________________
શારદા સિદ્ધિ
૧૩૧ ફૂટતા વાર નહિ લાગે. માટે હવે મારે ભીમસેનકુમાર રાજ્યને ભાર સોંપીને દીક્ષા લઈ લેવી જોઈએ.
* આવી સંપત્તિ અને સમૃદ્ધિના શિખરે બેઠેલા મહારાજાને પણ સંસાર ખટક કે હવે મારે જલ્દી દીક્ષા લેવી છે પણ અહીં બેઠેલામાંથી ઘણાના દીકરા દુકાનને ભાર ઉપાડી લેતા હશે છતાં કેઈને એમ થાય છે કે સંસારની વેઠ ઉતારી મારા આત્માનું કલ્યાણ કરવા ધમરાધના કરું ! (હસાહસ) જિતારી રાજાને જલ્દી દીક્ષા લેવાની ભાવના જાગી છે. હવે પિતાની ભાવના વ્યક્ત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૪ શ્રાવણ સુદ ૪ ને શુક્રવાર
તા. ૨૭-૭-૭૯ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાનપુરૂષ જગતના અને બોધ આપતા ફરમાન કરે છે કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને સંગ તો ઘણું થયા છે પણ કલ્યાણમિત્રનો સંગ થે એ અતિદુર્લભ છે. કલ્યાણમિત્ર એટલે કોણ? આપ જાણો છો? કલ્યાણમિત્ર એટલે ધર્મ. કોઈ માણસ સંસારમાં રહીને એમ કહે કે સંગની શી જરૂર છે? તે એ વાત બની શકે એમ છે? ના. આ સંસાર એક એવી ચીજ છે કે જીવ એમાં એકલો રહી શકતું નથી. એને સંસાર સુખની ગમે તેટલી સામગ્રી મળે છતાં એકલો રહીને તે પોતાની જાતને સુખી માનતા નથી. એ તે બીજાના સહવાસમાં રહીને પોતાની જાતને સુખી માને છે. એ કેવી રીતે? સાંભળે. જેમ કે કોઈ માણસને સાત માળને સુંદર બંગલો, ધનના ઢગલા, ધાન્યના કોઠાર, મોટર, ટી. વી, ફ્રીજ વગેરે સંસાર સુખની બધી સામગ્રી આપીને કહેવામાં આવે કે તારે એકલા જ આ બંગલામાં રહેવાનું. તે એ તરત કહી દેશે કે આ બધાને હું શું કરું? મારે તે નેકર-ચાકર અને સગાવહાલા બધા જોઈએ. આવા સંગ જીવને જોઈએ છે. તે જ એ પોતાની જાતને સુખી માને છે. માત્ર સિદ્ધ ભગવંત એવા સુખી છે કે જે એકાકી રહીને અનંત સુખ ભેગવી શકે છે. સંસારી જીવની એ તાકાત નથી, કારણ કે એ તે એમ ફરિયાદ કરે છે કે આવા મોટા બંગલામાં હું એકલો શું કરું, આળે ટું? ધનના શું બાચકા ભરું? ધાન્યના ઢગલામાં શું ઈયળ થઈને રહું? મારે પત્ની અને પુત્ર પરિવાર કયાં છે? એના વિના આ બધી સામગ્રીને હું શું કરું? કરોડ રૂપિયાની સંપત્તિ હોય પણ સ્વજને અને સ્નેહીઓ વિના માણસ એકલો સુખ ભોગવી શકતો નથી. તમે જોશે તે દરમાં ભાગ્યે જ એક કીડી જોવા મળશે, બાકી ઘણી કીડીઓ હોય છે,