________________
૧૧૮
શારદા સિદ્ધિ સ્વરૂપવાન છે અને સંગીત નૃત્યાદિ કળાઓમાં ખૂબ પ્રવીણ છે છતાં એમની નીચ જાતિના કારણે તેના કહેવાથી રાજાએ તે બંને ભાઈઓને નગરની બહાર કાઢી મૂક્યા. તેમના દિલમાં ખૂબ દુઃખ થયું. આપણી જાતિ હલકી છે તેથી લોકે આપણી કળાની કદર કરતા નથી. આ રીતે અપમાનિત થયેલા તે બંને ભાઈઓ નગરની બહાર દૂર જંગલમાં જઈને રહેવા લાગ્યા. ઘણા સમય પછી વારાણસી નગરીમાં એક વખત કૌમુદી મહોત્સવ શરૂ થયો. દૂર જંગલમાં વસતા ચિત્ત અને સંભૂતિ આ બંને ભાઈઓને સમાચાર મળ્યા કે નગરીમાં કૌમુદી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે કૌમુદી મહોત્સવની મેજ માણવાની એમને ઈચ્છા થઈ. માણસને જ્યારે કેઈપણ ચીજની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે તે પૂરી કર્યો છૂટકે કરે છે. આ બંને ભાઈઓને ઉત્સવમાં જવાની પ્રબળ ઈચ્છા થઈ તેને રેકી ન શકયા. આ સમયે રાજાએ પોતાને કાઢી મૂક્યા છે તે વાત ભૂલી ગયા, અને કૌમુદી ઉત્સવમાં ભાગ લેવા માટે બંને ભાઈઓ વારાણસી નગરીમાં આવ્યા. નગરીમાં આવીને પિતાના મુખ સફેદ વસ્ત્રોથી ઢાંકીને એક બાજુ પર ઊભા રહીને ઉત્સવ જેવા લાગ્યા. એ વખતે ત્યાં સંગીતના મધુર સૂર રેલાઈ રહ્યા હતા. આ બંને જણાતો સંગીતકળામાં અજોડ હતા. જેને જે કળા આવડતી હોય તેમાં તેને રસ વધુ હોય તે સ્વાભાવિક છે. સંગીતના રસની પ્રકર્ષતાથી સ્વભાવતઃ તેમના મોઢામાંથી આપોઆપ સંગીતના સૂર વહેવા લાગ્યા.
જાતિ દ્વેષના કારણે પડેલે માર.” એમના મુખમાંથી સંગીતના સૂર છૂટયા એટલે પશુઓ પણ દેને ત્યાં આવીને સ્થિર થઈ ગયા. આવા કૃતિમધુર અને હૃદયદ્રાવક એમના ગીતને સાંભળીને ઉત્સવમાં આવેલી જનતા આશ્ચર્યચક્તિ બનીને જેવા લાગી કે આવું કૃતિ રસાયન સ્વરૂપ અને સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારને રેકનાર આ ગીત કોણ ગાઈ રહ્યું છે? આ સંગીત ગાનાર કઈ કિન્નર છે કે ગાંધર્વ ? કે કેઈ અપ્સરા ગાઈ રહી છે ? જે દિશામાંથી સૂર આવતો હતો તે દિશા તરફ સૌ ચાલ્યા. શોધતા શોધતા લોકોએ મુખ ઉપર વ ઢાંકીને ઉભેલા બે ચંડાળ પુત્રને જોયા. એમને જોતાં જ લોકોએ મોઢા ઉપર ઢાંકેલા વસ્ત્રોને ખેંચીને ફગાવી દીધા. મેઢા. ઉપર ઢાંકેલું વસ્ત્ર દૂર થતાં જ લોકોએ તેમને ઓળખી લીધા કે અહો ! આ વસંતોત્સવ વખતે રાજાએ એમને નગર બહાર કાઢી મૂકયા હતા તે જ આ ચંડાળ પુત્ર છે. જે સંગીત એમના હૈયાને હિલોળે ચઢાવતું હતું ત્યાં રાગનું સ્થાન હૈષે જમાવ્યું. પ્રેમનું સ્થાન ઈર્ષાએ લીધું. આ રીતે એકાએક નગરજનેના દિલમાં પરિવર્તન થતાં લોકો તેમના પર ક્રોધે ભરાયા અને કોઈ લાતેથી, કોઈ મુઠ્ઠીથી તેમને માર મારવા લાગ્યા. મારે તો માર્યો પણ એ ઢોર માર માર્યો કે બંને ભાઈઓ બેભાન થઈને જમીન ઉપર પડી ગયા. હવે તે બંને ભાઈઓ ભાનમાં આવશે, તે શું વિચાર કરશે ને કયાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. (આજે ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ