________________
૧૪૦
શારદા સિદ્ધિ ઉપર આવ્યા તે સમયે મકાનની ગેલેરીમાં ઊભેલા નમુચિ મંત્રો એ સંતને ઓળખી ગયે કે મેં જેમને બાળપણમાં ગુપ્ત રીતે એના ઘરમાં રહીને ભણાવ્યા હતા. તે બંને ભાઈઓ મારા પૂર્વના ચારિત્રને તે સારી રીતે જાણે છે માટે આ મુનિ મારા પૂર્વના દુકૃત્યને અહીંની જનતા સમક્ષ કહી દેશે તે મારી કીતિને કલંક લાગશે. તેના કરતાં હું એમનો વિનાશ કરું. નમુચિ મંત્રી આવું વિચારી રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ જિતારી રાજા પોતાના જીવનનો વધુ સમય ધર્મારાધનામાં ગાળતા હતા. એક વખત રાત્રે ધર્મ ચિંતવના કરતા નકકી કરી લીધું કે હવે મારે જલદી દીક્ષા લેવી છે, તેથી બીજે દિવસે સવારના તેમણે પિતાના મંત્રીઓને બોલાવીને કહ્યું હે મારા વહાલા મંત્રીઓ ! ઘણાં સમય સુધી મેં આ રાજકાજની પ્રવૃત્તિ કરી. તે માટે મેં ઘણાં પાપ બાંધ્યા. હવે મારી ઉંમર થઈ છે ને ભીમસેન પણ રાજ્યને લાયક થયો છે. મેં ઘણાં વિચાર અને મનોમંથન કર્યા બાદ વિચાર કર્યો છે કે હું આ માનવભવ હારી જાઉં તે કરતાં બાકીનું જે આયુષ્ય છે તેનો અપ્રમતપણે ઉપયોગ કરી લઉં. આ માટે મેં સંસાર છોડી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મારે આ લોક અને પરલોક બંને સુધરી જાય. રાજાને આ વિચાર સુમિત્રા નામના એક મંત્રીને ન ગમે. તેણે રાજા સામે ખૂબ તર્ક વિતક કર્યા, અનેક દલીલે કરી પણ રાજાના વૈરાગ્યભર્યા સચોટ જવાબેથી તેની હાર થઈને મહારાજાને વૈરાગ્ય વિજયવંત બન્ય, પછી તરત રાજાએ ભીમસેનને બોલાવ્યા. ભીમસેન પિતાજીને પ્રણામ કરીને બોલ્યા: પિતાજી! આજે આપે મને કેમ યાદ કર્યો?
ભીમસેનને રાજ્યાભિષેક રાજાએ કહ્યું બેટા! તું જાણે છે કે હવે મારી ઉંમર થઈ છે. કોને ખબર છે આયુષ્ય કયારે પૂરું થઈ જાય. તું મારે મોટે પુત્ર છે. મારા પછી તારે જ આ ગાદી સંભાળવાની છે એટલે હવે હું દીક્ષા લઈને ધર્મધુરંધર થાઉં ને તું રાજધુરંધર થા. ભીમસેને કહ્યું કે પિતાજી! આપ આવું અમંગળ ન બોલો. રાજ્ય સંભાળવાને માટે હજુ મારી 5 ઉંમર થઈ નથી, માટે આ સિવાય પિતાજી મને બીજી કેઈપણ આજ્ઞા ફરમાવે. ભીમસેને રાજ્ય નહિ લેવા માટે ઘણું આનાકાની કરી પણ જિતારી રાજા અને મંત્રીઓએ ભીમસેનને રાજ્યગાદીને સ્વીકાર કરવા ઘણું સમજાવ્યું. પિતાજી અને મંત્રીઓ બધાનો ઘણે આગ્રહ જોઈને ભીમસેને પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. સારા દિવસે ને શુભ ચોઘડિચે જિતારી રાજાએ ભીમસેનનો રાજ્યાભિષેક કર્યો. તેને રાજમુગટ અને રાજમુદ્રા આપતી વખતે પિતાએ કહ્યું બેટા! આ રાજમુગટ અને રાજમુદ્રાનું ગૌરવ બરાબર જાળવજે. આપણી પ્રજાને પિતાના સંતાન સમાન ગણીને તેનું જતન કરજે. તું ન્યાયી તેમજ નીતિપરાયણ બનજે, પ્રજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનજે. રાજ્યની આબાદી અને જાહોજલાલી