુદી જેવી કેઈની ક્ષમાશીલતા નથી. દેવે પણ તેની ક્ષમાને ખંડિત કરવા સમર્થ નથી.
કૌમુદીની ક્ષમાની પરીક્ષા કરતા દેવો”:- ઈન્દ્રના મુખેથી મૃત્યુલેકની એક સ્ત્રીની આટલી બધી પ્રશંસા સાંભળી. તે એક દેવને અનુચિત લાગી કે ખુદ ઈન્દ્ર મહારાજા મૃત્યુલોકની એક નારીની આટલી બધી પ્રશંસા કરે ! આપણે ત્યાં પણ કઈ ગુણીયલ વ્યક્તિની કઈ પ્રશંસા કરે તે ઈષ્યાળુથી સહન થતું નથી તેમ દેવલોકમાં પણ એવું જ છે. કૌમુદીની પ્રશંસાથી અસહિષ્ણુ બનેલા દેવ કૌમુદીની પરીક્ષા કરવાને નિર્ણય કરીને તે જ સમયે અદશ્યપણે કૌમુદીને ઘરમાં આવ્યું. આ સમયે બે મુનિઓ