________________
૧૨૪.
શારદા સિદ્ધિ
માણસની પાસે ગમે તેટલી મિલકત હોય પણ આજ સુધી તમે કયાંય એવું સાંભળ્યું છે કે માણસ હીરા, સેનું કે રૂપિયા ખાય છે. બહુ તે રોજ નવા નવા મિષ્ટાન્ન ખાય પણ હીરા-મોતી કેઈ ખાઈ શકે ? ના આ અમારી બહેનમાં કેઈની પાસે પચ્ચીસ, કોઈની પાસે પચાસ તે કેઈની પાસે સે સાડલા હશે, ઘેર કબાટના કબાટ ભર્યા હશે પણ કોઈ એક સાથે બે સાડી પહેરી શકે છે? ના. છતાં જીવની તૃષ્ણા કેટલી છે?
દેવાનુપ્રિયે ! ભગવંત કહે છે અનાદિકાળથી જીવ તૃણુ કરતે આવ્યું છે. હવે સમજે ને તૃષ્ણા ઓછી કરીને સંતેષના ઘરમાં આવે. તૃષ્ણા તે એવી ભયંકર છે કે એ તૃષ્ણ પૂરી કરવા માટે જીવ દશા પ્રપંચ કરે છે, અન્યાય કરે છે, જૂઠું બોલે છે. કેઈનું ખૂન કરતાં ને વિશ્વાસઘાત કરતા પણ પાછા પડતા નથી. અતિ તૃષ્ણ લોભ ઉત્પન્ન કરાવે છે. સર્વ પાપને બાપ જે કઈ હોય તે લોભ છે. લોભ કે ભયંકર છે તે ઉપર એક બનેલી સત્ય ઘટના કહુ. લોભી માણસ જેટલા પાપ ન કરે તેટલા ઓછા છે. બીજા અવગુણે તે એકેક ગુણેનો નાશ કરે છે, પણ લોભ તે મનુષ્યના સર્વગુણને નાશ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે ને કે
कोही पीई पणासेइ, माणा विणय नासणी ।
માયા મિરા નાફ, સર્વ વિખાણા અ૮ ગાથા ૩૮ . જ્યારે માણસને ખૂબ ક્રોધ આવે છે ત્યારે મુખમાંથી ન કહેવાના શબ્દો બહાર કાઢે છે, એટલે બીજાને દુઃખ થાય છે અને એકબીજા વચ્ચેની પ્રીતિની ગાંઠ છૂટી જાય છે. જ્યારે માન આવે છે ત્યારે એમ થાય છે કે હું કંઈક છું. અભિમાનથી અકકડ થયે એટલે એનામાંથી વિનય ગુણ વિદાય થઈ જાય છે. માયાવી માણસ બહારથી જુદુ બોલે ને અંતરમાં પણ જુદુ હોય છે. મીઠું બોલીને માણસને દગે દેવાથી એકબીજા સાથેની મિત્રતા તૂટી જાય છે. આ ત્રણ તે એકેક ગુણને નાશ કરે છે પણ જીવનમાં રહેલા બધા ગુણને નાશ કરનાર જો કોઈ હોય તે લોભ છે, કારણ કે લોભી માણસ દંભ કરે, દગા પ્રપંચ કરે, છળકપટ કરે, વિશ્વાસઘાત કરે છે. લોભ એ સર્વ ગુણોને ભક્ષી જનાર ભયંકર રાક્ષસ છે. માટે એનાથી ખૂબ સાવધાન રહે. લોભી માણસ કેવા કેવા પાપ કરે છે અને એ પાપ એને કેવું ફળ આપે છે તે ઘટના સાંભળીને તમને સમજાશે.
માણેકચંદ અને મોતીચંદ નામના બે વહેપારી હતા. એ બંને મિત્ર હતા. બંનેને એકબીજા પર ખૂબ વિશ્વાસ હતો. બંને એકબીજા પાસેથી માલની લેવડદેવડ કરતા. એક વખત મોતીચંદે માણેકચંદ પાસેથી કિંમતી હીરા ખરીધ્યા. એ હીરા માણેકચંદભાઈએ એક ડબ્બીમાં મૂકીને મેતીચંદભાઈને આપ્યા. એ જ ડબ્બીમાં કાગળ નીચે બીજા ચાર કિંમતી હીરા હતા, પણ એને માણેકચંદભાઈને ખ્યાલ ન રહ્યો. ડબ્બી લઈને મોતીચંદ એને ઘેર ગયે ને રાત્રે પોતે ખરીદેલા નંગ બહાર કાઢીને જોવા લાગ્યો.