________________
૧૧૨
શારદા સિદ્ધિ બાર વ્રતમાં સામાયિકને નંબર નવમે છે એટલે આગળના આઠ વ્રતનું પાલન કરીને આત્મા શુદ્ધ બનેલું હોવું જોઈએ. પહેલા વ્રતમાં જીવને એવા ભાવ હેવા જોઈએ કે હું મટકી હિંસા કરીશ નહિ. ગમે તેવા સંજોગોમાં હું સ્વને માટે કે પરને માટે અસત્ય બેલીશ નહિ. જિંદગીમાં ક્યારે પણ મટકી ચોરી કરીશ નહિ, પરસ્ત્રી સામે કુદષ્ટિ કરીશ નહિ, પરિગ્રહની અને દિશાઓની મર્યાદા કરીશ. કમદાનના વહેપારને ત્યાગ કરીશ. અનર્થદંડથી દંડાઈશ નહિ. આટલું જે કરે તે સામાયિક લેવાને માટે લાયક બની શકે. બોલે, સામાયિક કેટલી મહાન છે! પણ આજે તે સામાયિક કરવી એટલું જ લક્ષ છે. સામાયિક શા માટે કરવાની? સામાયિક કરવાથી શું લાભ થાય છે એ લક્ષ ચૂકાઈ ગયું છે. યાદ રાખો કે આત્મામાં અપૂર્વ શીતળતા આવે એવી સામાયિક હેવી જોઈએ. તમે પોતે આત્મા તરફ વળો ને બીજાને વાળે, કઈ લાખના દાન કરે, કેઈ ઉગ્ર તપ કરે તેના કરતા આત્માના લક્ષપૂર્વકની એક સામાયિક કરનાર મહાન છે.
એક કરોડપતિ શેઠ હતા. તે દરરોજ દાન દેતા. એ શેઠના બંગલાના કંપાઉન્ડમાં એક નાનકડી ઓરડીમાં એક ગરીબ વૃદ્ધ ડોશીમા રહેતા હતા. એ ડોશીમા દરરોજ એક સામાયિક કરતા પણ એમની સામાયિક એટલે સામાયિક. એક કલાક સમતા રસનું પાન કરી લે તેની લહેજત એમને સતત રહેતી હતી. એ ડેશીમાને કોઈ ગાળ દે, ગમે તેમ કહે પણ કદી એમને કોલ આવતો નહિ. પેલા શેઠ દાન દેતા હતા ; પણ મનમાં અભિમાન હતું કે મારા જેવા કોડપતિ શેઠ આ નગરમાં વસે છે તે રોજ આટલા ગરીબને પોષણ મળે છે. મારા જે દાનેશ્વરી કોણ છે? હું છું તે એ બધાને પાળું છું. હું ન હોત તો આ બધા કયાં જાત ? આ રીતે દાન દેનારને, તપ કરનારને કયારેક અભિમાન આવે છે પણ સમભાવપૂર્વકની સામાયિક કરનારને કદી અભિમાન આવતું નથી. શુદ્ધ સામાયિક કરનાર ડેશીમાં ભરીને રાજકુમાર બને છે અને હજારેના દાન દેનાર શેઠ માનના કારણે રાજાને નકર બને છે. સામાયિકનું મહત્ત્વ બતાવતા આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે
सामाइय वयजुत्तो, जाव मणो होइ नियम संजुत्तो।
छिन्नइ असुह कम्मं, सामाइय जत्तिया वाश ॥ ચંચળ મનને નિયંત્રણમાં રાખતા જ્યાં સુધી સામાયિક વ્રતની અખંડ ધારા ચાલુ રહે છે ત્યાં સુધી અશુભ કર્મ ક્ષીણ થયા કરે છે. પુનીયા શાવકની સામાયિકના તો ખુદ ભગવાન મહાવીરે પણ કેટલા ગુણ ગાયા છે. એક વખતના પ્રસંગમાં મગધાધિપતિ શ્રેણીક મહારાજા એ પ્રભુને પ્રશ્ન કર્યો કે હું મરીને કયા જઈશ? ત્યારે પ્રભુએ કહ્યું હે શ્રેણીક ! તું નરકમાં જઈશ. આ સાંભળીને શ્રેણીક રાજાને ખૂબ દુ:ખ થયું. પ્રભુના ચરણમાં આળોટીને કહ્યું, પ્રભુ! શું હું નરકમાં જઈશ? હું નરકમાં ન જાઉં તે