________________
શારદા સિદ્ધિ
૧૨૩ પૂછું છું કે તમે બધા સુરત આવ્યા ત્યારે તમારી કેટલી ઈચ્છા હતી? અહીં બેઠેલામાં સૂરતના વતની તે આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. બાકી તે બધા અલગ અલગ દેશના વતની છે. અહીં આવ્યા ત્યારે જે હતું તેના કરતાં અત્યારે કેટલા બધા સુખી છો છતાં તૃષ્ણાને તાગ આવે છે? ના. એક દુકાન ધમધોકાર ચાલે છે તે હવે બીજી કરું. એક ફેકટરી કરી, બરાબર કમાણી થઈ તે હવે બીજી ફેકટરી નાખું. આ રીતે દિવસે દિવસે તૃષ્ણ વધતી જાય છે. ભહરિએ વૈરાગ્યશતકમાં કહ્યું છે કે.
निः स्वो वष्टि शती दशशतं लक्षं सहस्राधिपो, लक्षेशः क्षितिराजतां, क्षितिपति स्वक्रेशता वाञ्छति ।
चकेशः सुरराजतां, सुरपतिब्रह्मास्पदं वाञ्छति.
ब्रह्मा विष्णुपदं हरिः शिवपदं तृष्णावधिं को गतः ॥ નિર્ધન માણસ સો રૂપિયાની, સત્તાધીશ હજારની, સહસ્ત્રાધીશ લક્ષાધિપતિ બનવાની, લક્ષાધિપતિ રાજા બનવાની, રાજા ચક્રવતિ પદ મેળવવાની, ચક્રવતિ સુરેન્દ્ર પદની, સુરેદ્ર બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કરવાની, બ્રહ્મા વિષ્ણુના પદની અને વિષ્ણુજી મહાદેવના પદની ઈચ્છા કરે છે. હવે વિચાર કરો. તૃષ્ણાને કોણ જીતી શકયું છે? તૃષ્ણવંત મનુષ્ય તૃષ્ણને જીતી શકતા નથી. તૃષ્ણ જેવું આ સંસારમાં બીજું કઈ મોટું દુઃખ નથી. તૃષ્ણવંત મનુષ્ય જ્યારે જોઈએ ત્યારે દુઃખીને દુઃખી હોય છે.
બે પાડોશી વહેપારીઓએ દિવાળી નજીક આવતા ચોપડા તપાસી નફાટાનું સરવૈયું કાઢયું. એમાં એકને ત્રણ લાખને નફે થયો ને બીજાને છ લાખને નફે થયે. એટલે ત્રણ લાખને નફે થયો છે તેના દીકરાઓ હરખાવા લાગ્યા કે આ વર્ષ આપણું ઘણું સારું ગયું. પત્નીને ખબર પડી એટલે એ પણ હરખાઈ ગઈ ત્યારે એને પતિ ઘેર આવીને રડવા લાગ્યા. એની પત્ની પૂછે છે નાથ! આજે તે આનંદને દિવસ છે. છોકરા ખબર લાવ્યા છે કે આ વર્ષે ત્રણ લાખને નફો થશે. આ નફાની ખુશાલીમાં આજે આપણે કંસાર બનાવીને જ જોઈએ. તેના બદલે તમે તે આટલું બધું રડે છે? ત્યારે પેલો રડતો રડતે કહે છે અરેન રડું તે શું કરું? આપણા પાડોશી ફકીરચંદને છ લાખને નફો થયો ને આપણને તે ફક્ત ત્રણ લાખને નફો થયે. (હસાહસ) એમની પત્ની કહે છે તમારા નામના મારે કેટલા બળાપા કરવા? ફકીરચંદને ભલે છ લાખને નફો થયે. એમાં આપણે રડવાની કયાં જરૂર છે? ગયા વર્ષે તો માંડ માંડ ચાલીસ હજારને નફો થયે હતું કે આ વર્ષે ત્રણ લાખને નફો થયે તે આપણા માટે ઘણું છે. એમ સમજીને સંતોષ રાખે. જુઓ, તૃષ્ણ કેટલી ભયંકર છે! તમે એક વિચાર કરે કે પહેલા આપણી પાસે કંઈ ન હતું તેના બદલે આજે દાળ, ભાત, રોટલી, શાક ખાઈએ છીએ. થીગડાં વિનાના કપડા પહેરવા માટે છે ને રહેવા માટે સારું ઘર છે. આટલું મળ્યા પછી વધારે શું જોઈએ?