________________
શારદા સિદ્ધિ
૧૩૩ કાગડા કાકા....કરીને ઘેરી વળ્યા હતા. તે જોઈને આ છોકરાના મનમાં થયું કે આ ગાયને આટલા બધા કાગડા કેમ ઘેરી વળ્યા છે? લાવ જેવું તે ખરે.
ગાય ઉપર કરૂણુ વરસાવતે બાળક” – આ આઠ વર્ષનો બાલુડે ગાયની પાસે ગયે. જઈને જોયું તે ગાયની પીઠ ઉપર એક ચાંદુ પડેલું હતું, એટલે કાગડા એમાં ચાંચો મારીને એને હેરાન કરતા હતા. જાણે મીજબાની મળી ગઈ હોય એમ કાકા-કરીને બીજા કાગડાને બોલાવતા. ગાયને અસહ્ય પીડા થતી તેથી આમતેમ આળોટતી પણ પેલા કાગડાનું ટોળું તે એને હેરાન કરતું. આ દશ્ય જોઈને આઠ વર્ષના બાળકના દિલમાં કરૂણાની કંપારી આવી ગઈ. એની અસહ્ય પીડા જોઈને એના રૂંવાડા ખડા થઈ ગયા. એના મનમાં થયું કે થોડા દિવસ પહેલા મને એક ગુમડું થયું હતું. તેના ઉપર ભૂલથી કોઈનો હાથ અડી જતા તે કેટલું દુઃખ થતું ! તે આ બિચારી ગાયને આટલા બધા કાગડા જોરજોરથી ચા મારે છે તો એને કેટલું દુઃખ થતું હશે ? એણે ગાયને હેરાન કરતા કાગડાઓને ઉડાડી મૂક્યા ને પોતાના માથે બાંધેલો કિંમતી સાફો છેડીને ગાયને ઓઢાડી દીધે. પેલા નેકરે કહ્યું બાબા ! આ શું કરે છે? આ સરસ સાફો ગાયને ઓઢાડી દેવાય ? ત્યારે છોકરાએ કહ્યું આ ગાયની પીડા તે જુએ. મારે સાફો ઓઢાડતા જે એ જીવને સુખ થતું હોય તે શા માટે ન ઓઢાડું? એની અસહ્ય વેદના આગળ મારા સાફાની કોઈ કિંમત નથી. નેકર કહે છે, પણ જલ્દી ચાલ, તારે સ્કુલે જવાનું મોડું થશે. ભલે થાય. મારાથી બનતી સેવા કરીને જ સ્કુલે જઈશ. એણે તે આજુબાજુમાંથી પાણી લાવીને ગાયની પીઠ ઉપર પડેલા ચાંદાને સાફ કર્યું*, પછી એના ખિસ્સામાં પૈસા હતા તેમાંથી વિદ પાસે જઈને દવા લઈ આવ્યા ને ગાયના ચાંદા ઉપર લગાવી રૂ મૂકી તેના ઉપર પાટાને બદલે પિતાને સાફો બાંધી દીધે. રસ્તે આવતા જતા માણસો જોવા માટે ઊભા રહ્યા. તેમાં ઘણું એમ બેલવા લાગ્યા કે જે મોટે દયાને દીકરો ! આવી તે સેવા કરવાની હોય ? ત્યારે ઘણાં એની કરૂણ જેઈને પ્રશંસા કરવા લાગ્યા કે ધન્ય છે એના માતા-પિતાને કે આ સંસ્કારી દીકરે એમને ઘેર જપે છે. આટલો નાનો છે છતાં એનામાં કરૂણા કેટલી છે ! તે એ મોટે થશે ત્યારે કેવો દયાળુ બનશે !
કામ પતાવીને બાળક સ્કુલે ગયો ત્યારે એના ટીચરે પૂછયું કે આજે આટલો બધે મોડો કેમ આવ્યો ? ત્યારે છોકરાએ કહ્યું કે સાહેબ ! આપે જ અમને શીખવાડયું છે કે પ્રાણીમાત્રની દયા કરવી તે પહેલો ધર્મ છે, તેથી હું કામ માટે રસ્તામાં કાઈ ગ ને અહીં આવતા મોડું થયું. આ સાંભળીને ટીચરને ખૂબ આનંદ થયે. અહે, આપણે તો માત્ર બેલીને બીજાને ઉપદેશ આપીએ છીએ પણ જીવનમાં અપનાવતા નથી, જ્યારે આ વિદ્યાર્થી એ તો જીવનમાં અપનાવ્યું છે. શિક્ષકને લાગ્યું કે જરૂર