________________
શારદા સિદ્ધિ
૧૩૭
જો એ મ'ત્રીપદને ત્યાગ કરે તો પાછળ આજીવિકાના પ્રશ્ન ઊભો થાય ને ખીજું કીર્તિને લક લાગે કે આમ એકદમ મત્રીની પદવી. રાજાએ કેમ લઈ લીધી હશે? શુ' પ્રધાને કોઈ અઘટિત કાર્યોં કર્યું હશે ? હવે શું કરવુ? હું તમને બધાને પૂછું છુ કે આ જગ્યાએ તમે હા તો શુ' કરે? મ`ત્રીનુ' પદ છેડી દે કે પૌષધ પાળીને રાજસભામાં જાએ ? (હસાહસ) તમે જવાબ નહિ આપેા. હસીને જ પતાવી દેશેા. જેની રગેરગમાં ધર્માંની શ્રધા હેાય એ જ આવા કટોકટીના સમયે . ધમ માં સ્થિર રહી શકે.
પ્રધાને નિર્ણય કર્યો કે જે થવુ હાય તે થાય. મારો ધમ પહેલા ને પ્રધાન પદ્મવી પછી. તરત જ પ્રધાને મ`ત્રીમુદ્રા હજામને આપી દીધી ને પોતે મંત્રીપદેથી છૂટો થયા, અને મનમાં વિચાર કર્યો કે હાશ....હવે મને શાંતિ થઈ. “ભલું થયું ને ભાંગી જજાળ, સુખે કરશું' ધમ ધ્યાન.” અત્યાર સુધી હું સુખેથી ધર્મી કરી શકતા ન હતા. હવે ઉપાધિથી નિવૃત્ત થઈ ને શાંત ચિત્તે હું ધર્માંની આરાધના કરીશ. આ તરફ હજામના હાથમાં મંત્રીમુદ્રા આવતા મનમાં ફુલાયા કે અહે ! અત્યારે તે મારા હાથમાં મ`ત્રીમુદ્રા આવી છે ને વળી હમણાં મારા ઉપર રાજાની ઘણી મહેરબાની છે તે હું રાજા પાસે પહોંચું ત્યાં સુધી તે મત્રીની મુદ્રા પહેરીને મત્રીદની મેાજ માણી લઉં, પછી દેખા જાયેગા. એમ વિચારીને હજામભાઈ એ તે આંગળીમાં મંત્રીમુદ્રા પહેરી લીધી. એના મનમાં તે એવે ફાંકો આવી ગયે કે મેં મ`ત્રીમુદ્રા પહેરી એટલે હું જ મંત્રી છું એમ સમજીને પોતે મંત્રીપદ પામ્યા છે એમ બતાવવા જારમાં થઈ ને ચાલ્યા. પહેલી દુકાન પાનવાળાની આવી ગઇ એટલે હજામભાઈ એ મ`ત્રીસુદ્રાવાળી આંગળી ઊંચી કરી, તેથી પાનવાળેા ખેલ્યા પધારો....પધારે મત્રીરાજ ! એમ કહીને એનુ સન્માન કર્યું, અને મજાનુ મસાલેદાર પાન બનાવી આપ્યું. તે ખાઈ ને હજામભાઈ આગળ ચાલ્યા ને મીઠાઈવાળાની દુકાને ગયા તે ત્યાં પણ મંત્રીનું સન્માન થયું ને મીઠાઈવાળાએ બરફી-પે'ડાનુ' એકસ આપ્યુ. આવુ. સન્માન જોઈ ને હજામભાઈ તે હુ માં આવીને ફુલાઈ ગયા કે શું મારુ' માન છે !
“ બનાવટી પદની મેાજ માતા મૃત્યુના શરણે ” :- અત્યાર સુધી પ્રધાનની ન્યાયનિષ્ઠાને કારણે ઈર્ષ્યાળુ ફાવી શકતા ન હતા. આજે પ્રધાનને પરલોક પહાંચાડવાની અમૂલ્ય તક છે એમ સમજીને પ્રધાનનું ખૂન કરવા માટે ચાર મારાઓને મોકલ્યા હતા. એ મારા પ્રધાનને આળખતા ન હતા. તેમણે ગામમાં પ્રવેશ કર્યાં એટલે પહેલી દુકાન પાનવાળાની આવી. તેમણે પાનવાળાને પૂછ્યું કે અહી’ના રાજમ’ત્રી કયાં રહે છે? ત્યારે પાનવાળાએ આંગળીથી ખતાવીને કહ્યુ જુઓ, પેલા ચાલ્યા જાય તે જ મત્રી છે. ત્યાંથી મારા મીઠાઈવાળાની દુકાને પહોંચ્યા તે સુખડીયાએ પણુ કહ્યુ કે જીઆ, પેલા જાય છે તે પ્રધાનજી છે. દુકાનદાર સમજ્યા કે આ લોકોને પ્રધાનનું કામ હશે તેથી જ પૂછતા હશે, પેલા ચાર મારાઓને ખાત્રી થઈ કે આ જ
શા. ૧૮