________________
શારદા સિદ્ધિ
૧૩૯ કસેટને અવસર ગણાય, માટે તું મોતથી ડરતે નહિ. રાજાને તું શત્રુ ન માનીશ. મિત્ર માનજે. એ તે નિમિત્ત છે. તેમના પર રેષ રાખવાનું હોય નહિ. હે આત્મા! આવા સમયે તું શાંતિ ધરજે. કલ્યાણમિત્ર સમાન ધર્મ તને સંસાર સાગર તરવામાં સહાયભૂત બનશે. હવે મૃત્યુથી ડરવું શા માટે? મંત્રીએ આ પ્રમાણે મનમાં હિત શિક્ષા ગ્રહણ કરીને નિશ્ચય કર્યો. રાજા પ્રધાન પાસે આવીને કહેવા લાગ્યા કે હે મંત્રીશ્વર ! તમારી ધર્મ ઉપરની દઢ શ્રદ્ધાથી તમે બચ્યા. હું પણ બ ને રાજ્ય પણ સલામત રહ્યું, માટે તમે આ મંત્રી મુદ્રાને પુનઃ સ્વીકાર કરે. આજથી તમારે પગાર ડબલ કરવામાં આવે છે. તેમજ હવે પછી તમારા ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ ડખલ ઊભી ન થાય તેવો પ્રતિબંધ યોજવામાં આવશે. તમારી ધર્મક્રિયા પૂર્ણ થાય એટલે ફરજ બજાવવા હાજર થજે અને મારા જેવા નાસ્તિકને પણ ધર્મના માર્ગે વાળજો. એમ કહીને રાજા પ્રધાનને માનભેર રાજદરબારમાં લઈ ગયા. બંધુઓ ! ધર્મનો પ્રભાવ કે છે ! પ્રધાનની કસોટી થઈ પણ જે દઢ રહ્યા તે કસોટીમાંથી પાર ઉતરી ગયા ને આખરે ધર્મને જયજયકાર થયે. હીરાને સરાણે ચડવું પડે છે ત્યારે તેના મૂલ્ય અંકાય છે. સોનાને અગ્નિમાં બળવું પડે છે ત્યારે તેની તેજસ્વીતા દેખાય છે ને એની કિંમત અંકાય છે. એમ ધર્મમાં પણ કટીના સમયે જે સ્થિર રહે છે તેના જીવનના મૂલ્યાંકન થાય છે.
હવે આપણ ચાલુ અધિકારની વાત કરીએ. બંને ભાઈઓને પિતાની જાતિનું અપમાન સહન નહિ થવાથી આપઘાત કરવા માટે પર્વત ઉપર ચડ્યા પણ એમના મહાન પુણ્યોદયે ત્યાં એમને સંતના દર્શન થયા. સંતે એમને અહીં આવવાનું કારણ પૂછયું, એટલે બાળકોએ અથથી ઇતિ સુધીની બધી વાત મુનિ સમક્ષ રજુ કરી, ત્યારે કરૂણાસાગર મુનિએ કહ્યું કે બાલુડા ! આ રીતે આપઘાત કરીને મરી જવાથી કંઈ તમારા સત્કાર-સન્માન થવાના છે? તમે બંને આટલી બધી કળાઓ શીખેલા છે? એટલે તમે બુદ્ધિશાળી ઘણાં છે, તો મહાન પુણ્યોદયે મળેલા મનુષ્યભવને આવી નાની બાબતમાં આપઘાત કરીને વેડફી નાંખે એ શ્રેયકારી નથી. તમારા જેવા બુદ્ધિમાનેને આવું શભાસ્પદ નથી. તેના કરતા તે સર્વોત્તમ માર્ગ તો એ જ છે કે તમે મુક્તિમાર્ગને આશ્રય લઈને તમારા મનુષ્યજન્મને સફળ કરે. મુનિરાજની આવી દિવ્યવાણી સાંભળીને બંને ભાઈઓને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી. દીક્ષા લઈને આગનું સારી રીતે અદયયન કર્યું. બંને ગીતાર્થ બન્યા. ગુરૂદેવની આજ્ઞાથી તેઓ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ. મા ખમણ વગેરે તપશ્ચર્યા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા હસ્તિનાપુર આવ્યા અને નગર બહાર ઉઘાનમાં ઉતર્યા.
એક વખત માસખમણના પારણાને દિવસે સંભૂતિ મુનિ નગરમાં જઈને એક ઘેરથી બીજા ઘેર ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. જ્યારે તે ફરતા ફરતા રાજમાર્ગ