________________
શારદા સિદ્ધિ
૧૧૩ માટે કોઈ ઉપાય બતાવે, ત્યારે ભગવાને તેમના સંતોષના કારણે ચાર ઉપાય બતાવ્યા. તેમને એક ઉપાય એ હતો કે પુની શ્રાવક એક સામાયિકનું ફળ આપે તો તારું નરકમાં જવાનું અટકે. આ સાંભળીને શ્રેણીક રાજાને જેમ રંકને રને રાશિ મળતાં આનંદ થાય તેથી પણ અધિક આનંદ થશે અને હર્ષભેર ગરીબ પુનીયા શ્રાવકને ઘેર આવ્યા ને સામાયિકના ફળની ભિક્ષા માંગવા હાથ જોડીને ઊભા રહ્યા. પુનીયા શ્રાવકે કહ્યું, મહારાજા ! પધારે. આજે આ ગરીબની ઝુંપડી પાવન થઈ ફરમાવે, શું આજ્ઞા છે ? ત્યારે મહારાજાએ કહ્યું, કે હે શ્રાવક! તમારે ત્યાં તે રેજ કોડે કિરણોને પ્રકાશ ફેંકતો સામાયિકને સૂર્ય ઉગે છે તે હું એમાંથી વધારે નહિ એક કિરણ માંગું છું. સૂર્યનું એક કિરણ પણ રાત્રીના ગાઢ અંધકારને ક્ષણવારમાં નાશ કરે છે તેમ તમારી સામાયિકનું એક કિરણ મારા પાપ રૂપ અંધકારને નાશ કરશે.
બંધુઓ! વિચાર કરો. ખુદ ભગવાને પુનીયા શ્રાવકની સામાયિક વખાણી છે. તે એ સામાયિક કેવી હશે ? તમે આજ સુધીમાં કેટલી સામાયિકે કરી? પણ સમતા રસનું પાન કર્યું? કંઈક વૃદ્ધમાજી ઉપાશ્રયેથી સામાયિક કરીને ઘેર જાય. ઘેર વહુએ રસોઈ ન બનાવી હોય તે ધમધમાટી લાવે, ક્રોધને પાર નહિ. આ ક્રોધ જોઈને કંઈક યુવાને એમ કહે છે કે અમારા માજી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને સામાયિક કરે છે પણ ઘેર આવીને ધમધમાટ કરે છે. એમને સુધારે તે સારું. તમે રેજ . સાંભળે છે પણ હજુ ક્રોધ જતો નથી તેથી સાંભળવું સંતને પડે છે. માણસને ખૂબ તરસ લાગી હોય ત્યારે બે ગ્લાસ ઠંડુ પાણી અગર વાટકે છાશ પીવે તે તૃષા શાંત થઈ જાય. ભૂખ લાગે ને એક બે કેળા ખાઈ લે તે કલાક બે કલાક સુધી શાંત થઈ જાય. માથુ દુઃખતું હોય ને એક એઝે કે એના સીનની ટીકડી લઈએ તે માથાનો દુઃખાવો મટી જાય અને તમે દરરોજ સામાયિક કરો ને શું તમારા કષાયે મંદ ન પડે ? જીવનમાં શીતળતા ન આવે ! આવી ધર્મક્રિયાઓ વર્ષો સુધી કરો પણ વર્તન નહિ સુધરે ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. તમે અહીં સામાયિક કરીને સમતારસનું એવું અમૃત પીને ઘેર જાઓ પછી વહુ તમને ગમે તેમ કહે, કોય , આવવાને પ્રસંગ આવી જાય છતાં ક્રોધ ન આવે, ત્યારે વહુના મનમાં એમ થાય કે આજે મારા સાસુજી કયાં જઈને આવ્યા કે એમની પ્રકૃતિ તદન બદલાઈ ગઈ! વહુને ખબર પડે કે મારા સાસુજી ઉપાશ્રય જઈને સમતારસનું પાન કરી આવ્યા છે. પછી એ જ વહુ સાસુના ચરણમાં પડીને માફી માંગશે અને એની પ્રકૃતિનું પરિવર્તન થઈ જશે, પછી સંસારમાં પણ સ્વર્ગ જેવા સુની મોજ માણી શકાશે, અને આત્માની સ્મૃતિ થશે.
જ્યાં છે સંસારની સ્મૃતિ, ત્યાં છે આત્માની વિસ્મૃતિ,
જ્યાં છે આત્માની સ્મૃતિ, ત્યાં છે સંસારની વિસ્મૃતિ, શા. ૧૫