________________
૧૨૮
શારદા સિદ્ધિ પહોંચી ગયા. જઈને જુએ તે દીકરાના માથાની ધોરી નસ તૂટી જવાથી પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. વીજળીના કરંટની જેમ આંચકો લાગે. પિક મૂકીને રને એના મનમાં થઈ ગયું કે મારા હાથના કર્યા હૈયે વાગ્યા. મેં માણેકચંદના હીરા પચાવી પાડ્યા તે એ પાપનો બદલો મને અહીને અહીં જ મળી ગમારો એકને એક લાડકવા આમ ચાલ્યા ગયે. આવા પાપ કરીને મેળવેલી સંપત્તિને મારે શું કરવી છે? અહીં તે મારે દીકરે ચાલ્યો ગયો એ દુઃખ કંઈ ઓછો છે? અને પરલોકમાં મારે કેવા દુઃખે ભેગવવા પડશે? હવે એની આંખ ખુલી ગઈ એટલે બીજે જ દિવસે મુસ્લીમ ઝવેરીના શુકનવંતા ચાર હીરા લઈને મોતીચંદ માણેકચંદ શેઠને ઘેર આવ્યા ને ખોળામાં માથું મૂકી છૂટે મેઢ રડીને કહ્યું–ભાઈ! મેં તારે ઘણે માટે અપરાધ કર્યો છે. મને મારા અપરાધની મારા કર્મો સજા કરી દીધી છે. આ તારા હીરા લઈને તું પણ મને માફી આપ. હવે આવી સજા ભોગવવાની મારામાં તાકાત નથી. માણેકચંદે તેને આશ્વાસન આપી શાંત કર્યો ને પેલા મુસ્લીમ ઝવેરીને હીરા એમને સેંપી દીધા. આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ કે મેતીચંદ શેઠે માણેકચંદ શેઠના હીરા પડાવી લીધા હતા તેથી કુદરતે મહાકેપ કર્યો. આ ઘટનાથી જેણે જેણે પારકાનું ધન પચાવી પાડયું હતું. તેમને એમ થયું કે આપણે પારકું ધન લઈએ તે આપણું ' છેકરા આવી રીતે મરી જાય. માટે આપણે જેના પૈસા પચાવી પાડયા છે તે આપી દઈએ. આ બનાવથી બીજા લોકોને પ્રેરણા મળી અને જેનું ધન પચાવી પાડયું હતું તેનું તેમને આપી દીધું. ટૂંકમાં પૈસાને લેભ કેટલો અનર્થ અને દગારપંચ કરાવે છે. અજ્ઞાની છે દગા પ્રપંચ કરીને ધન મેળવીને ખુશ થાય છે પણ એ પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે જીવ રડી રડીને ભેગવે છે.
આપણુ ચાલુ અધિકારમાં ચિત્ત અને સંભૂતિ બંનેને માર પડવાથી બેભાન થઈ ગયા. કુદરતી શીતળ પવનની લહેર આવવાથી બંને જણ સ્વસ્થ થયા. ભાનમાં આવ્યા. પોતાની આ દશા જોઈને દિલમાં ખૂબ દુઃખ થયું ને વિચારવા લાગ્યા કે અહે! ધિક્કાર છે આ પગરને ! નગરજનેને કે અમારી હીનજાતિના કારણે અમારા ગુણની કઈ કદર કરતું નથી. આ રીતે તે બંને ભાઈ એ ખેદથી ખિન્ન બનીને નગરથી બહાર દૂર દૂર ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને વિચાર કરવા લાગ્યા કે ધિકાર છે આપણી નીચ જાતિને! કે આ નીચ જાતિને કારણે માનવજાતિએ માન્ય રાખેલ કળાઓને પણ તિરસ્કાર થાય છે. કળાના તિરસ્કારનું કારણ આપણે પોતે જ છીએ. આ કળાઓ જે આપણામાં ન આવી હોત તે તેને અનાદર ન થાત. આ ચંડાળની જાતિએ જ આપણું રૂપ, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત, સંગીત આદિ કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનિત બનાવેલ છે. તે હવે આવા અપમાન ભરેલા જીવન જીવવામાં શું મઝા છે? આના કરતાં તે આપઘાત કરીને મરી જવું