________________
૧૧૪
શારદા સિદ્ધિ સામાયિકના શુદ્ધ સ્વરૂપને જીવ સમજે છે ત્યારે સંસારમાં બેઠો હોય છે છતાં એને સંસાર ભૂલાઈ જાય છે અને ઘસંજ્ઞાથી સામાયિક કરનારાઓ સામાયિકમાં બેઠા હોય છે છતાં એમને ક્ષણે ક્ષણે સંસારનું સ્મરણ થયા કરે છે. બે ચાર સરખે સરખી બહેને સામાયિક લઈને બેઠી હોય ત્યારે પણ સંસારની વાત ચાલતી હોય છે. હું તે તમને બધાને કહું છું કે બાહ્યભાવે ઘણું સામાયિક કરી, સંસારની વાતે ઘણું કરી. હવે તે આત્માની વાત કરે. ધર્મચર્ચા કરે તે તમારી નાનકડી ધર્મક્રિયા પણ મહાન ફળને આપનારી બને.
શ્રેણીક રાજા પુનીયા શ્રાવકને ઘેર એક સામાયિકનું ફળ માંગવા ગયા ત્યારે શ્રાવકે કહ્યું મહારાજા ! એક શું, આપને જેટલી સામાયિકનું ફળ જોઈએ તેટલું આપી દઉં, ત્યારે મહારાજા શ્રેણીક કહે છે શ્રાવકજી? તમારી એક સામાયિકના ફળનું જેટલું મૂલ્ય થતું હોય તેટલું પહેલા લઈ લે, મારે મફત નથી જોઈતું. જેના રોમેરોમમાં સમતારસ ભરેલે છે એ શ્રાવક કહે છે કે એનું મૂલ્ય કેટલું છે તે હું જાણતા નથી. તમને જેણે લેવા મેકલ્યા હોય તેમને પૂછી આવે. શ્રેણીક મહારાજા ભગવાનને પૂછવા માટે ગયા ત્યારે ભગવાને કહ્યું હે શ્રેણીક! પુનીયા શ્રાવકની સામાયિક એ માત્ર દેહની સામાયિક નથી પણ આત્મિક ગુણની સામાયિક છે. એનું મૂલ્ય જગતમાં કઈ પણ વસ્તુથી આંકી શકાય તેમ નથી. આ તે માત્ર તમને આશ્વાસન માટે કહ્યું હતું. ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેણીક રાજાને સામાયિકનું મૂલ્ય સમજાયું. બાળક નાનું હોય ત્યારે સ્કુલે પાટી અને પેન લઈને ભણવા જાય છે. પહેલા તે તે આડાઅવળા લીટા દેરે છે પાટી પછાડે છે ને કંઈક કરે છે. છતાં એના ટીચર સમતા રાખે છે કે ભલે, મારે વિદ્યાથી લીટા દોરે ને પાટી પછડે. આમ કરતાં છ મહિને તે એકડે લખતા શીખશે ને ? અને બાળક છ મહિને એકડો લખતા શીખે છે પછી ક્રમે ક્રમે આગળ વધતાં એ જ ઠેઠ વિદ્યાથીઓમાંના કેઈ ડાકટર, કેઈ વકીલ, કેઈ એજીનીયર, બેરીસ્ટર, ટીચર બને છે. તે અહીં તમે વર્ષોથી આવે છે, સામાયિકાદિ કરો છે, છતાં સમતારસને એકડે હજુ ન આવડે તે અમારે તમને કેવા કહેવા? વર્ષોથી સામાયિક કરવા છતાં જે એનું મૂલ્ય સમજતા નથી એ ઠોઠ વિદ્યાર્થી કરતા પણ ઠેઠ છે.
શુદ્ધ સામાયિક કરવી તેમાં ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં પણ જીવને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી તેને અને તે સંસાર વધે છે, જમાલી એક વખતના ભગવાનના ભાણેજ અને જમાઈ હતા. તેમણે ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. ખૂબ જ્ઞાન ભણ્યા, પછી એક વખત પ્રભુને કહે છે આપની આજ્ઞા હોય તે હું મારા પ૦૦ શિષ્યની સાથે અલગ વિચારું. ભગવાન એનું ભાવિ જાણતા હતા એટલે માન રહ્યા.