________________
૧૫
શારદા સિદ્ધિ તો રૂની વખાર બળીને રાખ જ થઈ જાય છે કે બીજું કંઈ ? એવી રીતે ચિત્રશાળામાં લુહારને ભાડે રાખવામાં આવે તો ચિત્રશાળા પણ ધૂમાડાનું સંગ્રહસ્થાન જ બની જાય ને? બસ, આ ન્યાયથી સમજે. આપણે આત્મા, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ અને વિષયારંભ જેવા ભાડૂતને સોંપી દઈએ ને પછી આશા રાખીએ કે આપણું કલ્યાણ થાય, આપણે આત્મા શુદ્ધ બને તો એ કેવી રીતે બની શકે? વિષવૃક્ષની વાવણી કરીને અમૃતની આશા કદી ફળીભૂત થાય ખરી? એ વિષયકષાયાદિ ભાડૂતો તે એવા જબરા લૂંટારા છે કે ભાડું આપવું તે દૂર રહ્યું પણ ઉલટું લાગ આવશે તે આત્મિક ગુણને ચેરી જશે અને વધારામાં ક્રોડપૂર્વના ચારિત્રને ક્ષણવારમાં સાફ કરી નાંખશે. - બંધુઓ! આ તો તમારા અનુભવની વાત છે કે ઘણી વખત માણસ થોડા લાભમાં મોટો લાભ ગુમાવી બેસે છે એટલું જ નહિ પણ એ વધારામાં મોટી નુકસાનીમાં ઉતરી પડે છે. આવા લૂંટારા જે ભાડાવાળાનો એ ધંધે હોય છે કે એ લાડવા પિંડ અને માલમલીદાની ભેટ ધરીને તમને રાજી રાખે પણ વખત આવ્યે જીવને રડાવીને પલાયન થઈ જાય. ખાનદાન ભાડૂત કદી પણ એવી બેટી ખુશામત કરતો નથી. એ તો વખત આવ્યે માથે ચઢેલું ભાડું ચૂકવી દે છે, એમ આ વિષય કષાયે પણ જીવને ક્ષણિક આનંદમાં લપેટાવી દે છે અને જીવ પણ એ ક્ષણિક આનંદના પ્રવાહમાં તણાયા કરે છે ને છેવટે “લબના બાર હજાર” જેવા કમનશીબ પરિણામનો ભેગ જીવ બને છે માટે હે મહાનુભાવો ! તમારા આ હાડપિંજરના માળામાં ભાડૂતો ઘર ન કરી જાય તે માટે રાત-દિવસ જાગતા રહો, અને જેનાથી ધર્મકરણીમાં ઉત્તેજન મળે એવા ગુણ તમારામાં વસાવે. નહિતો યાદ રાખજો કે એ મેવા મીઠાઈના ઢગલામાં એ સ્પર્શ, રસ, ગંધ વગેરેના સેવનમાં તમારો આત્મા ડૂબી જશે અને છતાં પિસે દેવાળુ કાઢવા જેવી જીવની દશા થશે. આવું સમજીને તમે વિષય કષાયેનો સંગ છેડી દો. જડ પુદ્ગલોનો મે છોડી દો. અનાદિકાળથી આ આત્મા જડને માટે જ જહેમત ઉઠાવી રહ્યો છે.
જડ માટે ઝઝૂમી રે, કહીનુરની કદર ન કરે,
કષાય કાજળ આંખે ધરે, અમૂલ્ય રત્ન અળગા કરે, જે મનુષ્યને જડ કે ચેતનનું ભેદજ્ઞાન થયું નથી તે છે રાત-દિવસ જડ પુગલો મેળવવા માટે ઝઝુમે છે. એ મેળવતા ચીકણું કર્મો બાંધે છે. એ બિચારા અજ્ઞાની જીવડાને ખબર નથી કે મારો આત્મા પોતે ચૈતન્યસ્વરૂપ છે. અનંત જ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે. કોહીનુરના હીરા કરતાં પણ અનંતગણો કિંમતી અને તેજસ્વી છે. જ્ઞાનાદિ અનંત ગુણોથી ભરેલો છે. તો હવે આ જડ પુદગલોની મમતા મારે શા માટે રાખવી જોઈએ? જ્ઞાન દર્શનાદિ આત્માના અનંત ગુણોરૂપી રત્નોને લૂંટાવીને મારે કષાયરૂપ