________________
૧૩૦
શારદા સિદ્ધિ મનમાં થયું કે આ શાંત વાતાવરણમાં ધ્યાન કરવાને ખૂબ આનંદ આવશે. એમ વિચાર કરીને મહારાજા પિતાના વસ્ત્રાભૂષણો ઉતારી બાજુમાં મૂકી શિલા પર પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસી ગયા. આ સમયે કઈ દેવને ઉપયોગ રાજા તરફ આવ્યું. રાજાને ધ્યાનાવસ્થામાં લીન બનેલા જોઈને દેવને પરીક્ષા કરવાનું મન ગયું. દેવને પૃથ્વી ઉપર ઉતરતા શી વાર! એક ચપટી વગાડીએ એટલા સમયમાં તે જ બુદ્વીપને ફરતા સાત ચકકર મારી આવે એવી દેવની શક્તિ છે. આ દેવ રાજાની પરીક્ષા કરવા માટે મૃત્યુ લોકમાં આવ્યું. આવીને કીડીઓના અસંખ્ય રૂપ બનાવીને રાજાને ચટકા ભર્યા પણ રાજા ડગ્યા નહિ, ત્યારે વીંછી, સર્પ, વગેરેના રૂપ બનાવીને રાજાને ડંખ દીધા તે પણ રાજા ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે છેવટે વસ્ત્રાભૂષણે ઉઠાવી લીધા તે પણ રાજાનું મન ડગ્યું નહિ. રાજાનું આવું અડગ ધ્યાન જેઈને દેવ રાજા ઉપર પ્રસન્ન થયા. રાજાનું ધ્યાન પૂરું થયું ત્યારે દેવે કહ્યું હે રાજન! તારું અડગ ધ્યાન જોઈને હું તારા ઉપર પ્રસન્ન થ છું. તારી ઈચ્છા હોય તે તું વરદાન માંગી લે, ત્યારે રાજાએ કહ્યું મારે કઈ ચીજની કમીના નથી. સંસાર સુખની સમગ્ર સામગ્રી મારી પાસે મોજુદ છે. ચિંતામણી રત્ન સમાન કેવળી પ્રરૂપિત ધર્મ મળે છે. હવે તમે જ કહે મારે બીજું શું જોઈએ? મારે કઈ ચીજની જરૂર નથી, ત્યારે દેવે ફરીને કહ્યું કે હે રાજન ! દેવદર્શન કદી ખાલી જતું નથી. જેને દેવના દર્શન થાય એ તે ન્યાલ થઈ જાય છે, માટે કંઈક માંગતે પણ રાજા માંગતા નથી.
4 રાજાની દઢતાથી મળેલ દેવતાઈ આંબાનું વૃક્ષ :- બંધુઓ! આ જિતારી રાજા ઉપર દેવ પ્રસન્ન થાય છે ને એને કંઈક માંગવા વિનંતી કરે છે છતાં રાજા કંઈ માંગતા નથી, પણ હું આપને પૂછું છું કે તમારા ઉપર દેવ પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે તે શું કરે? રાજાની જેમ કહે કે માંગી લો? (હસાહસ) અરે, તમે તે એવું માંગે કે કંઈ બાકી ન રાખે, કારણકે ચતુર વણિક છે ને? રાજાને ખૂબ કહ્યું પણ તેમણે બધી ના પાડી. છેવટે દેવ અહીં આવ્યું હતું તેની યાદી કાયમ રાખવા માટે મહારાજા જે બગીચામાં બેઠા હતા ત્યાં દેવે એક દેવતાઈ આંબાનું વૃક્ષ રેપીને કહ્યું કે હે રાજન ! આ આંબા ઉપરથી તમને દરરેજ છ કેરીના ફળ મળશે. એ ફળ ખાવામાં અત્યંત મધુર લાગશે. એમ કહીને દેવ રાજાના ચરણમાં નમીને ચાલ્યા ગયા. હવે રાજાને તે ખાવાપીવાની કઈ મમતા ન હતી. આ તે દેવતાઈ આંબે હતું એટલે બીજે દિવસથી દરરોજ સવારે આંબા ઉપર મઝાની સુંદર મેટી છ કેરીઓ આવી જતી. બગીચાને માળી ઉતારીને રાજાને આપી આવતે. રાજા ત્રણ ત્રણ કેરી બંને પુત્રના મહેલ પર મેકલાવી દેતા ને પોતે આનંદથી રહેતા, પણ રાજાને સંસાર કાંટાની જેમ ખટકવા લાગે કે આ જિંદગી તે કાચી માટીના કુંભ જેવી છે. કાચી માટીના કુંભને ફૂટતા વાર લાગશે પણ મારા આયુષ્યને કુંભ