________________
શારદા શિહિ
૧૪૧ વધુ વધે તેવી રીતે રાજ્યવહીવટ કરજે. રાજ્યના બધા ધર્મોને સરખું માન આપજે. સાધુસંતે તેમજ વિદ્વાનોનું સન્માન કરજે, પ્રમાદનો ત્યાગ કરીને રાજકાર્ય કરજે. ભીમસેને વિધિપૂર્વક પિતાની આજ્ઞા માથે ચઢાવી અને પછી પ્રજાજનોએ જોરશોરથી ભીમસેન રાજાનો જય હે, વિજય હે, એવા વિનિથી રાજસભાને ભરી દીધી.
પછી જિતારી રાજાએ જહદી દીક્ષાની તૈયારી કરી. ગુણસુંદરી રાણી પણ રાજાની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. બંને જણાએ ચંદ્રપ્રભ મહારાજ પાસે આવીને દીક્ષા અંગીકાર કરી. આ ઉપરાંત બીજા ઘણાં ભવ્ય છાએ રાજા-રાણી સાથે દીક્ષા લીધી. તે સિવાય કોઈએ બાર વ્રત અંગીકાર કર્યા, તે કેઈએ એક ચોથું વ્રત અંગીકાર કર્યું ત્યારબાદ ઘણાં વર્ષો સુધી રાજા-રાણી ચારિત્રરત્નનું નિરતિચાર સમ્યગુ પાલન કરીને આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્યભવ પામીને મોક્ષમાં જશે. રાજા-રાણીએ તે પિતાનું કાર્ય સાધી લીધું. હવે આ બંને ભાઈઓની શી વાત ચાલશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૧૫ શ્રાવણ સુદ ને શનીવાર
તા. ૨૮-૭-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે આ વિરાટ વિશ્વના વહેતા પ્રવાહમાં અનેક જીવે પોતાનું જીવન જીવે છે ને સમય પૂરો થતાં કાળરાજાના સકંજામાં સપડાય છે. આ પ્રમાણે અનંતા કાળચક્રો પસાર કર્યા. આ કાળરાજાની કેદમાંથી મુક્ત બનાવી આધ્યાત્મિક વિકાસની કેડી પર ચઢાવનાર જે કઈ જીવન હોય તે તે માનવજીવન છે. માનવજીવન પામીને આધ્યાત્મિક વિકાસની જેને જિજ્ઞાસા જાગી હોય તેને ભગવાન કહે છે કે હે સાધક ! તું સાવધાન બની જા. मुहं मुहं मोहगुणे जयन्तं, अणेगरुवा समणं चरन्त । Iણા સનિ શમન , તેલક્ષે જમવહુ માસ પહેલે ઉત્ત. અ.૪ ગાથા ૧૧
સાધુ મહયુક્ત શબ્દાદિકને વારંવાર જીતે, સંયમને વિષે પ્રવર્તતા એવા સાધુને આકરા તથા સુવાળા શબ્દાદિક ફરસે તે પણ તે મનથી તેના પર દ્વેષ ન કરે,
વારંવાર મોહને જીતીને સંયમી જીવનને સફળ બનાવવું સહેલ નથી. ભગવાન આ ગાળામાં સાધક આત્માને જાગૃત કરતા કહે છે કે હે આત્મિક સુખ પિપાસુ સાધક! તારી શય્યા કેટકેથી બીછાવેલી છે. શત્રુઓનું માર ખાવાનું નિમંત્રણ છે સામેથી સ્વીકારેલું છે. મેહરૂપી શત્રુને મારીને આત્માનું અખંડ જીવીતવ્ય જાળવવું એ તારા હાથની વાત છે. સાધકની સામે મહિના અનેક તેફાને અને પ્રહાર આવે છે પણ તે પ્રહારોને ઘા ઝીલતી વખતે એના પરિણામની ધારામાં શ્રેષને અંકુર પણ ન ફૂટે